Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

ઈસ્લામાબાદ- ચીન અને રશિયાએ પાકિસ્તાનને રાજકીય સ્તર પર આશ્વાસન આપતાં જણાવ્યું છે કે, જો અમેરિકા પાકિસ્તાનના વિરોધમાં સંયુક્ત રાષ્ટ્રમાં આર્થિક પ્રતિબંધ લગાવવા કોઈ પગલું ભરશે તો ચીન અને રશિયા બંને દેશ પોતાના વીટો પાવરનો ઉપયોગ કરશે અને પાકિસ્તાનને સાથ આપશે.

આપને જણાવી દઈએ કે, અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે આતંકીઓને સુરક્ષિત આશ્રય આપવા માટે પાકિસ્તાનની નિંદા કરી હતી અને પાકિસ્તાનને આતંકીઓ માટે સેફ હેવન ગણાવ્યું હતું,  ત્યારબાદથી પાકિસ્તાન અને અમેરિકાના સંબંધોમાં કડવાશ આવી છે.

પાકિસ્તાની અખબાર ડેઇલી એક્સપ્રેસના એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, અમેરિકાએ પાકિસ્તાનના એ અધિકારીઓ ઉપર પ્રતિબંધ મુકવાના સંકેત આપ્યા છે  જેના સંબંધ આતંકવાદી સંગઠનો સાથે હંવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે.

અમેરિકાને જવાબ આપતા પાકિસ્તાનના પીએમ શાહીદ અબ્બાસીએ ચેતવણી ઉચ્ચારતા જણાવ્યું કે, પાકિસ્તાની અધિકારીઓ ઉપર પ્રતિબંધ મુકવાથી અમેરિકાને આતંકવાદ વિરોધી પ્રયાસોમાં કોઈ મદદ મળી શકશે નહીં.

ઈસ્લામાબાદ સ્થિત રાજકીય સૂત્રોએ ડેઈલી એક્સપ્રેસને જણાવ્યું કે, વિદેશ નીતિઓના જાણકાર, સુરક્ષા અધિકારી અને પાકિસ્તાન સરકારના ઉચ્ચ અધિકારીઓ વોશિંગ્ટન માટે નવી વિદેશ નીતિ બનાવવા અંગે વિચાર કરી રહ્યા છે.

ઉપરાંત અન્ય એક પાકિસ્તાની અખબારે જણાવ્યું છે કે, અમેરિકાના સંભવિત આર્થિક પ્રતિબંધનો સામનો કરવા પાકિસ્તાન અન્ય દેશોનો સહયોગ મેળવવા પ્રયાસ કરી રહ્યું છે. સાથે જ વીટો પાવર ધરાવતા રશિયા અને ચીન સાથે પણ પાકિસ્તાન સંપર્ક વધારી રહ્યું છે.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS