Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

મુંબઈ – બોલીવૂડ અભિનેતા અભય દેઓલે ફેરનેસ ક્રીમની જાહેરખબર કરનાર સાથી બોલીવૂડ કલાકારોની આકરાં શબ્દોમાં ટીકા કરી છે. એનાં ટીકાસ્ત્રોનો શિકાર બનનાર છે શાહરૂખ ખાન, દીપિકા પદુકોણ, જોન અબ્રાહમ, શાહિદ કપૂર, નંદિતા દાસ, વિદ્યા બાલન. આ કલાકારોની અભયે પોતાના ફેસબુક પેજ પર નામ દઈને કરેલી ટીકા સોશિયલ મિડિયા પર ચર્ચાનો વિષય બની ગઈ છે.

એક નેતાએ ટીવી પર કરેલી એક કમેન્ટના સંબંધમાં અભયે ફેરનેસ ક્રીમની જાહેરખબરોની મજાક ઉડાવી છે અને બોલીવૂડ હસ્તીઓની ઝાટકણી કાઢી છે.

અભયે એ નેતાનું નામ લીધું નથી, પણ એનો ઈશારો ભાજપનાં સંસદસભ્ય તરુણ વિજય તરફ છે, કારણ કે તરુણ વિજયે ગયા અઠવાડિયે અલ જઝીરા ચેનલને કહ્યું હતું કે, ‘જો અમે ભારતીયો રંગભેદી છીએ તો અમારી સાથે આખું દક્ષિણ છે એનું શું… જો અમે રંગભેદી છીએ તો અમે એમની સાથે કેમ રહીએ છીએ? અમારી આસપાસ પણ કાળાં લોકો વસે છે.’

વિજયની આ કમેન્ટ્સને પગલે અભયે પોતાના ફેસબુક પેજ પર ફેરનેસ ક્રીમની શ્રેણીબદ્ધ જાહેરખબરોની તસવીરો પોસ્ટ કરી છે.

અભયે ગોરી ત્વચાનો દાવો કરતી ફેરનેસ ક્રીમ પ્રોડક્ટ્સ અને એનો પ્રચાર કરતી બોલીવૂડ હસ્તીઓની ટીકા કરી છે.

ઉલ્લેખનીય છે કે શાહરૂખ, દીપિકા, જોન, નંદિતા, શાહિદ, વિદ્યા, સોનમ કપૂર જેવી અનેક બોલીવૂડ હસ્તીઓ ભૂતકાળમાં ઘણી વાર ફેરનેસ ક્રીમની જાહેરખબરો માટે મોડેલિંગ કરી ચૂકી છે.

‘દેવ ડી’ અને ‘જિંદગી ન મિલેગી દોબારા’માં અભિનય કરી ચૂકેલા અભયે ફેસબુક પર અનેક પોસ્ટ મૂકીને પોતાનાં આ સાથીઓને બેજવાબદાર ગણાવ્યા છે.

અભયે જોન અબ્રાહમવાળી જાહેરખબરની તસવીર પોસ્ટ કરીને લખ્યું છે કે, આપણે જરાય રંગભેદી દેશ નથી. હું તમને એ સાબિત કરી શકું છું. આ ફોટામાં જુઓ, જોન અબ્રાહમે એક શેડકાર્ડ હાથમાં પકડ્યું છે જેમાં સફેદમાંથી ડાર્ક થતા શેડ્સ છે. તમે જોઈ શકો છો કે એ ડાર્ક સ્કિનનું પણ પ્રોમિસ આપી શક્યો હોત, પણ એ તમને એના માટે બતાવતો નથી.

(આ છે, અભય દેઓલની ટીકા પ્રમાણે બોલીવૂડ કલાકારોને ચમકાવતી ફેરનેસ ક્રીમવાળી જાહેરખબરોની તસવીરો)


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS