Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

મુંબઈ – રીશી કપૂર, કાજોલ, મનીષ મલ્હોત્રા જેવી જાણીતી ફિલ્મી હસ્તીઓએ બોલીવૂડની હવા હવાઈ ગર્લ અને દિગ્ગજ અભિનેત્રી શ્રીદેવીને આજે એમનાં 54મા જન્મદિન નિમિત્તે શુભેચ્છા આપી હતી.

આ હસ્તીઓએ શ્રીદેવીને ભારતીય સિનેમાનાં ‘અસલી ખજાના’ તરીકે ઓળખાવ્યાં છે.

શ્રીદેવીએ હિન્દી સિનેમામાં લોકપ્રિયતા હાંસલ કરવા ઉપરાંત તામિલ, તેલુગૂ, મલયાલમ અને કન્નડ ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

શ્રીદેવીએ 15 વર્ષના સમયગાળા બાદ 2012માં ‘ઈંગ્લિશ વિંગ્લિશ’ ફિલ્મ સાથે બોલીવૂડમાં એમની બીજી ઈનિંગ્ઝ શરૂ કરી હતી.

2013માં એમને ભારત સરકાર દ્વારા ‘પદ્મશ્રી’થી સમ્માનિત કરવામાં આવ્યાં હતાં.

આ જ વર્ષની શરૂઆતમાં શ્રીદેવી એમનાં હોમ પ્રોડક્શનની ‘મોમ’ ફિલ્મમાં ચમક્યાં હતાં.

શ્રીદેવીએ 1978માં ‘સોલવાં સાવન’ ફિલ્મ સાથે બોલીવૂડમાં એન્ટ્રી કરી હતી.

1983માં ‘હિમ્મતવાલા’ ફિલ્મે એમને બેહદ લોકપ્રિયતા અપાવી હતી. ત્યારબાદ મવાલી, મિસ્ટર ઈન્ડિયા, ચાંદની, સદમા, ચાલબાઝ, લમ્હેં, ખુદા ગવાહ, લાડલા, જુદાઈ જેવી અનેક ફિલ્મોમાં પણ તેમનાં અભિનયને દર્શકોએ પસંદ કર્યો હતો.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS