Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

મુંબઈ – બોલીવૂડની બોલ્ડ અભિનેત્રી પોતાની મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરી રહી છે.

ક્રિકેટ વર્લ્ડ કપ વખતે ભારતીય ટીમ ચેમ્પિયન બને તો ટોપલેસ થવાનું વચન આપીને ચર્ચાસ્પદ બનેલી પૂનમે જણાવ્યું છે કે મારી પબ્લિસિટી એજન્સી અને રેઝર કોર્પોરેશન કંપનીએ મને સૂચન કર્યું હતું કે મારે પોતાની જ એક એપનું નિર્માણ કરવું જોઈએ. આ એપ તૈયાર કરવા માટે એમણે મને સંપૂર્ણ ક્રીએટીવ આઝાદી આપી છે. હું મારી ઈચ્છા મુજબ એ એપ સજાવીશ. મેં એમની ચેલેન્જ સ્વીકારી લીધી છે. એપ જોઈને મને ઘણી જ ખુશી થઈ છે.

પૂનમે વધુમાં કહ્યું કે આ એપમાં બધું મારાં વિશે હશે. જો તમે મને બોલ્ડ સમજતાં હો તો મારી આ એપ પણ તમને બોલ્ડ લાગશે. આ એપમાં મને મારી ઈચ્છા મુજબ કંઈ પણ પોસ્ટ કરવાની આઝાદી મળી છે.

પૂનમે કહ્યું છે કે કોઈ પણ વયની વ્યક્તિ મારી વેબસાઈટ પરથી આ એપ ડાઉનલોડ કરી શકશે.

પૂનમની આ એપ સોમવાર, 17 એપ્રિલે લોન્ચ કરાશે.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS