Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

મુંબઈ – રાષ્ટ્રીય એવોર્ડવિજેતા દિગ્દર્શક નીરજ પાંડે એમની નવી ફિલ્મ ‘અય્યારી’ના શૂટિંગમાં હાલ ખૂબ વ્યસ્ત છે.
બે લશ્કરી અધિકારીના જીવનની એક સત્યકથા પર આધારિત ‘અય્યારી’ ફિલ્મના શૂટિંગનું પ્રારંભિક શેડ્યૂલ કશ્મીરમાં અને ત્યારબાદ દિલ્હીમાં વધુ શેડ્યૂલ સમાપ્ત કરીને પાંડે અને એમના કલાકારો અને યુનિટના સભ્યો હવે ઓમાન અને લંડન જવા તૈયાર થઈ ગયા છે.

સિદ્ધાર્થ મલ્હોત્રા અને મનોજ બાજપેયીને લશ્કરી યૂનિફોર્મમાં સજ્જ થયેલા દર્શાવતું ‘અય્યારી’નું ફર્સ્ટ લૂક નીરજ પાંડે રિલીઝ કરી ચૂક્યા છે.

કશ્મીરમાં થયેલા શૂટિંગની પ્રસ્તુત તસવીરને કારણે ફિલ્મ વિશે નવો રોમાંચ જાગ્યો છે. એ તસવીર અમને ટ્વિટર પર સર્ફિંગ કરતી વખતે જોવા મળી હતી.

ફિલ્મના એક દ્રશ્યમાં મનોજ બાજપેયીએ એક જણને શૂટ કરવાનો હોય છે અને પાંડે એને દર્શાવે છે કે એ દ્રશ્ય તેણે કેવી રીતે ભજવવું જોઈએ.

‘વેનસડે’, ‘સ્પેશિયલ છબ્બીસ’, ‘બેબી’, ‘એમ.એસ. ધોનીઃ ધ અનટોલ્ડ સ્ટોરી’ જેવી ખૂબ વખણાયેલી ફિલ્મો બનાવી ચૂકેલા પાંડે એમના દિગ્દર્શનમાં પરફેક્શન માટે જાણીતા છે.

‘અય્યારી’ આવતા વર્ષે 26 જાન્યુઆરીના પ્રજાસત્તાક દિવસે રિલીઝ થવાનું નિર્ધારિત છે.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS