Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

મુંબઈ – ‘દંગલ’ ફિલ્મમાં હરિયાણવી કુસ્તીબાજનો રોલ કરીને દર્શકોની વાહ વાહ મેળવનાર અભિનેત્રી ફાતિમા સના શેખે કહ્યું છે કે મારે કમલ હાસન સર સાથે ફરી એક ફિલ્મમાં કામ કરવું છે.

ઉલ્લેખનીય છે કે ફાતિમા 1997માં આવેલી હિન્દી ફિલ્મ ‘ચાચી 420’માં બાળકલાકાર તરીકે કમલ હાસન સાથે કામ કરી ચૂકી છે.

ત્યારબાદ એણે ઘણી ટીવી સિરિયલોમાં અભિનય કર્યો હતો અને અમુક ફિલ્મોમાં નાનકડી ભૂમિકાઓ પણ કરી હતી.

ફાતિમા કહે છે, એ વખતે હું બહુ નાની હતી એટલે કમલ હાસન સર સાથે કામ કર્યાનું મને બહુ યાદ નથી. એટલું યાદ છે કે એ વખતે કામ કરવાની મજા આવી હતી. બાળક તરીકે તમે નિર્દોષ હો એટલે તમારે એક્ટિંગ વિશે બહુ વિચારવાનું હોય નહીં.

‘પણ હવે મને કમલ હાસન સર સાથે ફરી ફિલ્મમાં કામ કરવાની ઈચ્છા થઈ છે,’ એમ ફાતિમા કહે છે.

ફાતિમાએ ‘દંગલ’ ફિલ્મમાં હરિયાણાની ગોલ્ડ મેડલિસ્ટ કુસ્તીબાજ ગીતા ફોગાટનો રોલ ભજવ્યો છે. ફિલ્મમાં તે આમિર ખાનની પુત્રી બની છે.

ફાતિમાએ વધુમાં કહ્યું છે કે એ તમામ પ્રકારની ફિલ્મોમાં કામ કરવા માગે છે. એને એવા તમામ રોલ કરવા છે જે ચેલેન્જિંગ હોય અને રોમાંચક હોય.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS