Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page


મુંબઈ – આમિર ખાન અભિનીત ‘દંગલ’ ફિલ્મે બોલીવૂડના પાછલા તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે અને બોક્સ ઓફિસ પર સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ બની છે.

મહિલા કુસ્તીના વિષય પર આધારિત ‘દંગલે’ સૌથી વધુ કમાણી કરવામાં ‘પીકે’ ફિલ્મે કરેલા રેકોર્ડને તોડી નાખ્યો છે. આમિર ખાન અભિનીત ‘પીકે’ ફિલ્મે રૂ. 340.8 કરોડની કમાણી કરી હતી, પણ ‘દંગલ’ ફિલ્મે રિલીઝ થયાને હજી માત્ર ત્રણ અઠવાડિયા થયા છે અને એની કમાણીનો આંક રૂ. 345.3 કરોડ પર પહોંચી ગયો છે.

બોલીવૂડની ટોપ-3 ફિલ્મોમાં સલમાન ખાન અભિનીત ‘બજરંગી ભાઈજાન’ (રૂ. 316 કરોડ) બીજા પરથી ત્રીજા સ્થાને ધકેલાઈ ગઈ છે.

નીતેશ તિવારી દિગ્દર્શિત અને ગઈ 23 ડિસેંબરે રિલીઝ થયેલી સ્પોર્ટ્સ ડ્રામા ફિલ્મ ‘દંગલ’માં હરિયાણાના કુસ્તીબાજ મહાવીર સિંહ ફોગાટના વાસ્તવિક જીવનને પડદા પર રજૂ કરવામાં આવ્યું છે. ફિલ્મમાં આમિરે મહાવીર સિંહનું પાત્ર ભજવ્યું છે.

‘દંગલે’ 8 જાન્યુઆરીએ રૂ. 14.33 કરોડની કમાણી કરી હતી અને એ સાથે જ એની કમાણીનો કુલ આંકડો પહોંચી ગયો હતો રૂ. 345.33 કરોડ પર, એમ નિર્માતાઓ વતી જાહેર કરાયેલા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS