Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

વડોદરા- તાજેતરમાંવર્લ્ડ હેરિટેજ ડેની ઉજવણી કરવામાં આવી છે ત્યારે બીજી તરફ એસએસજી હોસ્પિટલમાં વડોદરાના હેરિટેજ સ્થાપત્યોમાં ગણી શકાય તેવા 100 વર્ષ જૂના બિલ્ડિંગને તોડી પાડીને તેના સ્થાને નવું બિલ્ડિંગ બનાવવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી છે.

મધ્ય ગુજરાતની એક માત્ર સૌથી મોટી સરકારી હોસ્પિટલ એવી નામાંકિત એસ. એસ. જી હોસ્પિટલ, જે છેલ્લા 100 વર્ષ કરતાં વધુ સમયથી શહેર તથા તેની આસપાસના નાના મોટા ગામડાંઓ તેમ જ નજીકના રાજ્યોના દર્દીઓને ગંભીર બીમારીઓના નિવારણ માટે સારવાર આપી રહી છે.

સયાજી હોસ્પિટલનું હૃદય ગણાતી સુપ્રિટેન્ડન્ટ ઓફિસ જેનું નિર્માણ મહારાજા સયાજીરાવ ગાયકવાડ 3 દ્વારા ઇ.સ 1917માં સ્ટેટ જનરલ હોસ્પિટલના સંચાલન માટે કરવામાં આવ્યું હતું. તેની પ્રાચીન ઇમારતને બચાવવાનું તો દૂર પરંતુ હોસ્પિટલના સત્તાધીશો પ્રાચીન ઇમારત તોડી ફાઇવ સ્ટાર હોટલ જેવી ઓફિસ બનાવી તેમાં બેસવાનું મન બનાવી તોડવાનું કામ શરુ કરી રહ્યાં છે.  કરોડોના ખર્ચે હોસ્પિટલમાં ચાલી રહેલા રીનોવશનના કામમાં 100 વર્ષ જૂની પ્રાચીન ઇમારાતનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેને જમીનદોસ્ત કરી નવી ઇમારત ઊભી કરાશે.

 

સયાજી હોસ્પિટલના પટાંગણમાં આવેલી આ ઇમારતનું નિર્માણ મહારાજ સયાજીરાવ ગાયકવાડ ત્રીજા દ્વારા વર્ષ 1917ની સાલમાં કરવામાં આવ્યું હતું. તે સમયે આ  ઇમારત રૂ. 4,95,100ના ખર્ચે બનાવવામાં આવી હતી. જેના એકઝિક્યુટિવ ઇજનેર વી.આર તલવાલકારના નેજા હેઠળ આ ઇમારત બનાવવામાં આવી હતી. જ્યાં દર્દીઓના બિલ મંજૂર કરવામાં આવે છે અને કોઇપણ પ્રકારની સહાય અંગે માહિતી પુરી પાડવામાં આવે છે, તેવી ઇમારતનુ સ્થળાંતર કરતા હોસ્પિટલમાં આવતાં દર્દીઓને ભારે મુશ્કેલી પણ વેઠવી પડી રહી હોવાની વિગતો જાણવા મળી રહ્યું છે.

આ બીલ્ડિગ હેરિટેજ નથી. આ ઇમારત 100 વર્ષ જૂની છે, પરંતુ તેનો સમાવેશ હેરિટેજ બિલ્ડિંગમાં કરવામાં આવ્યો નથી. હોસ્પિટલમાં આવેલો ગાયનેક વોર્ડ હેરિટેજ છે, જેથી તેને તોડવામાં નહીં આવે. (ડો. રાજીવ દેવેશ્વર- એસ.એસ.જી હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ)


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS