Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

મ્યાનમાર- અહીં યોજાયેલા ચાર દિવસીય પારંપરિક થિંગયાન વોટર ફેસ્ટિવલ દરમિયાન અફરાતફરી સર્જાતાં 285 લોકોના મોત થયાં છે. જ્યારે આશરે 1100 લોકો ઈજાગ્રસ્ત થયા છે. ચાર દિવસ સુધી ચાલેલા આ પારંપરિક ફેસ્ટિવલમાં ગત વર્ષની સરખામણીએ આ વર્ષે 13 ગણા વધારે લોકો મૃત્યુ પામ્યાં છે.

સ્થાનિક સમાચાર એજન્સી સિન્હુઆના જણાવ્યા પ્રમાણે આ વખતના વોટર ફેસ્ટિવલમાં 1200 ક્રાઈમ કેસ પણ નોંધવામાં આવ્યા છે. જેમાં હત્યા, માદક પદાર્થોનો ઉપયોગ, સામૂહિક હિંસા તેમ જ ગેરકાયદે હથિયાર રાખવા સહિતના વિવિધ ગુના નોંધવામાં આવ્યા છે.

જે 285 લોકોના મોત થયાં છે તેમાં 10 નેપીથા, 44 યાંગૂન, 36 માંડલે, 26 સાગેંગ, 11 તાનિનતેરઇ, 37 બાગો, 11 માગ્વે, 20 મોન સ્ટેટ, 17 રાખીને, 29 શાન અને 28 અયેયાવાડ્ડુ વિસ્તારના રહેવાસી છે.

આપને જણાવી દઇએ કે, આ વોટર ફોસ્ટિવલમાં દુનિયાભરમાંથી અનેક લોકો ભાગ લેવા આવે છે. મ્યાનમારમાં આ ફેસ્ટિવલનું પારંપરિક મહત્વ છે. જેમાં લોકો પાણીના ફુવારામાં મહોત્સવની ઉજવણી કરે છે. જેવી રીતે ઉનાળાની સિઝનમાં ભારત સહિત અન્ય દેશોમાં પુલ પાર્ટીનું આયોજન કરવામાં આવે છે, તેમ મ્યાનમારમાં ઉનાળા દરમિયાન જલ મહોત્સવનું વિશેષ મહત્વ છે. આ દરમિયાન દેશમાં જાહેર રજા રાખવામાં આવે છે. દેશવિદેશથી આવેલા અનેક પર્યટક આ મહોત્સવ દરમિયાન એકબીજા પર રંગબેરંગી પાણીની છોળો ઉડાડી ઉત્સવની મજા માણે છે. જોકે ઘણી વાર આ પાણીની છોળો લોકોના જીવ માટે જોખમરુપ પણ બની જાય છે.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS