Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

નવી દિલ્હી – ભારતમાં NRI (નોન-રેસિડેન્ટ ઈન્ડિયન્સ)ના લગ્નની નોંધણી માટે આધાર કાર્ડની જરૂરિયાતને ફરજિયાત બનાવવી જોઈએ એવી એક કેન્દ્રીય આંતર-મંત્રાલય સમિતિએ વિદેશ મંત્રાલયને ભલામણ કરી છે. લગ્ન કરીને જીવનસાથીને તરછોડી દેવાના તેમજ લગ્નજીવનને લગતા બીજા પ્રશ્નોનો નિવેડો લાવવા માટે આવી ભલામણ કરવામાં આવી છે.

ભારતીય પાસપોર્ટ ધારકો દ્વારા ભારતમાં આવીને લગ્ન કરવાની ઘટનાઓ અંગે ખાસ સમિતિએ અભ્યાસ કર્યો હતો. સમિતિના પ્રસ્તાવ પાછળનો હેતુ NRI પતિઓ દ્વારા તરછોડી દેવાયેલી સ્ત્રીઓનાં અધિકારોનું રક્ષણ કરવા તેમજ વિદેશમાં ઘરેલુ હિંસા તથા દહેજને માટે સતામણીનો ભોગ બનતી સ્ત્રીઓને રક્ષણ આપવા માટેનો છે.

સમિતિએ એવી ભલામણ કરી છે કે ભારતમાં NRI લગ્નોની નોંધણી માટે આધાર કાર્ડ નંબરને ફરજિયાત કરવો જોઈએ.

NRI લોકો, ઓવરસીઝ સિટીઝન્સ ઓફ ઈન્ડિયા અને પર્સન્સ ઓફ ઈન્ડિયન ઓરિજીન લોકોને આધાર યોજનામાં સામેલ કરવા માટે યૂનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા એક નીતિ ઘડી રહી છે. આ એજન્સીએ દેશમાં આધાર કાર્ડ યોજના શરૂ કરી છે. હાલ, ભારતીય નાગરિકો ઉપરાંત કાયદેસર વિઝા ધરાવતા વિદેશીઓ સહિત તમામ રહેવાસીઓ આધાર નંબર મેળવી શકે છે.

આ સમિતિએ બીજી પણ એક મહત્વની ભલામણ કરી છે કે ભારતે અનેક દેશો સાથે તેની પ્રત્યાર્પણ અંગેની સમજૂતીઓમાં સુધારો કરવો જોઈએ અને આરોપીનો કબજો મેળવી શકાય એ માટે સમજૂતીમાં ઘરેલુ હિંસાનો સમાવેશ કરવો જોઈએ.

એક અધિકારીનું કહેવું છે કે હાલ NRI દ્વારા લગ્નોના કિસ્સાઓમાં ગુનેગારને પકડવાનું બહુ મુશ્કેલ હોય છે, કારણ કે એમનું ભારતમાં કોઈ સરનામું જ હોતું નથી તેથી એમને નોટિસ મોકલી શકાતી નથી.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS