બેઠક વ્યવસ્થા યોગ્ય ન હોય તો ઘરમાં ગુસ્સાનું વાતાવરણ રહે

માણસને મોટા બનવાની ઘેલછા એટલી વધી રહી છે કે તે ઘણી બધી નકારાત્મક બાબતોને અપનાવી લે છે. સત્ય નારાયણની કથામાં આ વાતની સુંદર રીતે રજૂઆત કરવામાં આવી છે. ક્યારેક માણસ પોતાને એટલો મોટો સમજવા લાગે છે કે તેને વડીલો પણ તુચ્છ લાગવા માંડે છે અને વડીલોનું સન્માન ઓછું થાય ત્યાં નકારાત્મકતા આવે.

આજે આપણે ગ્યાસુદ્દીન ભાઈના મકાનનો અભ્યાસ કરીએ. પ્લોટ ચતુસ્કોણ આકાર નો છે જેમાં અગ્નિ ખૂણો નેવું અંશથી નાનો અને નૈઋત્ય ખૂણો નેવું અંશ થી મોટો છે. વળી મકાન માં પણ અગ્નિ પૂર્વ નો ભાગ બહાર આવે છે જેના કારણે નારીને લગતી સમશ્યાઓ આવે. આંખ,કાન, દાંત કે હાડકાની સમશ્યાઓ આવે. પૂર્વી ઈશાન માંથી પ્લોટ માં આવીને ડાબી બાજુ જવાની વ્યવસ્થા યોગ્ય ન ગણાય. ઈશાન માં વધારે માર્જિન સારા ગણાય પણ પૂર્વ મધ્ય નો ભાગ બહાર નીકળ્યો છે તે યોગ્ય નથી. જેના લીધે બે પેઢી વચ્ચે વૈચારિક મતભેદ ઉદ્ભવે. પૂર્વ માં આવેલી બધીજ એન્ટ્રી સારી હોય તેવું નથી. અહીં પણ એન્ટ્રી બરાબર નથી પણ ઈશાન માં બેઠક રૂમ સારો ગણાય તેથી ઘરના સદશ્યો ને અહીં બેસવું ગમે. પરંતુ બેઠક વ્યવસ્થા યોગ્ય નથી જેના કારણે ગુસ્સા નું વાતાવરણ રહે. ઘર  ના પૂર્વ ની દીવાલ પર પશ્ચિમ ની દીવાલ કરતા ઓપનિંગ વધારે છે ,જે હકારાત્મક ગણાય પરંતુ ઉત્તર કરતા દક્ષિણ ની દીવાલ પર ઓપનિંગ વધારે છે ,જે યોગ્ય નથી, રસોઈઘર અગ્નિ માં છે અને પૂર્વ મુખી રસોઈ થાય છે તેથી રસોઈ સ્વાદિષ્ટ બને અને ઘરની નારીને તેનો ગર્વ પણ હોય. સ્ટોર રૂમ દાદરા નીચે છે, દાદરો એન્ટીક્લોકવાઇસ છે અને ડાયનિંગ પણ આ જગ્યાએ છે જે યોગ્ય નથી જેના કારણે પેટ ની બીમારી આવે અથવાતો જમતી વખતે ઘરના બધા જ સદ્દશ્ય એક સાથે ન હોય તેવું બને. ઉત્તર વાયવ્ય માં આવેલું ટોયલેટ પણ પેટ ની બીમારી ને સમર્થન આપે છે. જો આ જગ્યાએ ઓવરહેડ ટાંકી હોય તો શ્વસન તંત્ર ને લગતી તકલીફ પણ હોઈ શકે. આ ટોયલેટ થી ઉત્તર તરફ આવીજ અન્ય વ્યવસ્થા છે જેને નકારાત્મક ગણી શકાય. બેડરૂમ યોગ્ય જગ્યાએ છે. ઘર ના ખૂણા ના લીધે સુવાની વ્યવસ્થા યોગ્ય નથી. જેના કારણે નકારાત્મક વિચારો વધારે આવે. દાદર નો અમુક ભાગ બ્રહ્મ માં આવે છે જે આત્મવિશ્વાસ ઓછો કરી શકે.ઘર ને માત્ર નકશા માં જોવાને બદલે  તેનો ત્રિપરિમાણિક અભ્યાસ કરવા માં આવે અને ઘરની આંતરિક વ્યવસ્થા ને સમજવામાં આવે તો તેના વિષે વિવિધ માહિતી મળી શકે છે અને જે તે માહિતી ને સમજ્યા બાદ તેને અનુરૂપ વ્યવસ્થા ગોઠવવા થી તે જ જગ્યા માં વધારે હકારાત્મક જીવન પામી શકાય છે. આજ મકાન માં સૂચન પ્રમાણે ના નકશા ને અનુરૂપ ફેરફાર કરી દીધા પછી પ્લોટ ના ઈશાન માં પાંચ તુલસી અને અગ્નિ માં બે ચંદન ના છોડ વાવવા. પ્લોટ ની એન્ટ્રી થી દક્ષિણ તરફ ની બાજુ એ બે આમળા ના છોડ વાવવા. ટોયલેટ ના દરવાજા પર ચાંદી નો તાર લગાવવો. રસોઈ ઘર ના ઈશાન માં તાંબા ના કળશ માં ગાળેલું પાણી ભરવું. બેડ રૂમ માં પલંગ ની પશ્ચિમ બાજુ કાંસા ના વાસણ માં ગુલાબ ની પાંદડી રાખવી. સવાર સાંજ લોબાન નો ધૂપ ફેરવવો. વડીલો ને સન્માન આપવું. બેસતા મહિને કીડિયારું પૂરવું.

નીતિ થી જીવવાથી હકારાત્મકતા આવે છે અને હકારાત્મકતા ના નિયમો આપે છે વાસ્તુ શાસ્ત્ર.