રાશિ ભવિષ્ય

0
208268

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

(તા. 22/01/2019)

મેષ 40_2આજનો દિવસ તમારા માટે સારો અને સરળ છે, જુનાઅટકેલા કામને વેગ આપવા માટેકે સુધારવા માટેની તક મળી શકે છે ,યાત્રા -પ્રવાસ દરમિયાન પણ તમારામાં ઉત્સાહ ઉમંગ જોવા મળી શકે છે, સ્પર્ધાત્મક પરીક્ષા આપનાર માટે નવીજાણકારી પ્રાપ્ત થઇ શકે છે. વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે

——————————————

વૃષભ 40આજે થોડી ધીરજ અને સાવચેતી રાખવી રાખવી જરૂરી બને છે , અર્થવગરની વાર્તાલાપથી દુર રહેવું યોગ્ય છે  કામકાજ દરમ્યાન અન્ય સાથે ઉશ્કેરાટના આવે તેનું ધ્યાન રાખવું, વધુવિચારોને કારણે થાકની લાગણી અનુભવો. તમારું મન કામમાં પોરવાય તેની તકેદારી રાખવી, વેપારમા જોખમવાળા કામના કરવા .

——————————————-

મિથુન 40_1આજે તમારું મન થોડી મસ્તીના મૂડ હોય અને ગમ્મત કરવાનું વધુ સુઝે. મનમા રહેલી કોઈવાત ક્યાંક પુરી થઈ શકે તેવા એંધાણ પણ જોવા મળી શકે છે મિત્રોનો સાથ સહકાર સારો જોવા મળી શકે છે, નોકરી કે વ્યવસાયમાં ફેરબદલી અંગે પ્રયત્ન કરવાથી પણ લાભ થઈ શકે છે, ધાર્મિકભાવના સારી રહી શકે

——————————————-

કર્ક 40આજે થોડી સાવચેતી રાખવી જરૂરી છે, તમારામાં થોડા નકારાત્મકવિચારો વધુ આવે અને તેની પ્રતિકુળતા તમારા કામ અને વર્તન પર પણ પડી શકે છે, કોઈ અગત્યના કામકાજમાં ધીરજ અને સલાહસુચનને ધ્યાનમાં રાખી આગળ વધવું જરૂરી છે,  વેપારમાં કોઈપણ પ્રકારના જોખમથી દુર રહેવું

.——————————————–

સિંહ 40_4આજનો દિવસ તમાર માટે સારી આશા દેખાડે અને ઉત્સાહ વધારે તેવો છે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર વર્ગને કોઈ નવીનજાણકારીકે શીખવાની તક મળે, તમારા કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય તેવું બની શકે છે, ધાર્મિકસ્થળની મુલાકાત થાય અને સત્કર્મ કરવાની ભાવના જાગે તેવું બની શકે છે

——————————————-

કન્યા 40આજનો દિવસ સામાન્ય છે, તમે તમારા કામકાજમાં વ્યસ્ત રહો અને થોડા ઉત્સાહી પણ રહો, મિત્રોથી લાભ ની વાત સંભાળવાની તક મળે, તમારા વાણી અને વિચારોથી આજે તમે કોઈને પ્રભાવિત પણ કરી શકો છો, નજીકના પરિચિત જોડે કોઈ સામાજિકકે ધાર્મિકબાબતમાં સારું યોગદાન આપવાની ખુશી અનુભવો

.——————————————

તુલા 40_2આજનો દિવસ સામાન્ય છે, રાબેતામુજબ દિવસ પસાર થાય, કોઈજગ્યાએ કોઈપણ કામકાજ અર્થે મુસાફરી થાય તેવા યોગ પણ છે, મિત્રો અને ભાઈબહેન સાથે તમારી વાર્તાલાપનો પ્રભાવ અને સારું માન જળવાય તેવા સંજોગો પણ બને છે. તમને કોઈનું કામ કરવાનો સંતોષ પણ મળી શકે છે

.——————————————–

વૃશ્ચિક 40આજે થોડી ધીરજ અને શાંતિ રાખવી જરૂરી છે, કોઈને કોઈ વાતનો ઉદ્વેગ અને કોઈ વાતનો ડર તમને સતાવે. આજે તમેને કોઈની પણ વાત સંભાળવીના ગમે અને તમે થોડીશાંતિની અપેક્ષા રાખો, વધુપડતા વિચારો અને લાગણીને કારણે કામ અને વર્તનપર અસર જોવા મળે, ભક્તિમાં મન પરોવવું સારું

——————————————–

ધન 40આજનો દિવસ ઉત્સાહપૂર્વક પસાર થાય, તમારી લાગણી અને વિચારો લોકો સારીરીતે સમજી શકે, ક્યારેક કોઈએ તમારી લાગણી દુભાવી હોય તેવા લોકો તરફથી પણ આજે સહાનુભુતિવાળું વર્તન પણ જોવા મળી શકે છે. તમારા લાભની વાત ક્યાંક રજુ કરવાથી પણ સારો પ્રતિભાવ આજે અથવા ભવિષ્યમાં પણ મળે

——————————————–

મકર 40આજનો દિવસ સામાન્ય છે, જુનાપરિચિત સાથે મિલનમુલાકાત થઈ શકે છે અને તેમાં તમને સારીવાત સંભાળવા મળે. ખટપટી લોકોની વાતચીતમાં આવીના જવાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે તેમજ ક્યાય ગેરસમજના થાય તેનું ધ્યાન પણ રાખવું યોગ્ય કહી શકાય, ધાર્મિકસ્થળની મુલાકાતથી શાંતિ અનુભવાય

——————————————–

કુંભ 40_1આજના દિવસ દરમિયાન તમને અન્ય લોકો તરફથી સાથ અને સહકાર સારો જોવા મળી શકે છે. લોકો વચ્ચે તમારો આત્મવિશ્વાસ અને કામપરનું પ્રભુત્વ સારું જોવા મળે. કોઈ અગત્યના કામ કરવાના હોય તો તેમાં પણ તમને સારી સૂઝ આજના દિવસે જોવા મળી શકે છે અને તેમાં યોગ્ય સહકાર પણ મળે.

——————————————-

મીન 40_1આજે દિવસભર શાંતિ અને તકેદારી રાખવી અગત્યની છે, ખટપટ કરનાર વર્ગથી દુર રહેવું, વાતચીત દરમ્યાન કોઈની વાતથી દોરવાઈને ખોટોનિર્ણયના લેવાય તેનું પણ ધ્યાન રાખવું, આજે તમેને ધીરજનો અભાવ જણાય માટે કામકાજ સિવાય અન્ય વિચારકે ખોટા વાર્તાલાપના કરવા જરૂરી છે

(તા. 21/1/2019 થી 27/01/2019) સોમવારથી રવિવાર સુધી

meshવ્યવસાયમાં સફળતા માટે મહેનત વધુ કરવી પડે, હરવાફરવાની વૃતિ વધુ જોવા મળી શકે, મિત્રોતરફથી કોઈ જાણવા જેવા સમાચાર સંભાળવા મળી શકે છે, વેપારમાં અનુભવના આધારે નાનું કામકાજ કરવું યોગ્ય કહી શકાય, કોઇપણ અગત્યનું કામકાજ કરતી વખતે ધીરજ,અનુભવ અને યોગ્ય સલાહસુચન મુજબ આગળ વધવું સલાહ ભર્યું કહી શકાય. વાહન ધીમે ચલાવવું સારું, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર વર્ગ માટે સમયનો સદુપયોગ ઓછો થાય તેવા સંજોગો બની શકે છે, ખરીદી કરવા પાછળ તેમજ સામાજિકપ્રવૃત્તિના કારણે નાણા અને સમયનો વ્યય થઈ શકે છે, પ્રિયજન સાથે સુખદ સમય પસાર થવાથી ખુશી અનુભવાય

———————————————————————————————————————-

vrushabhકોઇપણ કારણ વગર થોડી નિરાશા અનુભવો અને ભૂતકાળનીવાતો મનને વ્યથિત કરે અને નિર્ણયશક્તિનો અભાવ જોવા મળે, યુવાવર્ગ માટે સપ્તાહ દરમિયાન પ્રિયજન સાથે પ્રવાસ થઈ શકે, વેપારના કામકાજમાં તમને આત્મવિશ્વાસ ઓછો રહે તેમજ ક્યાયક લાભ ઓછો થાય તેવું પણ બની શકે છે, કોઈ યાત્રાકે જાત્રા માટેના પ્રસંગ પણ બની શકે છે, નવાકામકાજ માટે ધીરજ અને યોગ્યસમય મુજબ આગળ વધવું સારું કહી શકાય, અગત્યની કોઈવાત કરતા પહેલા વાતનો વિગતવાર વિચાર કરી આગળ વધુ સારું, પસંદગીની કોઈ વસ્તુ ખરીદવાની ઈચ્છા હોયતો તેમાં પણ કયાંક રુકાવટ આવે તેવું બની શકે છે

———————————————————————————————————————–

mithunકામકાજમાં પરીક્ષા થાય પરંતુ સફળતા પણ મળે, યુવાવર્ગ માટે કોઈની વાતમાં દોરવાઈના જવાય તેનું ધ્યાન રાખવું, હરવાફરવામાં કોઈની સાથે મતભેદકે મનદુઃખના થાય તેની કાળજી રાખવી, શક્ય હોય ત્યાં સુધી વ્યવહારુ અભિગમ આપના માટે યોગ્ય કહી શકાય, તમને તમારા કામકાજમાં ઉત્સાહ ઓછો જોવા મળે તેમજ અન્યનો સાથસહકાર પણ ઓછો જોવા મળી શકે છે વેપારમાં થોડી દ્વિધા અનુભવો અને તેની અસર તમારા કામકાજમાં પણ થઇ શકે છે, અગત્યની કોઈ મિલનમુલાકાત દરમિયાન ક્યાય વાતચીતમાં ગેરસમજના થાય તેનું ધ્યાન રાખવું હિતાવહ કહી શકાય, અનિંદ્રા જેવું વધુ લાગ્યા કરે

———————————————————————————————————————–

karakઆ સપ્તાહની શરૂઆતમાં નવીશક્તિ, ઉર્જાનો સારો સંચાર થતો જોવા મળી શકે, અગત્યની વાર્તાલાપમાં સારો આત્મવિશ્વાસ અને અન્યનો સહકાર સહકાર પ્રાપ્ત થાય, વેપારના કામકાજ લાભની કોઈવાત બની શકે છે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે તૈયારીમાં ઓછું ધ્યાન અને ઈતરપ્રવૃત્તિમાં વધુ ધ્યાન રહે, વાહન ધીમે ચલાવવું સલાહ ભર્યું છે, ભાગીદારકે જીવનસાથી સાથે વાતચીત દરમિયાન શાંતિ જાળવવી હિતાવહ કહી શકાય, તમારા કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થવાથી તમારામાં કામ પ્રત્યેનો ઉત્સાહ સારો જોવા મળે, ક્યાય ધાર્મિકકાર્ય કે જાત્રા જવાના પ્રસંગ બને અને તેમાં તમારું મન સારું પ્રફુલ્લિત થાય

———————————————————————————————————————–

leoતમારા માટે કોઈ દ્વિધા, તકલીફ  અને માનસિક અશાંતિવાળા યોગ છે પણ તેમાં તમને કોઈ મોટીસમસ્યા થાય તેવું જણાતું નથી. ક્યાય મુસાફરી થઇ શકે છે તેમાં તમે કંટાળાની લાગણી વધુ અનુભવી શકો છો. વેપારના કોઈપણ પ્રકારના કામકાજમાં ઉતાવળિયો નિર્ણયના લેવાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે, આકસ્મિકખર્ચા વધે, મજાકમશ્કરી જેવી બાબતથી દુર રહેવાની સલાહ છે, યુવાવર્ગ માટે વાણીવિલાસના થાય તેનું ધ્યાન રાખવું તેમજ કોઈ અગત્યના નિર્ણય લેતી વખતે ધીરજ અને અનુભવનો ઉપયોગ કરવો સારો કહી શકાય, પ્રિયજન સાથે દલીલબાજીના કરવી, આરોગ્યબાબત માટે તકેદારી રાખવાની સલાહ છે.

———————————————————————————————————————–

kanyaથોડીઆળસના કારણે તમે થોડા ક્યાંક બેજવાબદાર બની શકે છો તમારી બેદરકારી કામકાજ અને વર્તનમાં વર્તાય. વેપારના કામકાજમાં પણ તમે થોડી ઢીલ રાખો, પ્રિયજન સાથે ફરવા જવાના યોગ પણ છે પરંતુ તે દરમિયાન ક્યાય તેની નારાજગીનો સામનોના કરવો પડે કે આરોગ્યની ચિંતાના સર્જાય તેનું ધ્યાન રાખવું સલાહ ભર્યું છે, સ્વ!સ્થબાબત કોઈ નાનીતકલીફ રહેતી હોયતો તેમાં કાળજી રાખવી સારી છે, સપ્તાહના અંતિમદિવસોમાં ક્યાય ફરવાનાકે કોઈ પ્રસંગમાં જવાના યોગ બની શકે છે અને તે માટે કોઈ ખરીદી કરવાના સંજોગો પણ બને છે, વાર્તાલાપ દરમિયાન શબ્દપ્રયોગ પર અંકુશ રાખવો હિતાવહ છે

———————————————————————————————————————–

tulaaબેન્કિંગ, નાણાકીય,શિક્ષા, સલાહકાર જેવા ક્ષેત્રમાં સંકળાયેલ વ્યક્તિઓ એ તકેદારી વધુ રાખવી, દામ્પત્યજીવનકે ભાગીદારીમાં વિચાર મતભેદ થઈ શકે છે, ક્યાંક નાણાનીતંગીનો અનુભવ થાય, વેપારમાં થોડી જાગૃતા રાખવી સારી છે, વિદ્યાર્થીવર્ગને ભણવામાં એકાગ્રતા ઓછી અને ઈતરપ્રવૃત્તિ વધુ જોવા મળે તેવું બની શકે છે,  મુસાફરીદરમિયાનકે વાહન ચલાવવામાં તકેદારી રાખવી, નોકરીમાં કામકાજ દરમિયાન ક્યાંક કોઈની દેખાદેખીના બનાવમાં થોડા અજંપાનો અનુભવ થઇ શકે છે, યુવાવર્ગને પ્રિયજન તરફથી નારાજગી ના થાય તેનું ધ્યાન રાખવું, ક્યાંક પરાણે કામ કરતા હોવ તેવી લાગણી મનમાં અનુભવાય

———————————————————————————————————————–

wrussikપુરુષાર્થ કરોતો જુના કોઈ અટકેલા કામકાજમાં સફળતા સારી જોવા મળે, તેમાં પણ કોઈ અગત્યની વાતચીત હોયતો પ્રયત્ન કરવો સારો, તમારા પ્રતિસ્પર્ધી ક્યાંક તમને ખોટી રીતે ઉશ્કેરી શકે છે પણ તે તમારી વિરુદ્ધ કોઈ રીતે ફાવી શકશે નહિ, વેપારમાં આયોજન પૂર્વકનુજ કામ કરવું સારું, ઉતાવળિયા નિર્ણયના લેવાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે, ભાઈ-બહેન,પરિવાર સાથે સુમેળ સારો જોવા મળી શકે છે અને તમારામાં સારી નિખાલસતા જોવા મળે, યુવાવર્ગ માટે કોઈ જાહેરકાર્યક્રમમાં તેમનો પ્રભાવ સારો જવા મળે અને કોઈ પસંદગીની વાતકે કાર્ય કરવાની તકપણ ઉભી થાય તેવું બની શકે છે

———————————————————————————————————————–

dhanસંતાન અને પેટની તકલીફ બાબત થોડો ઉદ્વેગ રહે, કામની બાબતમાં થોડું અધીરાપણું વધુ જોવા મળે તેના કારણે તમે કોઈના ઉશ્કેરાટના ભોગ પણ બની શકો છો, ખર્ચાઓ પર અંકુશ મેળવી શકો, વેપારના કામકાજમાં તમને થોડો અસંતોષ દેખાય પરંતુ કામકાજ યોગ્ય રીતે ચાલતું રહે, મુસાફરીકે વાહન ચલાવવામાં ધીરજ રાખવી, વાર્તાલાપ દરમિયાન તમે કોઈને સારી રીતે પ્રભાવિત કરી દો. યુવાવર્ગ માટે કોઇપણ કાર્યમાં ઉતાવળના કરવાની સલાહ છે, મનમાં ધાર્મિકભાવના વધુ જાગે અને ક્યાંક જાત્રા કરવાના વિચારો વધુ આવે, મન થોડું ઉદાર બને અને કોઈને ક્યાંક કોઈક રીતે સહભાગી થાવ તેવું બની શકે છે.

———————————————————————————————————————–

makarધાર્મિક અને અધ્યાત્મિકવૃતિ તરફ ધ્યાન વધુ આપો તેવું બની શકે છે, વેપારના કામકાજમાં તમારા અનુભવનો ઉપયોગ તમે સારી રીતે કરી લાભ મેળવી શકો, ક્યાય મુસાફરી અને નવીનઓળખાણ થાય તેવું પણ બની શકે છે, નોકરીમાં કોઇપણ પ્રકારના ફેરફારકે બદલીના યોગ છે, લોકો તરફથી સારો આદરકે પ્રતિભાવ જોવા મળે, યુવાવર્ગને પ્રિયજન તરફથી પસંદગીની વાત સંભાળવા મળે, ક્યાય કોઈક જગ્યાએથી લાભ થાય તેવા યોગ પણ છે, અગત્યની કોઈ વાતચીતમાં તમારો પ્રભાવ સામેની વ્યક્તિ પર સારો જોવા મળે અને વાત સકારાત્મક બને તેવા સંજોગો પણ કહી શકાય, ધાર્યું થવાના યોગ વધુ બની રહ્યા છે

————————————————————————————-

kumbhધાર્મિકકે સામાજિક પ્રસંગમાં જૂની વાત તાજી થાય તેવા યોગ છે, મનમાં કેટલીક દુવિધા પણ જોવા મળી શકે છે, નાણાકીયબાબતે ખુશી થવાય તેવો લાભ પણ થઈ શકે છે, સ્વાસ્થ્યબાબત થોડી તકેદારી રાખવી જરૂરી છે. સગાસ્નેહી સાથેની વાર્તાલાપમાં તમને ગમતી કોઇ વાત સંભાળવા મળી શકે છે, તમારા હિતશત્રુ તમને ઉશ્કેરે નહિતે બાબતની કાળજી રાખવી જરૂરી છે, તમારી પસંદગીની કોઈ વસ્તુ ખરીદવાની ઈચ્છા રાખતા હોવતો તે માટે પણ તમને તક મળી શકે છે, વેપારના કામકાજમાં પસંદગીવાળા નાના કામ કરવા યોગ્ય છે, કોઈ જગાએ મુસાફરી થાય અને તેમાં નવીનઅનુભવ તેવા યોગ પણ છે

———————————————————————————————————————–

minઆરોગ્યબાબત થોડી કાળજી રાખવી, મિત્રો અને પરિચિત સાથે વાર્તાલાપમાં ધ્યાન રાખવું, તમારા કામકાજમાં અન્યનો સાથ સહકાર ઓછો જોવા મળી શકે છે, તમારા ધારેલા કામમાં તમે કરેલ ગણતરીથી ઓછું ફળ મળી શકે છે, અગત્યની કોઈ વાતચીતમાં કે મિલનમુલાકાતમાં તમને સામેના તરફથી પ્રતિભાવ ઓછો જોવા મળે અને એટલું ધ્યાન રાખવુંકે વાત ગેરમાર્ગેના દોરવાય, યાત્રાપ્રવાસમાં પણ તમને ઉત્સાહ ઓછો  રહે, વેપારના કામકાજમાં તમને સારું કરવાની ઈચ્છા થાય પણ તેમાં તમારું ધાર્યુંના થવાથી નિરાશાની લાગણી અનુભવાય, પ્રિયજન સાથે વિચારભેદ ના થાય તેની તકેદારી રાખવી હિતાવહ છે

.

(તા.15/01/2019 થી 31/01/2019 સુધી)

અંક સ્વામી: સૂર્ય (જન્મતારીખ ૧, ૧૦, ૧૯ અથવા ૨૮)

મિત્રોતરફથી કોઈ જાણવા જેવા સમાચાર સંભાળવા મળી શકે છે, હરવાફરવાની વૃતિ વધુ જોવા મળી શકે, વેપારમાં અનુભવના આધારે નાનું કામકાજ કરવું યોગ્ય કહી શકાય, કોઇપણ અગત્યનું કામકાજ કરતી વખતે ધીરજ,અનુભવ અને યોગ્ય સલાહસુચન મુજબ આગળ વધવું સલાહ ભર્યું કહી શકાય. વાહન ધીમે ચલાવવું સારું, સ્પર્ધાત્મકપરીક્ષા આપનારવર્ગ માટે સમયનો સદુપયોગ ઓછો થાય તેવા સંજોગો બની શકે છે. ખરીદી કરવા પાછળ તેમજ સામાજિકપ્રવૃત્તિના કારણે નાણા અને સમયનો વ્યય થઈ શકે છે, લગ્નની વાત જેમની ચાલતી હોય તેઓ માટે વડીલવર્ગના માર્ગદર્શન મુજબ આવળ વધવું હિતાવહ છે

—————————————————————————————————————————————

mudank 02અંક સ્વામી: ચંદ્ર (જન્મતારીખ ૨, ૧૧, ૨૦ અથવા ૨૯)

મિત્રવર્તુળ સાથે મિલનમુલાકાત દરમિયાન તમે ઉત્સાહ સારો અનુભવો અને ભૂતકાળના સ્મરણો તાજા થાય, યુવાવર્ગને  પ્રિયજન સાથે સારો સુમેળ જોવા મળે, વેપારના કામકાજમાં તમને આત્મવિશ્વાસ સારો રહે તેમજ ક્યાય લાભ થાય તેવું પણ બની શકે છે, કોઈ યાત્રા કે જાત્રા માટેના પ્રસંગ પણ બની શકે છે, નવા કોઈ કામકાજ ધીરજ અને યોગ્ય સમય મુજબ આગળ વધવું સારું કહી શકાય, લગ્નબાબતમાં સારો પ્રતિભાવ જોવા મળે પસંદગીની કોઈ વાત હોય તો તેમાં પણ વાત કરતા વાત આગળ વધે તેવા સંજોગો બને છે, પસંદગીની કોઈ વસ્તુ ખરીદવાની ઈચ્છા હોય તો તે પણ ફળીભૂત થઈ શકે છે

————————————————————————————————————————————-

અંક સ્વામી: ગુરુ (જન્મતારીખ ૩, ૧૨, ૨૧ અથવા ૩૦)

યુવાવર્ગ માટે કોઈની વાતમાં દોરવાઈના જવાય અને ખોટાકે ઉતાવળિયા નિર્ણયના લેવાય તેનું ધ્યાન રાખવું, હરવાફરવામાં કોઈની સાથે મતભેદકે મનદુઃખના થાય તેની કાળજી રાખવી, શક્ય હોય ત્યાંસુધી વ્યવહારુ અભિગમ આપના માટે યોગ્ય કહી શકાય, તમને તમારા કામકાજમાં ઉત્સાહ ઓછો જોવા મળે તેમજ અન્યનો સાથસહકાર પણ ઓછો જોવા મળી શકે છે વેપારમાં થોડી દ્વિધા અનુભવો અને તેની અસર તમારા કામકાજમાં પણ થઇ શકે છે, લગ્નબાબતની વાર્તાલાપમાં ધીરજ અને વ્યવહારુ અભિગમ અપનાવો સારો તેમજ મિલનમુલાકાત દરમિયાન ક્યાય વાતચીતમાં ગેરસમજના થાય તેનું ધ્યાન રાખવું

,

————————————————————————————————————————————–

અંક સ્વામી: રાહુ (જન્મતારીખ ૪, ૧૩, ૨૨ અથવા ૩૧)

તમે થોડા ધાર્મિકવૃતિ તરફ ધ્યાન વધુ આપો તેવું બની શકે છે, વેપારના કામકાજમાં તમારા અનુભવનો ઉપયોગ તમે સારી રીતે કરી લાભ મેળવી શકો, ક્યાય મુસાફરી અને નવીનઓળખાણ થાય તેવું પણ બની શકે છે, નોકરીમાં કોઇપણ પ્રકારના ફેરફારકે બદલીના યોગ છે, લોકો તરફથી સારોઆદરકે પ્રતિભાવ જોવા મળે, યુવાવર્ગને પ્રિયજન તરફથી પસંદગીની વાત સંભાળવા મળે, ક્યાય કોઈક જગ્યાએથી લાભ થાય તેવા યોગ પણ છે, લગ્નબાબતની વાતચીતમાં તમારો પ્રભાવ સામેની વ્યક્તિ પર સારો જોવા મળે અને વાત સકારાત્મક બને તેવા સંજોગો પણ કહી શકાય, વધુ વિચારશીલના થઈ વ્યવહારુ બનવું સારું

————————————————————————————————————————————–

અંક સ્વામી: બુધ (જન્મતારીખ ૫, ૧૪ અથવા ૨૩)

આ પાક્ષિક તમારા માટે કોઈ દ્વિધા સર્જી શકે છે પણ તેમાં તમને કોઈ મોટીસમસ્યા થાય તેવું જણાતું નથી. ક્યાય મુસાફરી થઇ શકે છે તેમાં તમે કંટાળાની લાગણી વધુ અનુભવી શકો છો. કોઈજગ્યાએ લગ્નની વાતચીત દરમિયાન તકેદારીકે ચોખવટ જેવી બાબતનું ધ્યાન રાખવું સારું. વેપારના કોઈપણ પ્રકારના કામકાજમાં ઉતાવળિયો નિર્ણયના લેવાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે, મજાકમશ્કરી જેવી બાબતથી દુર રહેવાની સલાહ છે, યુવાવર્ગ માટે વાણીવિલાસના થાય તેનું ધ્યાન રાખવું તેમજ કોઈ અગત્યના નિર્ણય લેતી વખતે ધીરજ અને અનુભવનો ઉપયોગ કરવો સારો કહી શકાય, પ્રિયજન સાથે દલીલબાજીના કરવી છે————————————————————————————————————————————-

અંક સ્વામી: શુક્ર (જન્મતારીખ ૬, ૧૫ અથવા ૨૪)

તમે થોડા ક્યાંક બેજવાબદાર બની શકે છો તમારી બેદરકારી કામકાજ અને વર્તનમાં વર્તાય. વેપારના કામકાજમાં તમે થોડી ઢીલ રાખો, પ્રિયજન સાથે ફરવા જવાના યોગ પણ છે પરંતુ તે દરમિયાન ક્યાય તેની નારાજગીનો સામનો ના કરવો પડે તેનું ધ્યાન રાખવું સલાહ ભર્યું છે, સ્વ!સ્થબાબત કોઈ નાની તકલીફ રહેતી હોયતો તેમાં કાળજી રાખવી સારી, રજાના દિવસોમાં ક્યાય ફરવાનાકે કોઈ પ્રસંગમાં જવાના યોગ બની શકે છે અને તે માટે કોઈ ખરીદી કરવાના સંજોગો પણ છે, પ્રસંગમાં તમને ક્યાંક કંટાળાજનક પરિસ્થિતિનો સામનો કરવો પડે અને શબ્દપ્રયોગ પર અંકુશ રાખવો હિતાવહ છે

————————————————————————————————————————————–

mudank 07અંક સ્વામી: કેતુ (જન્મતારીખ ૭, ૧૬ અથવા ૨૫)

દામ્પત્યજીવન કે ભાગીદારીમાં સારા સંજોગો બની શકે છે, ક્યાંક નાણાની તંગીનો અનુભવ થતો હોય તો તેમાં પણ રાહત મળી શકે છે, વેપારમાં થોડી જાગૃતા રાખવી સારી, વિદ્યાર્થીવર્ગને ભણવામાં એકાગ્રતા ઓછી અને ઈતરપ્રવૃત્તિ વધુ જોવા મળે તેવું બની શકે છે,  મુસાફરીદરમિયાન કે વાહનચલાવવામાં તકેદારી રાખવી, નોકરીમાં કામકાજદરમિયાન ક્યાંક કોઈની દેખાદેખીના બનાવમાં થોડા અજંપાનો અનુભવ થઇ શકે છે, યુવાવર્ગને પ્રિયજન તરફથી સારો સહકાર મળે, લગ્નબાબતની વાર્તાલાપમાં તમને સારી સફળતા અને અન્યનો સહયોગ જોવા મળે, પસંદગીના પાત્ર સાથે મિલનમુલાકાત થાય તેવા યોગ પણ છે

————————————————————————————————————————————–

અંક સ્વામી: શનિ (જન્મતારીખ ૮, ૧૭ અથવા ૨૬)

જુના કોઈ અટકેલા કામકાજમાં મહેનત કરોતો કામમાં થોડી ગતિ જોવા મળી શકે છે તેમાં પણ કોઈ લગ્નબાબતની વાતચીત હોયતો તેમાં ફરીથી પ્રયત્ન કરવો,  તમારા પ્રતિસ્પર્ધી ક્યાંક તમને ખોટી રીતે ઉશ્કેરી શકે છે પણ તે તમારી વિરુદ્ધ કોઈ રીતે ફાવી શકશે નહિ, વેપારમાં આયોજન પૂર્વકનુજ કામ કરવું સારું, ઉતાવળિયા નિર્ણયના લેવાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે, ભાઈ-બહેન,પરિવાર સાથે સુમેળ સારો જોવા મળી શકે છે અને તમારામાં સારી નિખાલસતા જોવા મળે, યુવાવર્ગ માટે કોઈ જાહેરકાર્યક્રમમાં તેમનો પ્રભાવ સારો જવા મળે અને કોઈ પસંદગીની વાત કે કાર્ય કરવાની તક પણ ઉભી થાય તેવું બની શકે છે.

—————————————————————————————————————————————

અંક સ્વામી: મંગળ (જન્મતારીખ ૯, ૧૮ અથવા ૨૭)

કામની બાબતમાં થોડું અધીરાપણું વધુ જોવા મળે તેના કારણે તમે કોઈના ઉશ્કેરાટના ભોગ પણ બની શકો છો ,ઘરમાંકે ઓફીસમાં તમારી કાર્યપદ્ધતિના કારણે ક્યાંક અણગમો વર્તાય પરંતુ તમારી વ્યવહાર કુશળતાના કારણે તમે પરિસ્થિતિને કાબુમાં લાવીદો. વેપારના કામકાજમાં તમને થોડો અસંતોષ દેખાય પરંતુ કામકાજ યોગ્ય રીતે ચાલતું રહે, મુસાફરીકે વાહનચલાવવામાં ધીરજ રાખવી, વાર્તાલાપ દરમિયાન શબ્દનું અર્થઘટન ખોટી રીતેના થાય તેનું ધ્યાન રાખવું માટે જરૂરીયાત પુરતીજ વાર્તાલાપ યોગ્ય કહી શકાય, યુવાવર્ગ માટે કોઇપણ કાર્યમાં ઉતાવળના કરવાની સલાહ છે, ધીરજ અને અનુભવથી વર્તવું સારું