Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

મુંબઈ – ફિલ્મ નિર્માતા એસ.એસ. રાજામૌલીએ કહ્યું છે કે એમની સુપરહિટ નિવડેલી ફિલ્મ ‘બાહુબલી’નું શિર્ષક પાત્ર માત્ર દક્ષિણી ફિલ્મોના અભિનેતા પ્રભાસને ધ્યાનમાં રાખીને જ લખ્યું હતું.

ઉલ્લેખનીય છે કે બંને ‘બાહુબલી’ ફિલ્મમાં પ્રભાસની એક્ટિંગની વ્યાપક પ્રશંસા કરવામાં આવી છે.

‘બાહુબલી’ના કન્સેપ્ટ વિશે રાજામૌલીએ કહ્યું કે, ‘બાહુબલી’ પાત્ર ઉપર હું અને પ્રભાસ છેલ્લા દસ વર્ષથી કામ કરી રહ્યા હતા. અમે બેઉ ગાઢ મિત્રો છીએ. અમે આ પાત્ર અંગે કલાકોના કલાકો સુધી ચર્ચા કરતા હતા.

‘અમારી વચ્ચે સરસ તાલમેલ સધાયો હતો અને પ્રભાસને સમજાયું હતું કે યુદ્ધના વિષય પર કોઈ ફિલ્મ બનાવવી હોય તો એ માટે તમારામાં પ્રબળ ઈચ્છા હોવી જોઈએ, જે પ્રભાસમાં હતી. મેં જ્યારે એને કહ્યું કે તારે આ ફિલ્મ માટે દોઢેક વર્ષની ડેટ્સ આપવી પડશે તો એણે મને હસીને કહ્યું કે તમે દોઢ વર્ષમાં આ ફિલ્મ બનાવી જ નહીં શકો અને એણે સાડા ત્રણ વર્ષ સુધીનો મને સમય આપી દીધો હતો. ફિલ્મ બનતાં પાંચ વર્ષ લાગી ગયા હતા અને તે છેક સુધી મારી સાથે રહ્યો હતો,’ એમ રાજામૌલીએ કહ્યું હતું.

‘બાહુબલી 2: ધ કન્ક્લ્યૂઝન’ ફિલ્મે ભારતમાં બોક્સ ઓફિસની કમાણીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS