Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

મુંબઈ – ટીવી સિરિયલ અભિનેતા ગૌતમ રોડે અને ઝરીન ખાન અભિનીત આગામી હિન્દી ફિલ્મ ‘અક્સર 2’નું નવું ગીત ઈન્ટરનેટ પર રિલીઝ કરવામાં આવ્યું છે. અરિજીત સિંહના સ્વરમાં ગવાયેલું આ રોમેન્ટિક ગીત છે. સંગીત મિથુને કમ્પોઝ કર્યું છે. ગીત લખ્યું છે સઈદ કાદરીએ.

ગીતમાં ગૌતમ અને ઝરીન એકબીજાનાં પ્યારમાં વધુને વધુ ડૂબતાં જોવા મળે છે.

અક્સર 2′ સસ્પેન્સ અને થ્રિલથી ભરપૂર ફિલ્મ છે. અગાઉ રિલીઝ કરવામાં આવેલા ફિલ્મના ટ્રેલરમાં ગૌતમને નેગેટિવ પાત્રમાં બતાવવામાં આવ્યો હતો.

ઝરીનની કામૂકતા અને ગૌતમને સિક્સ પેક નવા ગીતની વિશેષતા છે.

ગૌતમ આ પહેલી જ વાર આવા બોલ્ડ રૂપમાં જોવા મળ્યો છે.

આ ફિલ્મ દ્વારા ભૂતપૂર્વ ક્રિકેટર શ્રીસાન્તે પણ એક્ટિંગની દુનિયામાં એન્ટ્રી કરી છે.

અનંત મહાદેવન દ્વારા દિગ્દર્શિત અને નરેન્દ્ર બજાજ, ચિરાગ બજાજ દ્વારા નિર્મિત ‘અક્સર 2’ આવતી 6 ઓક્ટોબરે રિલીઝ થવાની છે. ફિલ્મની વાર્તામાં રાજવીર તેની જિદ્દી પત્ની શીનાને છૂટાછેડા આપી શકતો નથી, કારણ કે બંને વચ્ચે લગ્ન પૂર્વે થયેલા એક કરાર પ્રમાણે જો રાજવીર એને છૂટાછેડા આપે તો એને મોટી રકમ આપવી પડે. રાજવીર રિકીને પૈસા આપીને રોકે છે કે રિકી શીનાને કુમાર્ગે દોરી જાય જેથી પોતે એનાથી છૂટકારો મેળવી શકે.

આ ફિલ્મ 2006માં આવેલી ‘અક્સર’ની સીક્વલ છે. મૂળ ફિલ્મમાં હીરો હતો ઈમરાન હાશ્મી.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS