Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

મુંબઈ – જેની લાંબા સમયથી રાહ જોવાતી હતી તે વિદ્યા બાલન અભિનીત આગામી હિન્દી ફિલ્મ તુમ્હારી સુલુનું ટ્રેલર આજે રિલીઝ કરવામાં આવ્યું છે. એની વિશેષતા છે રેડિયો જોકી તરીકે સેક્સી સ્વરમાં બોલતી વિદ્યા બાલન છે.

ટીઝરમાં વિદ્યા એક લૂપ ઉપર સેક્સી સ્વરમાં બોલતી જોઈ શકાય છે.

રેડિયો જોકી બનવા માટે વ્યક્તિનો અવાજ ખૂબ મહત્વ ધરાવે છે. હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં અવ્વલ દરજ્જાની અભિનેત્રી બની ચૂકેલી વિદ્યા તુમ્હારી સુલુ ફિલ્મમાં સાડી પહેરેલી, સીધી-સાદી ગૃહિણીનો રોલ કરી રહી છે અને રેડિયો જોકી બનવા માટે આવી હોય છે. ટીઝરમાં વિદ્યાને સેક્સી સ્વરમાં બોલતી બતાવવામાં આવી છે અને સામે છેડે વ્યક્તિઓને અવાજમાં વધુ રસ પડે છે અને તેઓ જાણે વધુ સાંભળવા ઈચ્છતા હોય એવા એમના હાવભાવ છે. ટીઝર જોઈને કોઈને પણ ફિલ્મ જોવાનું મન થઈ આવે કે ફિલ્મમાં વિદ્યાનો રોલ વધુ કેવો હશે.

તુમ્હારી સુલુ ફિલ્મનું શૂટિંગ માત્ર ૪૨ દિવસમાં જ પૂરું કરવામાં આવ્યું છે.

આ ફિલ્મ આ વર્ષની ૧ ડિસેંબરે થિયેટરોમાં રિલીઝ કરાશે.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS