Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

મુલાકાત-વિડીયોઃ કેતન મિસ્ત્રી

મુંબઈ– આજકાલ બોલિવૂડમાં ચોરેને ચૌટે એક જ ચર્ચા ચાલી રહી છેઃ કોણ ફિલ્મી ખાનદાનમાંથી આવે છે ને કોણ નૉનફિલ્મી ખાનદાનમાંથી. ‘આઉટસાઈડર’ અથવા કોઈ પણ જાતનું ફિલ્મી કનેક્શન ન ધરાવનારને ઈન્ડસ્ટ્રીમાં સેટલ થવા અપાર સંઘર્ષ કરવો પડે છે, વગેરે. આ ચર્ચા જન્મી અભિનેત્રી કંગના રણોટે ‘કૉફી વિથ કરણ’ નામના ટીવી શોમાં કરણ જોહરને સગાંવાદનો આગેવાન કહ્યો ત્યારથી.

આ અંગે જાણીતી અભિનેત્રી અનુષ્કા શર્માએ ‘ચિત્રલેખા’ને આપેલી એક વિશેષ મુલાકાતમાં જણાવ્યું કે હું આઉટસાઈડર હોવા છતાં મને ઈન્ડસ્ટ્રીમાં પગભર થવામાં કોઈ તકલીફ પડી નથી. અનુષ્કાના જણાવવા મુજબ, મને હિંદી સિનેમાના મોટા અને સમ્માનીય નિર્માતા યશરાજના આદિત્ય ચોપરાએ તક આપી. હું કોઈ પણ ફિલ્મી બેકગ્રાઉન્ડમાંથી આવતી ન હોવા છતાં એમણે મને ‘રબને બનાદી જોડી,’ ‘લેડીસ વર્સીસ રિકી બહેલ,’ ‘બેન્ડ બાજા બરાત’ જેવી ફિલ્મોમાં તક આપી. મને જ નહીં, એમણે રણવીરસિંહ, પરીણિતી ચોપરા જેવા અનેક કલાકારોને તક આપી.

અનુષ્કાએ ઉમેર્યું કે બીજા બિઝનેસની જેમ આ પણ એક બિઝનેસ છે અને હોવો પણ જોઈએ. અહીં કોઈ કોઈનું સગું નથી. પ્રેક્ષક તમને સ્વીકારે, તમારી ફિલ્મ સારો બિઝનેસ કરે તો તમે ઈન છો, અન્યથા આઉટ. ઈન્ડસ્ટ્રીમાં ક્યાંક કોઈક એવું હશે, પણ એના કારણે આખી ઈન્ડસ્ટ્રીને વગોવવી ઠીક નથી. આઉટસાઈડર હોવા છતાં મને કોઈ દિવસ કોઈ જાતની સમસ્યાનો સામનો કરવો પડયો નથી, પણ એનો અર્થ એ નહીં કે કોઈની (કંગના રણોટની એમ વાંચો) વ્યથાને આપણે નજરઅંદાજ કરીએ.

અનુષ્કા શર્મા, દિલજિત દોસાંજ તથા અન્ય કલાકારો હાલ આગામી ફિલ્મ ‘ફિલ્લોરી’નો પ્રચાર કરી રહ્યાં છે. આવતા શુક્રવારે, 24 માર્ચે રિલીઝ થનારી ‘ફિલ્લોરી’ એ ‘એનએચ10’ બાદ અનુષ્કા શર્માની નિર્માત્રી તરીકે બીજી ફિલ્મ છે. ફિલ્મમાં અનુષ્કા શશી નામના એક મસ્તીખોર ભૂતની ભૂમિકા ભજવે છે.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS