Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

મુંબઈ – બોલીવૂડ સુુપરસ્ટાર સલમાન ખાનને આ વખતની ઈદમાં સફળતા મળી નથી. એની નવી ફિલ્મ ‘ટ્યૂબલાઈટ’ બોક્સ ઓફિસ પર જોરદાર રીતે પીટાઈ ગઈ છે. એને કારણે વિતરકોને રૂ. 55 કરોડની ખોટ ગઈ હોવાનું કહેવાય છે.

‘ટ્યૂબલાઈટ’ની કંગાળ વાર્તા અને ઢંગધડા વગરના દિગ્દર્શનને કારણે સલમાનના કટ્ટર ચાહકોને પણ આ ફિલ્મ પસંદ પડી નથી.

‘ટ્યૂબલાઈટ’નું નિર્માણ સલમાન ખાને પોતે જ કર્યું છે. સલમાન ખાન ફિલ્મ્સ કંપનીએ આ ફિલ્મ પ્રોડ્યૂસ કરી છે.

વિતરકોએ એમને કરોડો રૂપિયાનું આર્થિક નુકસાન ગયું હોવાની સલમાન સમક્ષ રજૂઆત કરી હતી અને અહેવાલો જો સાચા હોય તો સલમાન અને એના પરિવારે વિતરકોને રૂ. 55 કરોડ ચૂકવી દેવાનું કહ્યું હોવાનું સૂત્રોનું કહેવું છે.

દરમિયાન, સલમાન હાલ એની નવી ફિલ્મ ‘ટાઈગર ઝિંદા હૈ’ના શૂટિંગમાં વ્યસ્ત છે.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS