Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

મુંબઈ – સમગ્ર દુનિયાએ નવી સાલ 2017ના આગમનને આશા અને અપેક્ષા સાથે વધાવી લીધી છે ત્યારે હિન્દી ફિલ્મ જગત પણ એમાંથી બાકાત રહ્યું નથી.

બોલીવૂડની કેટલીક હસ્તીઓએ એમના પ્રશંસકો જોગ નવા વર્ષ માટે શુભેચ્છા સંદેશ તેમજ નવા વર્ષ માટે પોતે નક્કી કરેલા સંકલ્પ વ્યક્ત કર્યા છે.

કયા સ્ટાર કલાકારે શું સંકલ્પ કર્યો છે અને શુભેચ્છામાં શું કહ્યું એ વાંચોઃ

કેટરીના કૈફઃ હું માનસિક તાણ ઓછી રાખીશ અને ચિંતિત કે દુઃખી નહીં રહું. હું મહેનત કરવા પર ધ્યાન રાખીશ અને મગજને શાંત રાખીશ. ખુશ રહીશ.

આયુષમાન ખુરાનાઃ મારે નવા વર્ષમાં ઘણું વધારે કરવું છે જેમ કે, વધારે ફિલ્મો કરવી છે, વધારે ગીતો ગાવા છે.

શ્રુતિ હાસનઃ મારે સ્વયં તેમજ અન્યો માટે દયાળુ બનવું છે. પ્રેમ અને દયાભાવ રાખ્યા વગર સ્વયંમાં પરિવર્તન લાવવું મુશ્કેલ છે.

સુશાંત સિંહ રાજપૂતઃ મારે નિર્ભય બનીને રહેવું છે. કારણ કે સાધારણ રીતે અમે કલાકારો મરેલા કે ગભરૂની જેમ કામ કરતા હોઈએ છીએ.

વાણી કપૂરઃ નવા વર્ષમાં મારે પ્રવાસ વધારે કરવો છે, વિવિધ સંસ્કૃતિ અને પશ્ચાદભૂમિકા ધરાવતા લોકોને મળવું છે.

પરિણિતી ચોપરાઃ નવા વર્ષમાં મારે વિવિધ પ્રકારની કામગીરીઓ કરવી છે. જે કામ હું હાથમાં લઈશ એને પૂરું કરવા પર ધ્યાન કેન્દ્રિત કરીશ.

રાજકુમાર રાવઃ નવા વર્ષમાં મારે વધારે મહેનત કરવી છે. તદુપરાંત મારે વધારે પ્રવાસ પણ કરવો છે. કામ અને પ્રવાસ – આ જ મારું જીવન છે.

સની લિઓનીઃ મારે વધુ પ્રવાસ ખેડીને વિવિધ લોકોની સંસ્કૃતિઓ વિશે જાણકારી મેળવવી છે.

રાધિકા આપ્ટેઃ નવા વર્ષમાં મારે મારાં ક્રાફ્ટ અને પર્સનલ સ્ટડી માટે વધારે સમય ફાળવવો છે.

ડેઈઝી શાહઃ હું મારા આનંદ ઉપર જ ધ્યાન કેન્દ્રિત કરીશ, કારણ કે વીતી ગયેલા વર્ષમાં મેં એનાથી ઉલટું જ કર્યું હતું.

પૂજા હેગડેઃ નવા વર્ષમાં મારે નવું કૌશલ્ય શીખવું છે અને હસ્તગત કરવું છે. મારું માનવું છે કે પડકારોથી વ્યક્તિ વધુ પાકટ બને છે.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS