Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

લાહોર – ભારતમાં રિયાલિટી ટીવી શૉ ‘બિગ બોસ 4’માં ચમકીને ભારતમાં જાણીતી થયેલી પાકિસ્તાની અભિનેત્રી વીણા મલિકે તેનાં બિઝનેસમેન પતિ અસદ ખટ્ટકથી છૂટાછેડા લઈ લીધાં છે. બંનેનું લગ્નજીવન ત્રણ વર્ષ રહ્યું હતું.

વીણાએ અહીંની એક કોર્ટમાં છૂટાછેડા લીધાં છે.

લાહોરની કોર્ટે વીણાનાં છૂટાછેડાની અરજીનો સ્વીકાર કર્યો હતો અને એની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. અસદ ખટ્ટક સુનાવણી વખતે હાજર ન થતાં કોર્ટે નોંધ લીધી હતી અને વીણાની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. વીણાએ પોતાને મળેલા દહેજ (હક મહેર)ના 25 ટકા હિસ્સો ખટ્ટકને પરત કરવો પડશે.

કોર્ટના અધિકારીના જણાવ્યાનુસાર, 33 વર્ષીય વીણાએ ગયા જાન્યુઆરી મહિનામાં લાહોરની ફેમિલી કોર્ટમાં છૂટાછેડાની અરજી નોંધાવી હતી. પતિ-પત્ની વચ્ચે મતભેદો ઊભાં થયા હતા અને તેઓ સાથે રહેવા માગતા નહોતા.

કોર્ટે વીણાની અરજીનો સ્વીકાર કર્યા બાદ ખટ્ટકને પ્રત્યક્ષ હાજર થવાનું સમન્સ મોકલ્યું હતું, પણ ખટ્ટક હાજર થયા નહોતા કે કોઈ ઉત્તર પણ નોંધાવ્યો નહોતો.

વીણા અને ખટ્ટકે 2013ના ડિસેંબરમાં દુબઈની એક કોર્ટમાં લગ્ન કર્યા હતા. બંનેને અબ્રામ અને અમલ નામના બે સંતાન છે.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS