Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

મુંબઈ – દિગ્દર્શક કબીર ખાન એમની અત્યાર સુધીના મોટા બજેટવાળી એક ફિલ્મ બનાવી રહ્યા છે. એના હિરો તરીકે એમણે ઋતિક રોશનને પસંદ કર્યો છે.

ઋતિકની હિરોઈન તરીકે ત્રણ અભિનેત્રીઓનાં નામ ચર્ચામાં હતા – દીપિકા પદુકોણ, કેટરીના કેફ અને કૃતિ સેનન. પણ, ઋતિકે કેટરીના કૈફને જ લેવાનો આગ્રહ રાખ્યો હતો. કબીર ખાને એમના હિરોની માગણીને સ્વીકારી લીધી છે.

ઋતિક અને કેટરીના અગાઉ ‘બેન્ગ બેન્ગ’માં જોવા મળ્યાં હતાં.

સાજિદ નડિયાદવાલા નિર્મિત આ નવી ફિલ્મ સુપર એક્શન ડ્રામા હશે.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS