Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

અમદાવાદ– ગુજરાત કોંગ્રેસની આજે જીએમડી કન્વેન્શન હૉલમાં અતિમહત્વપૂર્ણ બેઠક મળી છે. જેમાં વિરોધપક્ષના નેતા અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા શંકરસિંહ વાઘેલાએ ઘટસ્ફોટ કર્યો છે કે હું સીએમ પદની રેસમાં નથી અને હું વિધાનસભાની ચૂંટણી સુધી જ છું.

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી વહેલી યોજાય તેવી સંભાવના વચ્ચે પ્રદેશ કોંગ્રેસે આગામી ચૂંટણીના રણનીતિ અને કોંગ્રેસના કાર્યકરોમાં જોમ પુરુ પાડવા માટે અમદાવાદમાં પ્રદેશ કોંગ્રેસની બેઠક મળી હતી. જેમાં કોંગ્રેસના તમામ નેતા, ધારાસભ્યો, કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત પ્રભારી ગુરદાસ કામત પણ હાજર હતા.

વિરોધપક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ બેઠકમાં કહ્યું હતું કે ભરતસિંહ હોય કે સિધ્ધાર્થભાઈ કોઈ સીએમની રેસમાં નથી. સીએમ બનવા માટે કોઈ મહેનત કરતું નથી. અને અમારી વચ્ચે કોઈ હરિફાઈ નથી. બહુમતી આવે પછીનો સવાલ છે, પણ હું અત્યારે સીએમની રેસમાં નથી. અને મારી જાતને હું સીએમની રેસમાંથી વિથડ્રો કરું છું. હું વિધાનસભાની ચૂંટણી સુધી જ છું. પણ સામે બેઠેલા કાર્યકરોએ મોટા અવાજે કહ્યું કે બાપુ આપ જ સીએમ છો. અને હું દિલ્હી ગયો અને એનસીપીના નેતા શરદ પવારને મળ્યો તો જાતજાતના તર્કો શરૂ થઈ ગયા હતા. તેનો ખુલાસો કરતા શંકરસિંહે જણાવ્યું હતું કે હવે હું દિલ્હી તમને પુછી ને જઈશ. દિલ્હી ગયો હતો તે માત્ર કામ માટે ગયો હતો. અને એનસીપીના નેતા શરદ પવારને મળ્યો તેનો ઉદ્દેશ હતો કે ભાજપને અટકાવવા માટે પવાર સાથે ચર્ચા કરી હતી.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS