Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

મુંબઈ – બોલીવૂડ અભિનેતાઓ અર્જુન રામપાલ અને જેકી શ્રોફ ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી માટે પ્રચાર કરશે.

રામપાલે જોકે સ્પષ્ટતા કરી છે કે પોતે ભાજપમાં જોડાયો એ અફવાઓ ખોટી છે.

રામપાલ ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી કૈલાશ વિજયવર્ઘીયાને મળ્યો એને પગલે એવી અફવાઓ ફેલાઈ હતી કે એ ભાજપમાં જોડાઈ ગયો છે. એણે સ્પષ્ટતા કરી છે કે પોતે રાજકારણી નથી અને માત્ર ભાજપને સમર્થન વ્યક્ત કરવા માટે જ ઉપસ્થિત રહ્યો હતો.

રામપાલે પત્રકારોને વધુમાં જણાવ્યું કે પોતે કૈલાશને મળવા માટે તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નોટબંધી તથા સ્વચ્છ ભારત મિશન સહિતની નીતિઓને સમર્થન આપવા માટે અહીં આવ્યો હતો. હું નેતા નથી અને રાજકારણમાં જોડાયો નથી. હું ભાજપને મારું સમર્થન કેવી રીતે વ્યક્ત કરી શકું એ માટે અહીં મળવા આવ્યો છું.

ઉલ્લેખનીય છે કે, સંગીતકાર બેલડી સાજિદ-વાજિદ પણ તાજેતરમાં ભાજપમાં જોડાઈ ગયા હતા.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS