Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

નવી દિલ્હી– કેન્દ્રીય નાણાંપ્રધાન અરુણ જેટલીએ અર્થવ્યવસ્થાના વિવિધ પાસાઓ પર નોટબંધીની અસર અંગે આંકડા રજૂ કર્યા હતા. નાણાંપ્રધાન અરુણ જેટલીએ પત્રકાર પરિષદ કરીને કહ્યું હતું કે નોટબંધી પછી કરવેરાની વસૂલીમાં ખાસ્સો વધારો નોંધાયો છે. જો કે આ કાચા આંકડા છે, પણ બજેટમાં વાસ્તવિક આંકડાઓ રજૂ કરવામાં આવશે.

જેટલીએ કહ્યું છે કે નવેમ્બરમાં રાજ્યોની વેટની વસુલાત વધી છે. ડિસેમ્બરમાં ફકત કસ્ટમ ડયૂટીની આવક 6 ટકા ઘટી છે, કારણ કે તે સમય દરમિયાન સોનાની આયાતમાં ઘટાડો થયો હતો. નોટબંધીની જીડીપી પર અસરને લઈને પુછાયેલા સવાલના જવાબમાં જેટલીએ જણાવ્યું હતું કે અત્યાર સુધી કરવેરાના આંકડા આપણી સામે આવ્યા છે. જ્યારે જીડીપીના આંકડા આવશે ત્યારે તેના પર ચર્ચા કરીશું. પેટ્રોલ પંપો પર કાર્ડ પેમેન્ટમાં વસુલવામાં આવતાં ચાર્જથી બેંકોની સામે પેટ્રોલપંપોમાં નારાજગી છે. નાણાપ્રધાન જેટલીએ કહ્યું કે સરકાર પેટ્રોલિયમ મંત્રાલય અને બેંકોના સંપર્કમાં છે, અને આ મુદ્દાને ઝડપથી ઉકેલી લેવાશે.

એપ્રિલ-ડિસેમ્બર-2015ની સરખામણીએ એપ્રિલ-ડિસેમ્બર-2016માં કરવેરાની વસુલાત વધી છે. જે નીચે મુજબ છેઃ

– ડાયરેક્ટ ટેક્સની વસુલાત 12.01 ટકા વધી છે
-ઈનડાયરેક્ટ ટેક્સની વસુલાત 25 ટકા વધી છે
– સર્વિસ ટેક્સની વસુલાત 23.9 ટકા વધી છે
– કસ્ટમ ડયૂટીની વસુલાત 4.1 ટકા વધી છે
– એક્સાઈઝ ડ્યૂટી 43 ટકા વધી છે

ડિસેમ્બર મહિનાના આંકડા પર એક નજર કરીએ…

– કસ્ટમ ડયૂટીમાં 6 ટકાનો ઘટાડો નોંધાયો છે
– સેન્ટ્રલ એક્સાઈઝ ડયૂટી 31.6 ટકા વધી છે
– સર્વિસ ટેક્સની વસુલાત 12.4 ટકા વધી છે
– કુલ ઈનડાયરેક્ટ ટેક્સ 12.8 ટકા વધી છે


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS