Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

મુંબઈ – દિગ્દર્શક અભિષેક વર્મન નવી ફિલ્મ બનાવી રહ્યા છે ‘શિદ્દત’. અગાઉ ‘2 સ્ટેટ્સ’ ફિલ્મ બનાવનાર વર્મને આ ફિલ્મ માટે આલિયા ભટ્ટ અને વરુણ ધવનને મુખ્ય કલાકાર જોડી તરીકે પસંદ કર્યા છે.

આલિયા-વરુણની આ ચોથી ફિલ્મ હશે. આ પહેલાં તેઓ ‘સ્ટુડન્ટ ઓફ ધ યર’, ‘હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયા’ અને ‘બદ્રીનાથ કી દુલ્હનિયા’ ફિલ્મોમાં સાથે કામ કરી ચૂક્યાં છે.

‘શિદ્દત’માં આ બંનેની મુખ્ય ભૂમિકા હશે.

હવે એવા અહેવાલો છે કે ‘શિદ્દત’માં બે અન્ય મહત્વની ભૂમિકાઓ માટે શ્રીદેવી અને સંજય દત્તને પસંદ કરવામાં આવ્યાં છે. જો આ બંને કલાકાર વર્મનને સહમતિ દર્શાવશે તો શ્રીદેવી અને સંજય 25 વર્ષ પછી ફરી સ્ક્રીન પર સાથે અભિનય કરતાં જોવા મળશે. આ બંને જણ 25 વર્ષ અગાઉ ‘ગુમરાહ’ ફિલ્મમાં ચમક્યાં હતાં.

શ્રીદેવી એમની નવી ફિલ્મ ‘મોમ’ને કારણે હાલ સમાચારમાં છે.

‘શિદ્દત’ મલ્ટી-સ્ટારર ફિલ્મ હશે. સમર્થન વિહોણા અહેવાલો અનુસાર, આ ફિલ્મમાં સોનાક્ષી સિન્હા અને આદિત્ય રોય કપૂરને પણ મહત્વની ભૂમિકાઓ માટે ઓફર કરવામાં આવી છે.

‘શિદ્દત’નું નિર્માણ કરણ જોહરની ધર્મા પ્રોડક્શન્સ કરવાની છે.

એક વાત સાચી હોય તો ભૂતકાળમાં શ્રીદેવીએ એવા સોગંદ ખાધા હતાં કે પોતે સંજય દત્ત સાથે ફરી ક્યારેય કોઈ ફિલ્મમાં કામ નહીં કરે.

 

 

સંજય-શ્રીદેવી વચ્ચેની કડવાશવાળી ઘટના…

એ ઘટના 34 વર્ષ પહેલા બની હતી. એ વખતે શ્રીદેવી ટોચની એક્ટ્રેસ હતી અને હિમ્મતવાલા ફિલ્મનું શૂટિંગ કરતી હતી. સંજય દત્તની કારકિર્દી ત્યારે હજી શરૂ થઈ રહી હતી. હિમ્મતવાલાનું શૂટિંગ જ્યાં ચાલતું હતું ત્યાં સંજય પહોંચી ગયો હતો. શ્રીદેવી સેટ પર ન દેખાતાં એ સીધો શ્રીદેવીની રૂમમાં ઘૂસી ગયો હતો. એ ખૂબ નશામાં હતો. રૂમની અંદર જતાં જ એણે દરવાજો અંદરથી બંધ કરી દીધો હતો. સંજયે પોતે જ એક ઈન્ટરવ્યૂમાં આ વાત જણાવી હતી. સંજયે કહ્યું કે રૂમની અંદર જઈને સંજય શ્રીદેવીને શું બોલ્યો હતો અને એની સાથે કેવું વર્તન કર્યું હતું એ તેને યાદ નહોતું, પણ એના વર્તનથી શ્રીદેવી બહુ જ ડરી ગઈ હતી એવું તેણે કહ્યું હતું.

શ્રીદેવી ત્યારે નક્કી કર્યું હતું કે પોતે સંજય સાથે ક્યારેય કોઈ ફિલ્મમાં કામ નહીં કરે. તે છતાં મજબૂરીને કારણે શ્રીદેવીને ‘જમીન’ ફિલ્મ સાઈન કરવી પડી હતી. એમાં સંજય પણ હતો, પણ એણે નિર્માતા-દિગ્દર્શકને કહી દીધું હતું કે પોતે સંજય સાથે એકેય સીન નહીં કરે. જોકે એ ફિલ્મ ડબ્બામાં જ રહી હતી અને રિલીઝ થઈ નહોતી.

1993માં મહેશ ભટ્ટે એમની ગુમરાહમાં શ્રીદેવીને સાઈન કરી હતી, પણ એ પહેલાં ભટ્ટે સંજયને સાઈન કરી લીધો હતો. એ વખતે સંજય સફળતાના માર્ગ પર સવાર થઈ ચૂક્યો હતો અને શ્રીદેવી ધીમે ધીમે પોતાનો ચાર્મ ગુમાવી રહી હતી એટલે તેણે સંજય સાથે એ ફિલ્મ કરવાની હા પાડી હતી. ગુમરાહ ફિલ્મ હિટ નીવડી હતી અને સંજય-શ્રીદેવીની જોડીને દર્શકોએ પસંદ કરી હતી.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS