Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

મુંબઈ – આગામી હિન્દી ફિલ્મ ‘રંગૂન’ ફિલ્મના પ્રચારમાં હાલ અભિનેત્રી કંગના રણૌત બહુ વ્યસ્ત છે. આ ફિલ્મમાં સહ-અભિનેતા શાહિદ કપૂર સાથે એનાં અનેક ઉત્તેજક પ્રેમદ્રશ્યો છે.

એક મુલાકાતમાં એ દ્રશ્યો વિશે પૂછતાં કંગનાએ કહ્યું કે એ દ્રશ્યો કરતી વખતે હું ખૂબ હેરાન થઈ ગઈ હતી. એ દ્રશ્યો મારે મન ટ્રેજેડી સમાન હતા.

કંગનાએ કહ્યું કે, મને ફિલ્મમાં ઉત્તેજક દ્રશ્યો કરવાનું ગમતું નથી. ‘રંગૂન’ વખતે એ દ્રશ્યો કરવાનું મારે મન બહુ કઠિન બન્યું હતું. જેમ કે તમારે કોઈ શખ્સની સાથે ઔપચારિક સંબંધ હોય અને અચાનક તમારે એને કિસ કરવી પડે… શાહિદની એ એક તો શાહિદની મોટી મૂછ એવી ડરામણી હતી કે મને એની સાથે કિસિંગ સીન કરવાનું મન જ થતું નહોતું, મારી ટ્રેજેડી ત્યાં ખતમ નહોતી થઈ. એનું નાક ગળતું હતું. મેં જ્યારે એને ગળતા નાક વિશે પૂછ્યું તો એણે કહ્યું હતું કે એણે કહ્યું કે એણે વેક્સ લગાડ્યું છે. શૂટિંગ વખતે શરદીને કારણે શાહિદના નાકમાંથી પાણી વહેતું હતું, એ પાણી એની મૂછોમાં ભરાઈ જતું હતું અને એ જ વખતે મને એની સાથે કિસિંગના દ્રશ્યો કરવાનું કહેવામાં આવ્યું હતું.

આવી પરિસ્થિતિ છતાં કંગનાએ એ સીન કર્યો હતો. કહેવાય છે કે, ‘રંગૂન’ના શૂટિંગ વખતે અને ત્યારબાદ ફિલ્મના પ્રચાર વખતે શાહિદ અને કંગનાને એકબીજા સાથે બહુ બનતું નહોતું.

‘રંગૂન’ આવતી 24 ફેબ્રુઆરીથી રિલીઝ થવાની છે. ફિલ્મમાં કંગના અને શાહિદ ઉપરાંત સૈફ અલી ખાન પણ મુખ્ય ભૂમિકામાં છે.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS