Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

મુંબઈ – ‘દંગલ’ ફિલ્મના અભિનેતા આમિર ખાને આજે પોતાના ઘેરથી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા પુણેમાં એક કાર્યક્રમમાં હાજર રહેલાઓને જાણકારી આપી હતી કે એને પોતાને અને એની પત્ની કિરણ રાવને સ્વાઈન ફ્લૂ થયો છે એટલે પોતે કાર્યક્રમમાં હાજરી આપવા પુણે આવી શકે એમ નથી.

આમિર ખાન ‘સત્યમેવ જયતે વોટર કપ’ એવોર્ડ્સ અંગેના કાર્યક્રમ માટે ઉપસ્થિત થવાનો હતો, પણ એણે વીડિયો કોન્ફરન્સ દ્વારા જાણકારી આપી હતી કે પોતાને H1N1 વાયરસ થયો છે, જેને સામાન્ય રીતે સ્વાઈન ફ્લૂ તરીકે ઓળખવામાં આવે છે.

આ કાર્યક્રમમાં મહારાષ્ટ્રના ગવર્નર વિદ્યાસાગર રાવ, બોલીવૂડ એક્ટર શાહરૂખ ખાન, મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, નીતા અંબાણી પણ ઉપસ્થિત રહ્યા હતા.

આમિર ખાન વીડિયો નિવેદન કરી રહ્યો હતો ત્યારે કિરણ રાવ એની બાજુમાં જ ઊભાં હતાં.

ફિલ્મ સમીક્ષક અનુપમા ચોપરા, જે પુણેના કાર્યક્રમમાં હાજર હતાં, એમણે કહ્યું કે કિરણ રાવને પણ સ્વાઈન ફ્લૂ થયો છે.

(જુઓ આમિર ખાનનું વીડિયો નિવેદન)


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS