Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

ગાંધીનગર-અમદાવાદ રહેવાલાયક શહેર છે તેમ કહેવામાં સૌ એકમત થાય પણ તે સ્માર્ટસિટી છે કે કેમ તેમાં સંશોધન કરવું પડે. વાત એમ છે કે 8મી વાઈબ્રન્ટ ગુજરાત સમિટ ચાલી રહી છે અને ગાંધીનગરના મહાત્મા મંદિરમાં સેમિનાર હોલ-1માં આ વિશે સારી ચર્ચાવિચારણા થઈ છે.

સ્માર્ટ અને રહેવાલાયક શહેરો-તકો અને પડકારો વિષય ઉપર યોજાયેલા ચર્ચાસત્રમાં કેન્દ્રસરકારના પ્રતિનિધિ તરીકે શહેરીવિકાસપ્રધાન વેંકેયા નાયડુ ઉપસ્થિત રહ્યાં હતાં. અમદાવાદનો મહત્ત્વાકાંશ્રી મેટ્રોરેલ પ્રોજેક્ટ માર્ચ 2018 સુધીમાં પૂર્ણ કરાશે તેમ નાયડુએ તેમના સંબોધનમાં જણાવ્યું હતું. આ પ્રોજેક્ટ ઝડપથી પૂર્ણ થાય તે માટે કેન્દ્ર સરકાર ગંભીર છે અને તે માટે અત્યાર સુધીમાં 800 કરોડ રુપિયા પણ રીલીઝ કરી દીધાં છે. મેટ્રોનું પ્રથમ તબક્કાનું અંદાજે ૩૬ કિ.મી.ની કામગીરી વર્ષ ર૦૧૮ સુધીમાં પૂર્ણ થશે.

નાયડુએ એમ પણ જણાવ્યું કે આગામી માસમાં  દેશના વધુ 40 સ્માર્ટ સિટી પ્રોજેક્ટમાં પસંદ થયેલાં શહેરીની યાદી બહાર પાડવામાં આવશે. દેશમાં મોદી મોડેલ-મેકિંગ ઓફ ડેવલપમેન્ટ ઇન્ડિયા-ચાલી રહ્યું છે. વિદેશી ડેલિગેશનોને તેમણે  ભારતના શહેરોના વિકાસ, આંતરમાળખાકીય સુવિધા અને અન્ય આનુષાંગિક વિકાસ કાર્યોના નિર્માણથી વિપુલ તકોનો ચિતાર આપી રોકાણ કરવા આમંત્રણ પાઠવ્યું હતું.

કેન્દ્ર સરકાર માટે પોપ્યુલિઝમ નહીં, પીપલીઝમની જરૂરિયાત મહત્વની છે તેમ કહેતાં નાયડુએ કહ્યું કે ગુજરાત રાજ્ય ઇકોનોમિક એકસપ્રેસ હાઇ-વે ઓફ ઇન્ડિયા બની રહ્યું છે. તેમણે વિકાસના ગુજરાત મોડેલને ‘‘ફલેવર ઓફ કન્ટ્રી’’ ગણાવ્યું હતું.

આ સેમિનારમાં અમદાવાદ, સૂરત અને ભાવનગર જેવા શહેરોમાં અફોર્ડેબલ હાઉસિંગથી માંડીને વિવિધ આંતરમાખળાકીય સુવિધાઓના નિર્માણ માટે રૂા. ૧૧૬૦૦ કરોડના નવ સમજૂતી કરારો કરવામાં આવ્યા હતા.

કેનેડાના ઇન્ફ્રાસ્ટ્રકચર અને કોમ્યુનિટીપ્રધાન અમરજીત સોહીએ જણાવ્યું કે, ભારતમાં સ્માર્ટસિટી વિકસાવવામાં સહયોગ કરતી કેનેડાની કંપનીઓ રોડ, રેલવે, એર, અર્બન ટ્રાન્સ્પોર્ટશન, સેનિટેશન વેસ્ટ મેનેજમેન્ટ અને પર્યાવરણ રસક નિર્માણમાં રૂા. ૧૫ બીલીયન ડોલરનું રોકાણ કરશે. આ સેમિનારમાં  ડેન્માર્કના ઊર્જાપ્રધાન લાર્સ ક્રિશ્ચિયન લીલહોલ્ટ, નેશનલ તાઇવાન યુનિવર્સિટીના પ્રો. એસ. કે. જસોન ચાન્ગે પણ સ્માર્ટસિટી સંદર્ભે પોતાનું વકતવ્ય આપ્યું હતું. ચાન્ગે સ્માર્ટ સિટીના યુરોપિયન મોડલ, યુ.કે. મોડલ તેમજ તાઇવાને વિકસાવેલા બસ, બાઇક, મેટ્રો વોક મોડલની વિગતો આપી સ્માર્ટ સિટી નિર્માણમાં લો કાર્બન ફ્યુચર, સેફટી એન્ડ મોબિલિટી, વિઝન, સ્ટ્રેટેજી, એકશન પ્લાન અને ઇન્ટરનેશનલ કોલોબરેશનના ધારાધોરણોને વિકસાવવાની ભૂમિકા આપી હતી.

 

 

 


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS