Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

કોલકાતા- ગત ગુરુવારે ઓસ્ટ્રેલિયાના જાણીતા ક્રિકેટરો ઈયાન અને ગ્રેગ ચેપલે અદાણીગ્રૃપની ઓસ્ટ્રેલિયાના ક્વીંસલેન્ડ સ્થિત કોલસાના ખાણની વિવાદાસ્પદ પરિયોજનાને રદ્દ કરવાની માંગ કરી હતી. જેનો અદાણી ગ્રૃપની કંપનીએ જવાબ આપતા કહ્યું હતું કે, તેમની આ પરિયોજનાથી 22 અરબ ડોલર જેટલી રકમ ટેક્સ અને રોયલ્ટીના રૂપે પેદા થશે. અને આ રકમ પ્રોજેક્ટ પૂર્ણ થવાના અડધા સમયમાં જ પૂરી થઈ જશે. કંપનીએ કહ્યું છે કે, આ પ્રોજેક્ટમાંથી જે ફાયદો થશે તેને ક્ષેત્રીય સ્તર પર જ વિતરણ કરવામાં આવશે. જે હેઠળ ક્વીંસલેન્ડને લાભ મળશે અને રોજગારીની નવી તકો પણ ઉભી થશે.

વધુમાં અદાણી ગ્રૃપે જણાવ્યું હતું કે, આ પ્રોજેક્ટને કારણે પબ્લિક ફંડિંગમાં મદદ મળશે. જેના દ્વારા શાળાઓ, હોસ્પિટલો, રસ્તાઓ અને અન્ય સેવાઓને પૂરી પાડવામાં મદદ મળશે. આ ઉપરાંત દેશના અર્થતંત્રને પણ નવી દિશા મળશે.

ઉલ્લેખનીય છે કે, ગત ગુરુવારે ઓસ્ટ્રેલિયાના જાણીતા ક્રિકેટરો ઈયાન અને  ગ્રેગ ચેપલે અદાણીની કોલસા ખાણની પરિયોજનાને રદ્દ કરવાની માંગ કરી હતી. અને બંન્ને ક્રિકેટ બંધુઓએ ચેતવણી આપી હતી કે, આ પ્રોજેક્ટથી દ્વિપક્ષીય સંબધોને નુકસાન પહોંચી શકે છે. અને રમતના સંબધોમાં પણ ખટાસ આવી શકે છે.

21.7 અરબ ડોલરની આ પરિયોજના આ વર્ષથી શરૂ થવા જઈ રહી છે. જેને સંઘીય અને ક્વીંસલેન્ડ રાજ્ય સરકારે ગ્રીન સિગન્લ આપી દીધું છે. બંન્ને ક્રિકેટરો તરફથી કંપનીના સંસ્થાપક અને અધ્યક્ષ ગૌતમ અદાણીને ઓપન લેટર લખી આ માંગણી કરી હતી. જેમાં લોકોના વિરોધની વાત કરી હતી. ખાણના કર્મચારીઓના સ્વસ્થ્ય સાથે જળવાયુને પણ જોખમ થઈ શકે છે. ઈયાન ચેપલે કહ્યું હતું કે, આ કોલસાની ખાણથી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેના સંબધો પર પણ અસર પડી શકે છે.

 


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS