રાશિ ભવિષ્ય

0
218518

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

(તા. 17/02/2019)

મેષ 40_2આજના દિવસ સાવચેતી રાખવી, ગુસ્સા પર કાબુ રાખવો, વાહન ધીમે ચલાવવું, તાવ,માથા,આંખ,હાડકાની તકલીફથી સાચવવું, વાર્તાલાપમાં ક્યાય ગેરસમજના થાય તેનું ધ્યાન રાખવું, પ્રિયજન સાથેની ખરીદી પાછળકે ફરવામાં ધાર્યા કરતા વધુ નાણા ખર્ચાય અને તેનો થોડો અજંપો તમારી શાંતિને ખલેલ પોહ્ચાડે

——————————————

વૃષભ 40આજનો દિવસ સરસ રીતે પસાર થાય કારણકે તમને ઉત્સાહ સારો રહે અને નવીનકામનું આયોજન થાય, પ્રિયજન સાથે પસંદગીની કોઈ વાત આપલે થાય, ધાર્મિકકાર્ય હેતુ ક્યાય મુસાફરી થાય અને તેમાં તમને ખુશીની લાગણી અનુભવાય, તમે આજે કોઈને મદદ કરવાની સદભાવના રાખો તેવું બની શકે

——————————————-

મિથુન 40_1આજનો દિવસ સામાન્ય છે, કુટુંબ, મિત્રો સાથે સમય સારી રીતે પસાર થાય, ક્યાંક બિનજરૂરી નાણાકીય ખર્ચ થઈ શકે છે, પ્રિયજન સાથે હરવાફરવામાં ઉત્સાહ સારો જોવા મળે,તેમને કોઇ પરિચિત સાથેના સંપર્ક દ્વારા તમારા કોઈ કામની સારી વાત સંભાળવા મળી શકે કે લાભની વાત સંભાળવા મળી શકે છે

——————————————-

કર્ક 40આજનો દિવસ શાંતિ અને સાવચેતીથી પસાર કરવો ખાસ કરીને વાદવિવાદથી દુર રહેવું જરૂરી છે જેથી ખોટો અજંપો ટાળી શકાય, વાહન ધીમે ચલાવવું, કફ, છાતી, પ્રેસર જેવી તકલીફથી સાચવવું,  કામકાજમાં મહેનત કરતા ઓછું ફળ મળે, જીવનસાથે ખોટી વાર્તાલાપના થાય તેનું ધ્યાન રાખવું

.——————————————–

સિંહ 40_4આજનો દિવસ સામાન્ય છે, કામકાજમાં થોડી વ્યસ્તતા જોવા મળી શકે છે, મનમાં થોડી અશાંતિ જોવા મળી શકે છે, સરકારીકામ, યુનિફોર્મવાળી નોકરી, સોના-ઝવેરાત, ફાર્મા જેવા ક્ષેત્રમાં કામકરનારને માનસિક થાકની લાગણી વધુ અનુભવાય. માર્કેટિંગક્ષેત્રમાં તમને સમયનો વ્યય વધુ જોવા મળી શકે છે,

——————————————-

કન્યા 40આજનો દિવસ સારી રીતે પસાર થઇ શકે છે અને જો  જુનાકામની કોઈ ગુંચ પડેલી હોયતો તેને ઉકેલી શકાય તેવા યોગ છે, તમારા મનમાં રહેલી કોઈ ઈચ્છા પૂરી થાયકે તેમાં તમને કોઇ મદદ કરતા મળે તેવું પણ બની શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં ઉત્સાહ સારો જોવા મળે, પ્રિયજનસાથે ફરવા જવાના યોગ પણ છે,

.——————————————

તુલા 40_2આજનો દિવસ તમારે સાવચેતીથી પસાર કરવો ઇચ્છનીય છે , વાહન ધીમે ચલાવવું સલાહ ભર્યું છે, હિતશત્રુ અને ખટપટી લોકોથી દુર રહેવાની જરૂર છે ,ચામડી,એલર્જી,,ડાયાબીટીસ, સ્ત્રીદર્દ ભોગવતા લોકોએ થોડી તકેદારી રાખવી, માર્કેટિંગક્ષેત્રમાં માનસિકથાક અને કામ ટાળવાની વૃતિ જોવા મળી શકે છે

.——————————————–

વૃશ્ચિક 40આજનો દિવસ સરસ છે અને તેમાં પણ જો કોઈ જૂનીઓળખાણ તાજી થાયતો તમારી ખુશી અને લાગણી તમારા મુખ પર સ્પષ્ટ દેખાઈ આવે, તમારા કોઈ કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય, જમીન, બાંધકામ, વાહનવ્યવહાર, ધાતુ, જેવા ક્ષેત્રમાં કામકરનારને નવીનતક ઝડપવાના યોગ બને છે

——————————————–

ધન 40આજનો દિવસ ધીરજ અને સાવચેતીથી પસાર કરવો, વાહન ધીમે ચલાવવું સલાહ ભર્યું છે, ખટપટ અને ગુસ્સાથી દુર રહેવું જેથી બિનજરૂરી વિવાદ ટાળી શકાય, પેટ, આંતરડા, ડાયાબીટીસના દર્દી એ તકેદારી રાખવી, થોડી આરામકરવાની વૃતી રહે, આજે ધીરજ, પ્રભુ ભક્તિમાં સમય પસાર કરવો શ્રેષ્ઠ છે

——————————————–

મકર 40આજનો દિવસ સારો છે, તમને તમારા કામકાજમાં ઉત્સાહ સારો રહે,  પ્રિયજન સાથે ક્યાંક મુસાફરી થઈ શકે  છે, તમારા ધાર્યા કામ થઇ શકે તેવા યોગ બની રહ્યા છે, સ્પર્ધાત્મકપરીક્ષાની તૈયારીમાં વધુ સમય ફાળવો યોગ્ય છે, માર્કેટિંગક્ષેત્રમાં મેહનત કાર્યનો સંતોષ જોવા મળી શકે છે, મિલનમુલાકાત સફળ રહે

——————————————–

કુંભ 40_1આજનો દિવસ સામાન્ય છે, તમારા કામમાં વ્યસ્તતા વધુ રહે તેવા સંજોગો બની શકે છે, લાકડા,ચામડા, ધાતુ, ઓઈલ,પેટ્રોલ, કોમ્પુટરક્ષેત્રના કામકરનારવર્ગમાં નવીનતા જોવા મળે,  તમે જુનાકામમાં અટવાવતો તેમાં જલ્દીથી ઉકેલન આવે અને સમયનો વ્યય થાય, હરવાફરવામાં બિનજરૂરી ખર્ચાકે ખરીદી થાય

——————————————-

મીન 40_1આજનો દિવસ સામાન્ય છે, તમારા મિત્રો સાથે કામની કોઈ લાભકારી ચર્ચા થાય અને તેમાં તમારી ગણતરી મુજબ કામ થાય તેવું બની શકે છે, મુસાફરીના યોગ છે, માર્કેટિંગક્ષેત્રમાં રેફરન્સથી કામ કરોતો લાભ થાય, આજે તમારામાં ધાર્મિકભાવના પણ સારી જોવા મળે અને ધાર્મિકસ્થળની મુલાકાત પણ થાય

(તા. 11/02/2019 થી 17/02/2019) સોમવારથી રવિવાર સુધી

meshસપ્તાહ દરમિયાન તમને ઈતરપ્રવૃત્તિમાં ધ્યાન વધુ રહે અને કામમાં રૂચી ઓછી જળવાય, સ્પર્ધાત્મકપરીક્ષા આપના વર્ગ માટે સમયનો સદુપયોગ ઓછો થાય તેવા સંજોગો બની શકે છે. ખરીદી કરવા પાછળ તેમજ સામાજિકપ્રવૃત્તિના કારણે નાણા અને સમયનો વ્યય થઈ શકે છે, મિત્રોતરફથી કોઈ જાણવા જેવા સમાચાર સંભાળવા મળી શકે છે, હરવાફરવાની વૃતિ વધુ જોવા મળી શકે, વેપારમાં અનુભવના આધારે નાનું કામકાજ કરવું યોગ્ય કહી શકાય, કોઇપણ અગત્યનું કામકાજ કરતી વખતે ધીરજ,અનુભવ અને યોગ્ય સલાહસુચન મુજબ આગળ વધવું સલાહ ભર્યું કહી શકાય. વાહન ધીમે ચલાવવું સારું.

———————————————————————————————————————-

vrushabhમિત્રવર્તુળ સાથે મિલનમુલાકાત દરમિયાન તમે ઉત્સાહ સારો અનુભવો અને ભૂતકાળના સ્મરણો તાજા થાય, યુવાવર્ગ માટે સપ્તાહ દરમિયાન નવીનજાણકારીકે શીખવાની તક મળે અને તમારા કામકાજમાં અન્યનો સાથસહકાર સારો મળે, વેપારના કામકાજમાં તમને આત્મવિશ્વાસ સારો જોવા મળે તેમજ ક્યાય લાભ થાય તેવું પણ બની શકે છે, કોઈ યાત્રાકે જાત્રા માટેના પ્રસંગ પણ બની શકે છે, નવાકોઈ કામકાજમાં ઉતાવળના કરવી પણ ધીરજ અને યોગ્યસમય મુજબ આગળ વધવું સારું કહી શકાય, ડાયાબીટીસ, એલર્જી જેવા દર્દ હોય તેમને આરોગ્યબાબત થોડીક તકેદારી રાખવી, પ્રિયજનસાથે પસંદગીની કોઇ ચીજની ખરીદી પણ થાય

———————————————————————————————————————–

mithunઆ સપ્તાહ દરમિયાન તમારા કામકાજમાં ઉત્સાહ ઓછો જોવા મળે તમારા કામકાજમાં અન્યનો સાથ સહકાર પણ ઓછો જોવા મળી શકે છે, વેપારના કામકાજમાં તમારામાં કામકાજ કરવામાં થોડી દ્વિધા અનુભવો અને તેની અસર તમારા કામકાજમાં પણ થઇ શકે છે, સાંધા,સ્નાયુ,પાચનને લગતી આરોગ્ય બાબત બેદરકારીના રહે તેનું ધ્યાન રાખવું, યુવાવર્ગ માટે કોઈની વાતમાં દોરવાઈના જવાય અને ખોટા નિર્ણયકે ઉતાવળિયા નિર્ણયના લેવાય તેનું ધ્યાન રાખવું, હરવાફરવામાં કોઈની સાથે મતભેદકે મનદુઃખના થાય તેનું ધ્યાન રાખવું, શક્ય હોય ત્યાંસુધી વ્યવહારુ અભિગમ આપના માટે યોગ્ય કહી શકાય.

———————————————————————————————————————–

karakલગ્ન માટે જેમની વાતચીત ચાલતી હોય તેવા માટે આ સપ્તાહની શરૂઆતમાં કોઈ નિર્ણયના લેવો સારો પણ છેલ્લા બે દિવસમાં કોઈ જગ્યાએ નિર્ણયકે જવાબ આપવો હોયતો સમય સંજોગ અનુકુળતાએ જવાબ આપવો યોગ્ય કહી શકાય, વેપારના કામકાજ લાભની કોઈવાત બને. શરદી,તાવ,પ્રેશર શ્વાસના દર્દ હોય તેવા લોકોએ આરોગ્યબાબત કાળજી રાખવી સલાહ ભરી છે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે તૈયારીમાં ઓછું ધ્યાન અને ઈતરપ્રવૃત્તિમાં વધુ ધ્યાન રહે તેવું બની શકે છે, વાર્તાલાપમાં ક્યાય ગેરસમજના થાય તેની તકેદારી રાખવી તેમજ વાહન ધીમે ચલાવવું સલાહ ભર્યું છે, જીવનસાથી સાથે દલીલબાજી ના કરવી.

———————————————————————————————————————–

leoઆ સપ્તાહ તમારા માટે કોઈ સમસ્યા સર્જી શકે છે પણ તેમાં તમને કોઈ મોટી સમસ્યા થાય તેવું જણાતું નથી. ક્યાય મુસાફરી થઈ શકે છે તેમાં તમે કંટાળાની લાગણી વધુ અનુભવી શકો છો. કોઈજગ્યાએ વાતચીત દરમિયાન તકેદારીકે ચોખવટ જેવી બાબતનું ધ્યાન રાખવું સારું. વેપારના કોઈપણ પ્રકારના કામકાજમાં ઉતાવળિયો નિર્ણયના લેવાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે, મજાકમશ્કરી જેવી બાબતથી દુર રહેવાની સલાહ છે, હાડકા, આંખ, દાંત, તાવ જેવી આરોગ્યબાબતમાં તકેદારી રાખવી યોગ્ય કહી શકાય, કોઈ અગત્યના નિર્ણય લેતી વખતે ધીરજ અને અનુભવનો ઉપયોગ કરવો સારો કહી શકાય.

———————————————————————————————————————–

kanyaતમે થોડા ચંચળ અને ક્યાંક વધુ પડતા ઉદારવાદી પણ બની શકે છો પણ તેમાં થોડું સજાગ રહેવું જેથી ક્યાય ગેરસમજના વર્તાય. વેપારના કામકાજમાં તમે થોડી અપેક્ષા વધુ રાખો પણ તેમાં કેટલા ખરા ઉતારો તે બાબત તમારા ઉપરજ રહેલી છે. પ્રિયજન સાથે ફરવા જવાના યોગ પણ છે પરંતુ તે દરમિયાન ક્યાય તેની નારાજગીનો સામનો ના કરવો પડે તેનું ધ્યાન રાખવું સલાહ ભર્યું છે, સ્વસ્થબાબત કોઈ નાની તકલીફ રહેતી હોયતો તેમાં કાળજી રાખવી સારી, સપ્તાહના અંતિમદિવસોમાં ક્યાય ફરવાનાકે કોઈ પ્રસંગમાં જવાના યોગ બની શકે છે અને તે માટે કોઈ ખરીદી કરવાના સંજોગો પણ ઉભા થઈ શકે છે.

———————————————————————————————————————–

tulaaવિદ્યાર્થીવર્ગને ભણવામાં એકાગ્રતા ઓછી જોવા મળે તેવું બની શકે છે, દામ્પત્યજીવન કે ભાગીદારીમાં થોડો વિચાર મતભેદ થઈ શકે છે, ક્યાંક નાણાની થોડી તંગીનો અનુભવ થઈ શકે છે, વેપારમાં થોડી જાગૃતા રાખવી સારી, મુસાફરી દરમિયાનકે વાહન ચલાવવામાં તકેદારી રાખવી, ચામડી, એલર્જી, સ્ત્રીદર્દ, ડાયાબીટીસ જેવા દર્દ હોયતો તેમાં પણ થોડું ધ્યાન આપવું ઇચ્છનીય છે, નોકરીમાં કામકાજ દરમિયાન શાંતિ જાળવવી જેથી સંઘર્ષ ટાળી શકાય, કોઈ અગત્યના કામકાજમાં ઉતાવળિયો નિર્ણયના લેવાય તેનું પણ ધ્યાન રાખવું, ક્યાંક કોઈની દેખાદેખીના બનાવમાં થોડા અજંપાનો અનુભવ થઇ શકે છે.

———————————————————————————————————————–

wrussikભાગીદારી કે દામ્પત્યજીવનમાં સાનુકુળતા વધુ જોવા મળે તેવું બની શકે છે, જુના કોઈ અટકેલા કામકાજમાં મહેનત કરોતો તેમાં પણ થોડી ગતિ જોવા મળી શકે છે. તમારા પ્રતિસ્પર્ધી ક્યાંક તમને ખોટી રીતે ઉશ્કેરી શકે છે પણ તે તમારી વિરુદ્ધ કોઈ રીતે ફાવી શકશે નહિ, જેમને શરદી,તાવ,કફ,આંખ,માથાઅંગેની તકલીફ હોય તેવા લોકોએ આરોગ્યબાબત થોડી તકેદારી રાખવી, વેપારમાં આયોજનપૂર્વકનુ જ કામ કરવું સારું, ઉતાવળિયા નિર્ણયના લેવાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે, ભાઈ-બહેન,પરિવાર સાથે સુમેળ સારો જોવા મળી શકે છે અને તમારામાં સારી નિખાલસતા જોવા મળે, જુનીયાદ તાજી થવાથી ખુશી અનુભાવાય

———————————————————————————————————————–

dhanઆ સપ્તાહ દમિયાન તમને  શરદી,તાવ,પેટની કોઇ તકલીફના થાય તેનું ધ્યાન રાખવું, કામની બાબતમાં થોડું અધીરાપણું વધુ જોવા મળે અને તેના કારણે તમે કોઈના ઉશ્કેરાટના ભોગ પણ બની શકો છો, ઘરમાંકે ઓફીસમાં તમારા વિચાર મતભેદને કારણે ક્યાંક અણગમો વર્તાય પરંતુ તમારી વ્યવહાર કુશળતાના કારણે તમે પરિસ્થિતિને કાબુમાં લાવીદો. વેપારના કામકાજમાં તમને નિર્ણયશક્તિનો અભાવ વર્તાય અને તેની અસર તમાર કામકાજ પર પડી શકે માટે શાંતિ અને ગણતરી પુર્વાક્જ કામ કરવું જોઈએ, મુસાફરી કે વાહન ચલાવવામાં તકેદારી રાખવી, જરૂરીયાતપુરતી જ વાર્તાલાપ યોગ્ય કહી શકાય.

———————————————————————————————————————–

makarનોકરીમાં કોઇપણ પ્રકારના ફેરફારકે બદલીના યોગ ઉભા થઈ શકે છે, કોઈ જગ્યાએ તમારાથી કોઈ નાખુશ થયું હોય તેવા લોકો તરફથી પણ સારો આદરકે પ્રતિભાવ જોવા મળે, તમારી લાગણીનો કોઈ દુરુપયોગના કરે તેનું ધ્યાન રાખવું જરૂરી છે, તમે થોડા ધાર્મિકવૃતિ તરફ ધ્યાન વધુ આપો તેવું પણ બની શકે છે, વેપારના કામકાજમાં તમારા અનુભવનો ઉપયોગ તમે સારી રીતે કરીને લાભ મેળવી શકો તેવું બની શકે છે. છાતી, ફેફસા, હાડકાની તકલીફ હોય તેવા લોકોએ આરોગ્યબાબત થોડી તકેદારી રાખવી. મુસાફરી થાય તેવા યોગ પણ બની રહ્યા છે, ક્યાંક નવીનઓળખાણ થાય તેવું પણ બની શકે છે.

————————————————————————————-

kumbhધાર્મિક કે સામાજિક પ્રસંગમાં જવાના યોગ છે, મનમાં કેટલીક દુવિધા પણ જોવા મળી શકે છે, પરંતુ ક્યાંકથી આકસ્મિકનાણાકીયકે કોઈ બાબતે ખુશી થવાય તેવો લાભ પણ બની શકે છે, કમર, સાંધા, સ્નાયુ જેવી તકલીફ ભોગવતા હોયતે લોકોએ થોડી તકેદારી રાખવી જરૂરી છે. સગાસ્નેહી સાથેની વાર્તાલાપમાં તમને ગમતી કોઇ વાત સંભાળવા મળી શકે છે, તમારા હિતશત્રુ તમને ઉશ્કેરે નહિતે બાબતની કાળજી રાખવી જરૂરી છે, તમારી પસંદગીની કોઈ વસ્તુ ખરીદવાની ઈચ્છા રાખતા હોવતો તે માટે પણ તમને તક મળી શકે છે, વેપારના કામકાજમાં પસંદગીનાજ નાના કામ કરવા યોગ્ય છે.

———————————————————————————————————————–

minમિત્રો અને પરિચિત સાથે સારો સુમેળ બની શકે છે, તમારા કામકાજમાં અન્યનો સારો સાથસહકાર મળી શકે છે, તમારા ધારેલા કામમાં તમે ગણતરી અને મેહનત કરોતો સારું ફળ મળી શકે છે, લગ્નની માટેની વાતચીત ક્યાય ચાલતી હોયતો વાર્તાલાપ અને મિલનમુલાકાતમાં તમને સારો પ્રતિભાવ અને ઉત્સાહ જોવા મળી શકે છે ફક્ત એટલું ધ્યાન રાખવુંકે ઈર્ષાળુ કોઈ ખટપટના કરી જાય, યાત્રાપ્રવાસ પણ તમને ઉત્સાહપૂર્વકનો રહે, મિત્રવર્તુળ સાથે કોઈ નવીનવાતની આપલે પણ થઇ શકે છે, વેપારના કામકાજમાં તમને સારું કરવાની ઈચ્છા થાય અને તેમાં આયોજનપૂર્વક કામ કરોતો લાભ થઈ શકે છે.

.

(તા.1/02/2019 થી 15/02/2019 સુધી)

અંક સ્વામી: સૂર્ય (જન્મતારીખ ૧, ૧૦, ૧૯ અથવા ૨૮)

સારી યાદગીરીનું પાક્ષિક છે, મહત્વના કામ પ્રત્યે વધુ ધ્યાન દાખવશો તેમાં પણ લગ્નબાબતની વાર્તાલાપ માં સારો પ્રતિસાદ મળી શકે, મનમાં આ બાબતનો ઉત્સાહ પણ રહશે, સ્વાસ્થ્ય પર થોડું ધ્યાન રાખવું, મિત્રો,પરિચિત લોકો સાથે  પ્રસંગોપાત મિલન-મુલકાત સારી રહી શકે, કાર્યક્ષેત્રમાં મહેનત વધુ થાય પરંતુ કામકાજ પણ સારી રીતે થઇ શકે, બજારમાં કામકાજમાં અધીરા બની ઉતાવળિયા નિર્ણયના લેવાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે, લાગણી,પ્રેમ જેવી બાબતમાં જીદ્દીના બનાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે, સામાજિક કે જાહેરજીવનમાં તમે રૂચી વધુ લો તેવું બની શકે અને તેમાં સારો ઉત્સાહ જળવાય

—————————————————————————————————————————————

mudank 02અંક સ્વામી: ચંદ્ર (જન્મતારીખ ૨, ૧૧, ૨૦ અથવા ૨૯)

આ પખવાડિયું સામાજિક, ધાર્મિક અને વ્યવસાયમાં વ્યસ્તતા વધુ રહે તેવી બાબતવાળું છે,  જુનાસંબંધો તાજા થાય અને તેનાથી તમે વધુ માનસિક રીતે તાજા થઇ જાવ, તમે આ દિવસો દરમિયાન ઘણા રચનાત્મક અને સહયોગી ભાવનાવાળા બનો, જૂની લાગણી, સુખદપ્રસંગ કે ઓળખાણ બહુ યાદ આવે. સ્વાસ્થ્યબાબત તમે થોડા ચોકસાઈ વાળા બનો. લગ્નબાબત મિલનમુલાકાતમાં તમને થોડું અધીર!પણું જોવા મળે અને કોઈની મજાકનાપાત્ર ના બનાય તેનું ધ્યાન રાખવું, આર્ધિકક્ષેત્રમાં ફાયદાજનક વાત બની શકે છે,  ક્યાંક નવાસંબંધમાં લાભની વાત કરવાની તક મળે તેવું પણ બનવા જોગ છે

————————————————————————————————————————————-

અંક સ્વામી: ગુરુ (જન્મતારીખ ૩, ૧૨, ૨૧ અથવા ૩૦)

આ પખવાડિયું આત્મવિશ્વાસ સાથે તમને અલગનીખાર આપે તેવું કહી શકાય. કાર્યક્ષેત્રમાં ધાર્યા કામ વધુ થઇ શકે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે સારા સમયનું આયોજન પણ આ પખવાડિયા દરમિયાન થઈ  શકે છે, વેપારમાં તમારા આયોજન મુજબના કામ થાય. સ્વાસ્થ્યબાબત થોડા બેદરકાર બની શકો છો પણ કઈ તકલીફ થાય તેવી બાબત ઓછી રહેલી છે. ક્યાંકથી તમારા કામની  કદર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે થાય. કાર્યક્ષેત્રમાં તમને અન્યનો સાથસહકાર સારો મળે. સામાજિકપ્રસંગમાં તમને માનપાન સારું મળી શકે. લગ્ન બાબતની મિલનમૂલાકાતમાં તમારો પ્રભાવ સામેની વ્યક્તિ પર વધુ પડે

,

————————————————————————————————————————————–

અંક સ્વામી: રાહુ (જન્મતારીખ ૪, ૧૩, ૨૨ અથવા ૩૧)

તમારું ગણતરીપૂર્વકનું ધાર્યું કામ વધુ થાય અને તેમાં તમે ઘણા ઉત્સાહી બનો. ક્યાંક આત્મસન્માન વધુ જળવાય તેવું વલણ અપનાવો. સ્વસ્થતાબાબત થોડી કાળજી રાખવી ઇચ્છનીય છે. ઘરમાં વડીલવર્ગ કે કાર્યક્ષેત્રમાં ઉપલીકે સાથીકર્મચારી વર્ગ સાથે કોઈ અગત્યના કામમાં તમારું મહત્વ અંકાય. વાર્તાલાપ દરમિયાન તમારી વાણીનો પ્રભાવ સામેની વ્યક્તિ પર સારો પડે,. વાહન ચલાવવામાં કે મુસાફરી દરમિયાન કાળજી રાખવી. લગ્નબાબતની વાતચીત કે મિલનમુલાકાત દરમિયાન તમારું ધાર્યું થોડું વધુ થાય તેવી પણ વાત પ્રબળ બને છે અને અન્યનો સાથસહકાર પણ સારો જોવા મળી શકે છે.

————————————————————————————————————————————–

અંક સ્વામી: બુધ (જન્મતારીખ ૫, ૧૪ અથવા ૨૩)

તમારા ધાર્યાકામ વધુ થવાથી તમારી માનપ્રતિષ્ઠામાં અને આત્મવિશ્વાસમાં વધારો થાય તેવા સંજોગ ઉભા થાય, બજારના કામકાજમાં તમારા અનુભવ મુજબ કામ કરો તો લાભ થઈ શકે છે, જાહેરજીવનમાં તમે ભૂતકાળમાં  એવા કોઈ કામ કર્યા હોયતો તેની કદર પ્રશંશા સંભાળવા મળી જાય. સ્વાસ્થ્યબાબતમાં તમારી ચોકસાઈ વધી શકે છે, કોઈ ધાર્મિક કે સામાજિકપ્રસંગમાં જવાના કારણે તમારા કોઈ અધૂરા કામ થાય તેવા યોગ બને. નવીનોકરી કે ફેરબદલીની ઈચ્છા ધરાવનાર વર્ગ માટે સારી તક મળી શકે છે, કોઈપણ જગ્યાએ ઓળખાણથી કામ માટે પ્રયત્ન કરતા હોવ તો તેમાં પણ સારી સફળતા મળી શકે છેછે————————————————————————————————————————————-

અંક સ્વામી: શુક્ર (જન્મતારીખ ૬, ૧૫ અથવા ૨૪)

વ્યવસાયમાકે વ્યવહારમાં કોઈપણ પ્રકારની ગણતરીથી કામકાજ કરવામાં આવે તો ઘણી સારી સફળતા મળી શકે. મિત્રવર્તુળમાં સારી લાભની વાત સંભાળવા મળે, નવીનકાર્ય કરવામાં તમને અન્યનો સાથ સહકાર સારો મળે, આરોગ્યાબાબતમાં સ્થિતિ સારી રહે, બજારના કામકાજમાં તમારા અનુભવ મુજબ કામકાજ કરવાથી કામ કરવાનો સારો સંતોષ મળે, યુવાવર્ગને પોતાના મનની વાત ક્યાંક રજુ કરવાની તક પણ મળી રહે તેવા સંજોગો ઉપસ્થિત થઇ શકે છે. લગ્નબાબતની વાર્તાલાપ કે મિલનમુલાકાતમાં તમારી પ્રતિભા સામેની વ્યક્તિ પર સારી રીતે પડવાથી તમને સારી લાગણીના અનુભવાનો આનંદ મળે

————————————————————————————————————————————–

mudank 07અંક સ્વામી: કેતુ (જન્મતારીખ ૭, ૧૬ અથવા ૨૫)

મનમાં કઇક વાત હોય તેના અમલ કરવા ઉત્સાહી બનો,, નાનીનાની વાતમાં ગુસ્સો આવે, કામકાજમાં ધીરજનો અભાવ વર્તાય, ડાયાબીટીસ, લોહી, ત્વચા, લીવર, એલર્જી, જેવી બાબતની આરોગ્યલક્ષી તકલીફ હોયતો તેમાં થોડી તકેદારી રાખવી જરૂરી છે. વેપારમાં ઉતાવળિયો નિર્ણયના લેવાય તેની કાળજી રાખવી જરૂરી છે. મુસાફરીમાં નાણાકીયખર્ચ અને કંટાળાજનક પરિસ્થિતિ ઉભી થઈ શકે છે. પોતાના વર્તન અને વાર્તાલાપથી સામેની વ્યક્તિને અચરજમાં પણ મૂકીદો તો નવાઈ નહિ.  ક્યાય ગેરસમજના થાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે. લગ્નાબબતની વાર્તાલાપ આકસ્મિક રીતે સારી બાબત રજુ કરી જાય તેવું બની શકે છે

————————————————————————————————————————————–

અંક સ્વામી: શનિ (જન્મતારીખ ૮, ૧૭ અથવા ૨૬)

તમારા વિચારોને નિયંત્રણમાં રાખવા જરૂરી છે. ઘરમાં વડીલવર્ગ અને ઓફીસમાં ઉપલા અધિકારી સાથે ક્યાય મતભેદ કે વાર્તાલાપમાં ઉગ્રતાના આવે તેનું ધ્યાન રાખવું જરૂરી છે. વેપારી કામકાજ દરમિયાન તકેદારી રાખવી જરૂરી છે, હાડકા, સાંધા, સ્નાયુ, કમર જેવી તકલીફ ધરાવતા લોકોએ આરોગ્યબાબત કાળજી રાખવી. જાહેરકાર્યક્રમમાં કે પ્રસંગમાં ક્યાય નાની વાત કોઈ મોટા વિવાદના કરે તેનું ધ્યાન રાખવું જરૂરી છે. કોઈને સલાહ સુચન આપતા તકેદારી રાખવી ક્યાક તમે કોઇની મજાકના પાત્રના બનો તેનું ધ્યાન રાખવું જરૂરી છે. નવીનોકરી કે વ્યવસાય કરનારને ધીરજ અને કુનેહપૂર્વક કામકાજ કરવાની સલાહ છે.

—————————————————————————————————————————————

અંક સ્વામી: મંગળ (જન્મતારીખ ૯, ૧૮ અથવા ૨૭)

તમારી કોઈપણ વાતની આતુરતા વધતીજ જાય અને સ્વભાવમાં થોડી ઉગ્રતાકે ધીરજનો અભાવ જણાય, પડવા, વાગવા, દાઝવા, કરંટ લાગવાની બાબતથી તકેદારી રાખવી જરૂરી છે, જેમને બ્લડપ્રેશર, હાડકા, આંખની કે લોહીની તકલીફ હોય તો તકેદારી રાખવી જરૂરી છે, કોઈપણ અટકેલા કામકાજને  કોઈ ઓળખાણ  કે પોતાની મેહનતથી પુરા કરવામાં આવેતો તેમાં પણ સારો પ્રતિસાદ મળે, વેપારીએ કામકાજમાં ગણતરી અને હિમતથી કામ કરે તો તેમાં સારી સફળતા મળે,. રાજકીય કામકાજમાં કે સરકારી કામકાજમાં તમને સારો ઉત્સાહ જોવા મળે. પ્રિયજનનો સારો સાથ મળવાથી તમે સારી લાગણીનો અનુભવ કરો