મૂળભૂત નિયમ પ્રમાણે નૈરુત્યમાં જે હોય તે સમગ્ર પ્રોપર્ટીમાં ફેલાય

કાળજાળ ગરમીમાં બહાર નીકળવાનું કોને ગમે? વળી ગરમીથી થતા મોતના સમાચાર પણ વધી રહ્યા છે. પહેલા રોડની બાજુમાં વનરાજી હોતી હતી. અને પ્રદુષણ પણ ઓછુ હતું. ભારતીય નિયમો હમેશા કુદરત સાથે સંતુલન રાખવાનું સમજાવતા રહ્યા છે. અને બહારથી આવેલા નિયમોથી હવા, પાણી, જમીન અને વાતાવરણ ને નુકશાન થતું રહ્યું છે. તે બાહ્ય વાતાવરણ હોય કે પછી માનવ મન તણું. પ્રદુષિત વિચારોની અસર પણ વધી રહી છે. એવું કહે છે કે જેવો આહાર તેવો વિચાર અને જેવો વિચાર તેવો વ્યવહાર.

વાતાવરણ માં ઓક્સીજન પુરતા પ્રમાણમાં મળતો હોય તો માનવ મન અને તન બંને સ્વસ્થ રહે. એક સોસાયટીમાં ખુબજ કંકાસ રહેતો. મોટા મકાનો, સ્વીમીંગ પુલ, ક્લબહાઉસ, બગીચો, બાળકોને રમવાની જગ્યા,અને ઘણું બધું, પણ બસ શાંતિ જ ન મળે. કોઈ ભેગા જ ન થાય. લીફ્ટમાં ભેગા થાય તો બે માંથી એક વ્યક્તિ બહાર જઈને બીજી લીફ્ટની રાહ જુએ. જીમના સાધનો બધાજ તૂટેલા. રમવાના સાધનો ખોવાઈ ગયેલા. ઠેર ઠેર પાટિયા દેખાય કે, બગીચામાં જવાથી લોન ખરાબ થઇ જાય છે તેથી બગીચો વાપરવો નહિ, પાણીનીપાઈપ તૂટી હોવાથી ત્રણ દિવસ પાણી બંધ રહેશે, લિફટનું રીપેરીંગ ચાલે છે આજે લીફ્ટ બંધ છે. બાળકો રમવાના સાધનો તોડી નાંખે છે તેથી તેમને રમવાની મનાઈ છે. બધા દુખી. પણ કોઈનામાં બોલવાની હિંમત નહિ. હિસાબના ગોટાળા વિષે બળાપો બધા કાઢે પણ કહેતા ગભરાય. મેનેજમેન્ટ પણ હેરાન કરવામાં પાછુ વાળીને ન જુએ. કોઈ બોલે તો તેને આક્ષેપો કરીને નીચા દેખાડે. જગ્યાના ભાવ ઘટવા લાગ્યા. એક જમાનામાં સમૃદ્ધ લોકોની વસ્તી હવે ગંદકીથી ઉભરાવા લાગી.

આવું થવાના કારણનો વિચાર કરીએ તો મૂળભૂત નિયમ પ્રમાણે નૈરુત્યમાં જે હોય તે સમગ્ર પ્રોપર્ટીમાં ફેલાય. નૈરુત્યમાં કચરાપેટી હતી. તેથી ગંદકી મન અને જમીન પર ફેલાઈ રહી હતી. ઇશાન હૃદય સાથે જોડાયેલી દિશા છે. ઈશાનમાં બીજી કચરા પેટી હતી. તેથી લાગણી શૂન્યતા અને વિચારોની વિકૃતિ દેખાતી હતી. વળી મેનેજમેન્ટ માંથી એક વ્યક્તિતો રાજકીય નેતાનું નામ લઈને ધમકીઓ પણ આપે. આનું કારણ ઇશાન થી નૈરુત્યનો અક્ષ નકારાત્મક હતો. આવા સંજોગોમાં મુખ્ય વ્યક્તિ આભાસી વ્યક્તિત્વ ધરાવે. બદસ હાંકી અને ડરાવે ભલે હકીકતમાં એવું કઈ જ ન હોય. અગ્નિમાં રહેતા પુરુષનો સ્વભાવ વાત વાતમાં વાંધા કાઢવા વાળો થઇ શકે છે. આવ્યક્તિ અગ્નિમાં રહેતી હતી તેથી સીધી વાતમાં પણ એને રાજકારણની ગંધ આવે. અગ્નિનો દોષ હોય અને અગ્નિ તરફ પૂર્વ અને દક્ષીણ બંને તરફથી રોડ જતો હોય તો તે જગ્યામાં કોઈને કોઈ સમસ્યા આવ્યા કરે. અહી અગ્નિ નેવું અંશથી નાનો હતો અને ત્યાંથી રોડ પણ જતા હતા. વળી અગ્નિમાં ઈલેક્ટ્રીક ની ડીપી મુકવા માટે અગ્નિ કાપવામાં પણ આવ્યો હતો. તેથીહાડકા અને સાંધાની સમસ્યા પણ હતી. અહ્ની અગ્નિથી વાયવ્યનો અક્ષ પણ નકારત્મક હતો તેથી શ્વાસ, પેટ, ની બીમારીઓ વધારે હતી. પુરુષોને વાળ ખરવાની સમસ્યા પણ હતી. આંતરિક સંબંધો પણ કોમ્પ્લીકેટેડ હતા. આવી જગ્યાએ ડાયાબીટીસ થવાની સંભાવના પણ રહે.

કોઈ પણ જગ્યાએ માણસ તન અને મન થી સ્વસ્થ ન હોય. વાતાવરણ ધૂંધવાયેલું હોય અને સતત દબાણ રહેતું હોય તો ભય તો વ્યાપે જ. ભય હોય ત્યાં શાંતિ થોડીજ મળે? કોઈપણ નકારાત્મકતાની અસર બાળકો અને પ્રાણીઓ પર પહેલા પડે છે. કારણકે તેઓ વધારે સેન્સીટીવ હોય છે. આના લીધેજ બાળકો તોફાની થઇ ગયા હતા. બગીચાને તાળા મારવાથી બાળકોને વધારે તકલીફ પડે. પણ નકારત્મક જગ્યામાં આવી સમજ ન જ જોવા મળે. સોસાયટી એટલે એક એવો પરિવાર જે લોહીના સંબંધથી જોડાયેલો નથી પણ ઋણાનુબંધ થી જોડાયેલો છે એ વાત સત્ય છે. પણ આવી નકારાત્મક જગ્યામાં આવો વિચાર પણ ઉદ્ભવી શકે નહિ. જયારે ઉત્તરનો દોષ હોય ત્યારે નારીને અસંતોષ થાય અને પુરુષનો આત્મવિશ્વાસ ઘટે. જો અન્ય નકારાત્મકતા નું પ્રમાણ વધારે હોય તો સોસાયટીના કમિટી મેમ્બર્સને બાળકો થવામાં તકલીફ પડે તેવું બને. જોકે આના માટે જે તે સોસાયટીનો અને જેતે વ્યક્તિના ઘરનો અભ્યાસ કરવો જરૂરી બને છે.મારા મત પ્રમાણે ભારતીય વાસ્તુમાં સમસ્યાના ઉદ્ભવ સ્થાન સાથે જેતે સમસ્યાના નિવારણ માટે પણ સરસ વાત કરવામાં આવી છે. તેથી ભારતીય વાસ્તુને મિત્રભાવે જોવામાં આવે તે ખુબજ જરૂરી છે.