Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

દેહરાદૂન –  વિરાટ કોહલીએ સગાઈના અહેવાલોને ફગાવી દીધા છે અને ટીવીટ કરીને  કહ્યું છે કે – ‘જો અમે સગાઈ કરીશું તો કોઈથી છુપાવીશું નહીં’.

ભારતની ક્રિકેટ ટેસ્ટ ટીમનો કેપ્ટન વિરાટ કોહલી અને બોલીવૂડ અભિનેત્રી અનુષ્કા શર્મા 31મી ડિસેંબરનો દિવસ સાથે મળીને વિતાવવાના છે અને 1લી જાન્યુઆરીએ સગાઈ કરી લેવાનાં છે એવા અહેવાલ મીડિયામાં ચમકતા વિરાટ કોહલીએ ટ્વીટ કરીને આ અહેવાલોને ફગાવી દીધા છે.

દેશની અનેક ચેનલ અને વેબસાઈટ પર વિરાટ-અનુષ્કાની સગાઈનાં અહેવાલ ચમકતા રહ્યાં હતા.આખરે વિરાયે ટ્વીટર પર તેની સ્પટતા કરી હતી.

ન્યૂઝ 18 અને એની ચેનલ પ્રદેશ 18ના અહેવાલ મુજબ, “કોહલી નવા વર્ષના દિવસ, 1 જાન્યુઆરીએ એની ગર્લફ્રેન્ડ અનુષ્કા સાથે સગાઈ કરવાનો છે.સગાઈનો પ્રસંગ ઉત્તરાખંડમાં નરેન્દ્ર નગરસ્થિત હોટેલ આનંદમાં યોજાય એવી ધારણા છે. જોકે આ વિશે કોહલી કે અનુષ્કા તરફથી કોઈ સત્તાવાર જાહેરાત કરાઈ નથી.અગાઉ, અનુષ્કા અને વિરાટે હિલ સ્ટેશનોવાળા ઉત્તરાખંડમાં એમના વેકેશનની અનેક ઝલક દર્શાવતી તસવીરો સોશિયલ મિડિયા પર શેર કરી છે. એક તસવીરમાં તેઓ એક પૂજારી સાથે દેખાય છે.બંનેની સગાઈના પ્રસંગે બચ્ચન, અંબાણી અને કપૂર પરિવારોનાં સભ્યો હાજર રહે એવી ધારણા છે.કહેવાય છે કે અનુષ્કાનાં નિકટનાં મિત્રો અને પરિવારજનો હોટેલ આનંદમાં જ રહે છે અને સગાઈની તૈયારીઓ શરૂ કરી દીધી છે.”

ઉપરોક્ત અહેવાલને પાયા વિહોણાં ગણાવી વિરાટે કહ્યું છે કે તે સગાઈ કરશે ત્યારે કોઈથી છૂપાવશે નહીં.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS