Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

મુંબઈ – અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય-બચ્ચન બોલીવૂડમાં નંબર-1 સ્ટાર કપલ ગણાય છે.

આ બંનેએ પોતપોતાનાં જીવનસાથી તરીકે સહ-કલાકાર ઉપર જ પસંદગી ઉતારી છે.

આવો જ નિર્ણય અભિષેકનાં પિતા અમિતાભ બચ્ચન અને માતા જયા બચ્ચને એમની યુવાનીમાં લીધો હતો. 1973માં આવેલી ફિલ્મ ‘અભિમાન’ રીયલ-લાઈફના દંપતી – અમિતાભ-જયાની યાદગાર અને બેસ્ટ ફિલ્મ છે.

હાલમાં જ એવા સમાચાર હતા કે એક નિર્માતાએ ‘અભિમાન’ની રીમેકમાં કામ કરવાની અભિષેક અને ઐશ્વર્યાને ઓફર કરી હતી.

નવા સમાચાર એ છે કે અભિષેક અને ઐશ્વર્યાએ એ ઓફરને નકારી કાઢી છે.

એક ઈન્ટરવ્યૂમાં અભિષેકે એ માટે એવું કારણ આપ્યું હતું કે, ‘અભિમાન’ અત્યંત અસાધારણ ફિલ્મ છે. મારી મોમ અને ડેડએ સાથે મળીને જેટલી ફિલ્મો કરી હતી એ બધીમાં ‘અભિમાન’ મારી ફેવરિટ છે, પરંતુ એની રીમેક બનાવવી ખૂબ જ મુશ્કેલ કામ છે.

અભિષેકે વધુમાં કહ્યું કે, વચ્ચે એવી વાત હતી કે મને અને ઐશ્વર્યાને લઈને ‘અભિમાન’ની રીમેક બનાવવી જોઈએ. પણ અમે બંને પતિ-પત્નીનું માનવું છે કે ‘અભિમાન’ એટલી બધી સરસ મૂવી છે કે આપણે એની રીમેક બનાવવી ન જોઈએ. અમુક ફિલ્મોને તો એમ જ રહેવા દેવી જોઈએ. તમે એની રીમેક બનાવી જ ન શકો. તેથી, હાલને તબક્કે ‘અભિમાન’ની રીમેક જેવી કોઈ વાત નથી.

અભિષેક જે.પી. દત્તાની નવી ફિલ્મ ‘પલટન’માં દેખાશે જ્યારે ઐશ્વર્યા ‘ફેની ખાન’માં અનિલ કપૂર સાથે ચમકવાની છે.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS