Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

મુંબઈ – તૈમૂર અલીને જન્મ આપ્યાના પાંચ મહિનામાં જ કરીના કપૂર-ખાને પોતાનાં શરીરનું 12 કિલોગ્રામ વજન ઘટાડી દીધું છે અને અભિનેતા સૈફ અલી ખાનની આ બેગમ હજી બીજાં આઠ કિલો ઘટાડવાની છે.

બોલીવૂડમાં નવી બનેલી મમ્મી કરીના તેની નવી ફિલ્મ ‘વીરે દી વેડિંગ’નું શૂટિંગ શરૂ થાય એ પહેલાં પોતાનાં શરીરનું વજન ઝડપથી ઘટાડી દેવા તત્પર છે.

બેબો કરીનાને વજન ઘટાડવામાં મદદ કરી રહી છે એની યોગા ઈન્સ્ટ્રક્ટર અનુષ્કા પરવાની.

અનુષ્કાએ આ પહેલાં જેક્લીન ફર્નાન્ડિઝ, મલાઈકા અરોરા, પરિણીતી ચોપરા અને હુમા કુરેશીને પણ એમનાં શરીરનું વજન ઘટાડવામાં સફળતા અપાવી હતી. હવે કરીના એમનું માર્ગદર્શન લઈ રહી છે.

સેલિબ્રિટી યોગ ઈન્સ્ટ્રક્ટર પરવાની આમ તો 2009ની સાલથી કરીનાને યોગવિદ્યાની તાલીમ આપી રહ્યાં છે. તેઓ યોગા ઈન્સ્ટ્રક્ટર બન્યાં એ પહેલાં કમર્શિયલ પાઈલટ હતાં, પરંતુ એક બાઈક અકસ્માતમાં એમને મલ્ટીપલ ફ્રેક્ચર્સ અને માથામાં ઈજા થયા બાદ એમણે તે ફિલ્ડ છોડી દીધું હતું, પરંતુ ફિઝિયોથેરાપી, યોગ અને દ્રઢમનોબળને કારણે તેઓ ફરી ચાલતાં થયાં હતાં. ત્યારબાદ તેઓ અષ્ટાંગ યોગ શીખ્યાં હતાં અને એ વિદ્યામાં પારંગત થઈ પોતાની કંપની શરૂ કરી હતી. કરીના ત્યારે એમની પહેલી વિદ્યાર્થિની હતી.

હવે આજે, અનુષ્કાની એ સ્ટુડન્ટ માતા બની ગઈ છે અને પ્રસૂતિ બાદ શરીરમાં ભેગી થયેલી ચરબી ઉતારવા માટે એમનું માર્ગદર્શન લેવા આવી છે.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS