Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

નવી દિલ્હીઃ સંસદમાં રજૂ કરવામાં આવેલા આર્થિક સર્વેક્ષણમાં કહેવામાં આવ્યું છે કે 2016-17માં 6.75 ટકા આર્થિક વૃદ્ધિના અનુમાનના ઉંચા સ્તરે 7.5 ટકા જીડીપી વૃદ્ધિ પ્રાપ્ત થવી અઘરી છે. સર્વેક્ષણમાં કહેવામાં આવ્યું કે આ સમસ્યા રૂપિયાના વિનિમય મૂલ્યમાં તેજી, કૃષિ ઋણ માફી અને જીએસટીને લાગુ કરવા સંબંધિત શરૂઆતી પડકારોના કારણે હશે.

આ પ્રથમ એવો પ્રસંગ છે કે જ્યારે સરકારે કોઈ નાણાકીય વર્ષ માટે આર્થિક સર્વેક્ષણ રીપોર્ટ બે વાર પ્રસ્તુત કર્યા છે. નાણાપ્રધાન અરુણ જેટલીએ 2016-17 માટે પ્રથમ આર્થિક સર્વેક્ષણ 31 જાન્યુઆરી 2017ના રોજ લોકસભામાં રજૂ કરવામાં આવ્યું હતુ કારણ કે આ વખતે સામાન્ય બજેટ ફેબ્રુઆરીની શરૂઆતમાં જ રજૂ કરાયું હતું.

જાન્યુઆરીમાં રજૂ કરવામાં આવેલા સર્વેક્ષણમાં વર્ષ 2016-17 દરમિયાન આર્થીક વૃદ્ધિ દર 6.75 થી 7.5 ટકા રહેવાનું અનુમાન લગાવવામાં આવ્યું હતુ. રીપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ સમયે ધીરાણ નીતિને નરમ બનાવવા માટેનો રસ્તો વધારે સરળ કરવાની પ્રસ્તાવના વધારે સારી છે. તો આ સાથે જ બેંકો અને કંપનીઓની બેલેંસ શીટની સમસ્યાઓને દૂર કરવા માટે દીવાલા કાયદા જેવા સુધારવાદી નિર્ણયોથી અર્થવ્યવસ્થાને પોતાની પૂરી ક્ષમતાનો લાભ ઉઠાવવાનો અવસર જલદી પ્રાપ્ત કરવા માટે મદદરૂપ થશે.

સર્વેક્ષણમાં કહેવામાં આવ્યું કે અર્થચક્ર સાથે જોડાયેલી પરિસ્થિતિઓ સંકેત આપી રહી છે કે રીઝર્વ બેંકના નીતિગત દરો હકીકતમાં સ્વાભાવિક આર્થિક વૃદ્ધિના વાસ્તવિક દરોથી ઓછી હોવી જોઈએ. એ વાત સ્પષ્ટ છે કે ધીરાણ નીતિ સરળ રહેવાની (છૂટછાટ) આવવાની શક્યતાઓ વધારે છે.

આર્થિક સર્વેક્ષણમાં કહેવામાં આવ્યું છે કે જીડીપી, ઔદ્યોગિક ઉત્પાદન સૂચકઆંક આઈઆઈપી, રોકડ પ્રવાહ, રોકાણ અને ઉત્પાદન ક્ષમતા જેવા અનેક સંકેતોથી ખબર પડે છે કે 2016-17ની પ્રથમ ત્રિમાસીક ગાળાથી વાસ્તવિક આર્થિક વૃદ્ધિમાં નરમાશ આવી છે અને ત્રીજા ત્રિમાસિક ગાળાથી આ નરમાશ વધી ગઈ છે.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS