ઈશાનમાં તુલસીનો છોડ શ્રેષ્ઠ ગણાય છે…

માણસ બધું જ ભેગું કરવામાં એટલો વ્યસ્ત છે કે તેને ખરેખર શું ભેગું કરવાનું છે તેનો વિચાર પણ નથી આવતો. માત્ર ભૌતિક સુખની દોટમાં તે સાચા સુખને ભૂલી રહ્યો છે. સાચા સુખની પ્રતીતિ કરાવે છે વાસ્તુ આધારિત મકાન. આજે અાપને જે મકાનનો અભ્યાસ કરાવીએ છીએ તે મકાનનો પ્લોટ લંબચોરસ છે. ઘર પણ લંબચોરસ છે અને ઈશાનથી પૂર્વ તરફ છોડ વાવવા માટે ક્યારો છે. અહીં માણસોની વિચારધારા પ્રેક્ટિકલ હોય. તથા સ્વભાવે ઠરેલ હોય. રો હાઉસ છે તેથી બે દીવાલ કોમન રહેવાની. ઉત્તર અને દક્ષિણની દીવાલ કોમન છે તેથી ચિંતાવાળું વાતાવરણ રહે. ઘરમાં કોઈનો સ્વભાવ કારણ વિનાની ચિંતા કરવાવાળો થઇ જાય.પશ્ચિમ કરતાં પૂર્વમાં માર્જિન વધારે છે, તે સારું ગણાય અને ઈશાનમાં તુલસીનો છોડ છે તે શ્રેષ્ઠ ગણાય. પ્લોટની એન્ટ્રી પૂર્વ અગ્નિમાંથી છે જે વડીલોના સ્વાસ્થય માટે યોગ્ય ન ગણાય. પૂર્વની બધી જ એન્ટ્રી સારી છે તે માન્યતા ખોટી છે. વળી પાર્કિંગ માટે ઘરનો દક્ષિણ અગ્નિનો ભાગ ઓછો થયેલો છે તે નારીના સ્વાસ્થય માટે યોગ્ય નથી. આ ઉપરાંત કાન, આંખ કે દાંત ને લગતી સમશ્યા પણ આવી શકે. ઘરનું મુખ્યદ્વાર પૂર્વના પદમાં છે, જેના કારણે ઘરના બધા જ  સભ્ય એક સાથે રહે તેવા સંજોગો ઘટે. વરંડા અને બેઠક રૂમના સ્થાન યોગ્ય છે. વરંડામાં બેસવું ગમે પરંતુ બેઠકરૂમની વ્યવસ્થા વાયવ્ય મુખી છે, તેથી યોગ્ય વાત યોગ્ય સમયે ન થતા ઉદભવતી સમસ્યાથી ઉદભવતી તકલીફ આવે. દાદરો અને ટોયલેટ દક્ષિણમાં છે તો જનરેશન ગેપ આવે. અને હાડકાને લગતી સમસ્યા પણ.એક દીવાલ પર બે દરવાજા હોય તે સારું ન ગણાય. આ વાતને આર્કિટેક્ચર પણ સમર્થન આપે છે. બેડરૂમ યોગ્ય જગ્યાએ છે. જ્યાં ઘોડો છે ત્યાં તિજોરી હોવી જોઈએ. દીવાલને અડીને સુવાની વ્યવસ્થા નિવારી શકાય તો સારું. પલંગની બંને બાજુ ખુલ્લી જગ્યાનું મહત્વ છે. અહીં રહેતી વ્યક્તિનો પ્રભાવ ઘર પર રહે. રસોડું પણ યોગ્ય જગ્યાએ છે. વાયવ્યમાં વાયુના પ્રતીક સમાન ત્રણ વસ્તુ છે, જે ઘરની ઉર્જા માટે સારી ગણાય. અહીં રહેતી વ્યક્તિ ઉર્જાસભર હોય અને ઉમર કરતા યુવાન હોય તે રીતે કાર્ય કરી શકે. પરંતુ પશ્ચિમ તરફનું દ્વાર વાયવ્યના પદમાં છે, જે પડવા આખડવાની સમસ્યા આપી શકે અને કારણ વિના ઝગડા થવાના કારણે હકારાત્મક કાર્યમાં ઉર્જા ઓછી વપરાય. રસોઈની દિશા સાચી છે. અહીં રહેતી નારીની નિર્ણય શક્તિ સારી હોય. અનાજ રાખવાની જગ્યા પણ યોગ્ય છે.આજ ઘરમાં તોડફોડ કર્યા વિના સુખી થવા માટેના સિદ્ધાંત વાસ્તુ શાસ્ત્રમાં છે. સર્વપ્રથમ તો સૂચન પછીના નકશામાં દર્શાવ્યા મુજબની રચના કર્યા બાદ ઈશાનમાં બીજા બે તુલસી, અગ્નિમાં ફૂલ દાડમ વાવવા. રસોડામાં ઈશાનમાં કળશમાં ગાળેલું પાણી રાખવું. ઘરમાં ગુગળ, ચંદનનો ધૂપ કરવો. સવારે વહેલા ઉઠી અને સૂર્યને અર્ધ્ય આપવો. ટોયલેટના દરવાજા પર ચાંદીનો તાર લગાવવો. શિવલિંગ પર પાણી, દૂધ, પંચામૃત, ગુલાબજળ, ચંદન, કેવડાનું અત્તર, પાણીથી અભિષેક કરવો. રસોડાની પશ્ચિમની દીવાલ પર આછો વાયોલેટ રંગ લગાવવો.

જ્યાં જીવન છે ત્યાં જીજીવિષા છે. પણ તેના માટેની સાચી સમજ સાચા સુખની પ્રતીતિ કરાવે છે. સુખના નિયમો મળે છે વાસ્તુ થકી.