Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

મુંબઈ – ‘સિંઘમ’ની ત્રીજી આવૃત્તિમાં મુખ્ય નાયક અજય દેવગન નહીં હોય, પણ સની દેઓલ હશે.

‘સિંઘમ’ ફિલ્મ તામિલ અભિનેતા સૂર્યાની તામિલ ફિલ્મ ‘Si3’ની રીમેક હશે.

ત્રીજી ‘સિંઘમ’નું દિગ્દર્શન કે. રવિચંદ્રન કરશે.

રોહિત શેટ્ટીની ફ્રેન્ચાઈઝ સિંઘમની આગલી બંને ફિલ્મો દર્શકોને ઘણી પસંદ પડી હતી, જેમાં અજય દેવગન બહાદુર પોલીસ અધિકારીનો રોલ કર્યો હતો.

જ્યારે ‘સિંઘમ 3’ બનાવવાની જાહેરાત કરાઈ હતી ત્યારે એવું જ મનાયું હતું કે અજય દેવગન જ એમાં મુખ્ય ભૂમિકા કરશે.

પરંતુ, હવે આશ્ચર્યજનક વાત છે કે દેવગન નવી ફિલ્મનો હીરો નહીં હોય. અહેવાલો અનુસાર, એનું સ્થાન સની દેઓલે લીધું છે.

‘સિંઘમ 3’માં દિગ્દર્શક પણ નવા હશે – કે. રવિચંદ્રન.

કહેવાય છે કે, સની દેઓલને જ્યારે આ ફિલ્મમાં કામ કરવાની ઓફર મળી હતી ત્યારે એણે દેવગનને ફોન કર્યો હતો અને એની પરવાનગી માગી હતી. દેવગને સંમત્તિ દર્શાવી હતી.

નિર્માતાઓ હવે સની દેઓલની સાથે હીરોઈન પણ કોઈક નવી જ લેવા માગે છે. એમણે હજી સુધી નામ જાહેર કર્યું નથી.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS