Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

મુંબઈ – બોલીવૂડ અભિનેતા ઈન્દર કુમારનું આજે વહેલી સવારે અહીં નિધન થયું છે. તેઓ 43 વર્ષના હતા.

ઈન્દર કુમારે સલમાન ખાન અભિનીત ‘તુમકો ના ભૂલ પાયેંગે’, ‘વોન્ટેડ’ (2009), ‘તિરછી ટોપીવાલે’ (1998) સહિત 20 હિન્દી ફિલ્મોમાં કામ કર્યું હતું. તેઓ સલમાન ખાનના નિકટના મિત્ર હતા.

ઈન્દર કુમારને અહીં અંધેરી (વેસ્ટ) ઉપનગરના ચાર બંગલા વિસ્તારસ્થિત એમના નિવાસસ્થાને મધરાત બાદ બે વાગ્યાના સુમારે હાર્ટ એટેક આવ્યો હતો અને એમનું ઊંઘમાં જ નિધન થયું હતું.

ઈન્દરના પ્રથમ પત્ની સોનલનાં પિતાના જણાવ્યા મુજબ, ઈન્દરને કોઈ પ્રકારનો રોગ નહોતો.

એમનાં અંત સમયે એમને સોનલથી થયેલી પુત્રી ખુશી તથા બીજી પત્ની પલ્લવી હાજર હતાં.

ઈન્દર મૂળ કોલકાતાના હતા, પણ એમનો જન્મ જયપુરમાં થયો હતો.

તેઓ એમની નવી ફિલ્મ ‘ફટ પડી હૈ યાર’ ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા હતા.

એમના અંતિમ સંસ્કાર આજે સાંજે અંધેરીના યારી રોડ વિસ્તારસ્થિત સ્મશાનભૂમિમાં કરવામાં આવ્યા હતા.

20 વર્ષની કારકિર્દીમાં ઈન્દર કુમારે માસૂમ (1996), કહીં પ્યાર ના હો જાયે (2000), મા તુઝે સલામ (2002), પેઈંગ ગેસ્ટ્સ (2009) અને યે દૂરિયાં (2011), ખિલાડીયોં કા ખિલાડી, કુંવારા, બાગી ફિલ્મોમાં કામ કર્યું હતું.

ઈન્દર કુમારે ટીવી સિરિયલ ‘ક્યૂંકી સાસ ભી કભી બહુ થી’માં થોડાક સમય માટે મિહીર વિરાણીની ભૂમિકા પણ કરી હતી.

તે છતાં એમની કારકિર્દી વિવાદાસ્પદ પણ રહી હતી. 2014માં એક 23-વર્ષીય મોડેલ-કમ-અભિનેત્રીને બોલીવૂડની ફિલ્મોમાં મુખ્ય ભૂમિકા અપાવવાના બહાને એની પર બળાત્કાર કરવાની તે યુવતીની ફરિયાદ પરથી પોલીસે ઈન્દરની ધરપકડ કરી હતી. જોકે પોતે નિર્દોષ છે એવું ઈન્દર કહેતા રહ્યા હતા.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS