Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

અમદાવાદ–  રાજ્યસભા ચૂંટણીના પડછાયા વધુને વધુ લંબાઇ રહ્યાં છે. એક મહત્ત્વના ઘટનાક્રમમાં કોંગ્રેસના જે સાત ધારાસભ્યે ક્રોસવોટિંગ કર્યું હતું તે સૌએ ગૃહ અધ્યક્ષ રમણલાલ વોરાને પોતાનાં રાજીનામાં સોંપ્યાં હતાં. ગુરુવારે રાત્રે રમણલાલ વોરાના નિવાસસ્થાને જઇને કોઇપણ દબાણ કે ધાકધમકી વિના પોતાની રાજીખુશીથી કોંગ્રેસ પક્ષમાંથી સ્વૈચ્છિક રાજીનામું આપ્યું હોવાનું આ સાત ધારાસભ્યોએ જણાવ્યું હતું. રમણલાલ વોરા સત્તાવાર આ માહિતી આપી હતી.

આ સાત ધારાસભ્યોમાં, માણસા ધારાસભ્ય અમિત ચૌધરી, ગોધરાના ધારાસભ્ય સી કે રાઉલજી, જામનગર ગ્રામ્યના ધારાસભ્ય રાધવજી પટેલ, જસદણના ધારાસભ્ય ભોળાભાઇ ગોહિલ, સાણંદના ધારાસભ્ય કરમશી પટેલ, જામનગર ઉત્તરના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા, બાયડના મહેન્દ્રસિંહ શંકરસિંહ વાઘેલાનો સમાવેશ થાય છે.

આ સાતે ધારાસભ્ય કોંગ્રેસ સામે બળવો પોકારી ચૂકેલા દિગ્ગજ નેતા શંકરસિંહ વાઘેલાના જૂથના માનવામાં આવે છે. તેઓએ રાજ્યસભા ચૂંટણી દરમિયાન પક્ષના આદેશને અવગણી અહેમદ પટેલને મત આપ્યો ન હતો. તે સામે કોંગ્રેસે કાર્યવાહી કરતાં તેઓની છ વર્ષ માટે પક્ષમાંથી હકાલપટ્ટી કરી દીધી હતી. જેને પગલે અપેક્ષિતપણે આ ધારાસભ્યોના રાજીનામાં પડ્યાં હતાં. આગામી મહિનાઓમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ જાહેર થનાર છે ત્યારે આ સાતે ધારાસભ્યો ટૂંકસમયમાં ભાજપમાં જોડાઇ જશે.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS