Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

જેસલમેર – બોલીવૂડ અભિનેતાઓ – અજય દેવગન અને ઈમરાન હાશ્મી તથા અભિનેત્રી ઈશા ગુપ્તા હાલમાં જ અહીં સીમા સુરક્ષા દળ (બીએસએફ)ના જવાનોને મળ્યા હતા.

આ કલાકારો એમની આગામી ફિલ્મ ‘બાદશાહો’ના શૂટિંગ માટે જેસલમેર આવ્યા હતા અને એ દરમિયાન સમય કાઢીને જવાનોને મળવા ગયાં હતાં.

મિલન લુથરિયા નિર્મિત ‘બાદશાહો’ એક્શન થ્રિલર છે અને તે આ વર્ષની 1 સપ્ટેંબરે રિલીઝ કરવાનું નિર્ધારિત છે.

લુથરિયા સાથે અજય દેવગનની આ ચોથી ફિલ્મ છે. આ પહેલાં એમણે ‘કચ્ચે ધાગે’, ‘ચોરી ચોરી’ અને ‘વન્સ અપોન અ ટાઈમ ઈન મુંબઈ’ ફિલ્મોમાં સાથે મળીને કામ કર્યું હતું.

બીએસએફના જવાનોને મળી આવ્યા બાદ ઈમરાન હાશમીએ ટ્વીટ કર્યું હતું કે, આ બહાદુર જવાનો ભારતની સરહદોનું રક્ષણ કરે છે.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS