Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

મુંબઈ – જાગતિક મહિલા દિવસે બોલીવૂડ નિર્માતા રામગોપાલ વર્માએ કરેલી એક વાંધાજનક ટ્વીટનો અભિનેત્રી સની લિઓનીએ આજે જવાબ આપ્યો છે. એણે કહ્યું છે કે લોકોએ એમના શબ્દોનો ઉપયોગ સમજદારીપૂર્વક કરવો જોઈએ.

સનીએ એક વિડિયો બહાર પાડીને કહ્યું હતું, પરંતુ એમાં રામગોપાલ વર્માનું નામ ઉચ્ચાર્યું નથી.

ઉલ્લેખનીય છે કે રામગોપાલ વર્માએ એક ટ્વીટમાં આમ કહ્યું હતું; ‘હું ઈચ્છું છું કે દુનિયામાં તમામ સ્ત્રીઓ પુરુષોને એવી ખુશી આપે જેવી સની લિઓની આપે છે.’

આવું ટ્વીટ કર્યા બાદ સોશિયલ મિડિયા પર વર્મા પર ટીકાનો મારો ચાલ્યો હતો. ગોવામાં એક મહિલા સામાજિક કાર્યકરે પોલીસમાં વર્મા વિરુદ્ધ ફરિયાદ પણ નોંધાવી હતી. અંતે વર્માએ માફી પણ માગી લીધી છે.

(જુઓ સની લિઓનીનું ટૂંકું વિડિયો નિવેદન)…


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS