Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

નવી દિલ્હી- 8 નવેમ્બરના રોજ મોદી સરકાર દ્વારા નોટબંધીનો નિર્ણય કરવામાં આવ્યો ત્યારબાદ આરબીઆઈને 13 હજાર કરોડ જેટલા રૂપિયાનો ખર્ચ થયો છે. આરબીઆઈને આ ખર્ચ જૂની નોટો પાછી લેવા માટે અને નવી ચલણી નોટો પ્રિન્ટ કરવા માટે થયો છે. આ વાતનો ખુલાસો એસબીઆઈ દ્વારા તૈયાર કરવામાં આવેલા એક રિપોર્ટમાં કરવામાં આવ્યો છે. નોટબંધી પહેલા 90 ટકા જેટલી કરંસી પ્રિટ કરાવવામાં આવી હોત તો આરબીઆઈનો આ ખર્ચ હજી 500 કરોડ રૂપિયા વધી જાત.

500 અને 2000ની નોટ માટે થયો સૌથી વધુ ખર્ચ

એસબીઆઈના રીપોર્ટ અનુસાર નોટબંધીના સમયે 15.44 લાખ કરોડ રૂપિયાની વેલ્યુ કરંસી પાછી લેવામાં આવી. આ કરંસીમાંથી અત્યાર સુધી 84 ટકા કરંસી પાછી આવી છે. નોટ પર પ્રિન્ટિંગના ખર્ચના આધાર પર આરબીઆઈ અત્યાર સુધી 12 થી 13 હજાર કરોડ રૂપિયા ખર્ચ કરી ચૂકી છે. હવે આરબીઆઈ 200 રૂપિયાની નોટ પણ અત્યારે બનાવી રહી છે. હવે જો 500ની સાથે સાથે 200 રૂપિયાની નોટ પણ બનાવવામાં આવે તો આરબીઆઈને વધારે ખર્ચ ભોગવવો પડશે.

 કઈ નોટ બનાવવામાં કેટલો ખર્ચ થાય છે

એસબીઆઈના રિપોર્ટ અનુસાર પ્રતિ સિક્કાના આધારે 10 રૂપિયાનો સીક્કો બનાવવા માટે 6 રૂપિયાનો ખર્ચ થાય છે. તેવી જ રીતે 500 રૂપીયાની નોટ બનાવવા માટે 2.78 રૂપિયાથી લઈને 3.09 રૂપિયા પ્રિન્ટિંગ ખર્ચ થાય છે. તો 2000 રૂપિયાની નોટ બનાવવા માટે 3.54 રૂપિયાથી લઈને 3.77 રૂપિયાનો ખર્ચ થાય છે.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS