રાશિ ભવિષ્ય

0
254807

 

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

(તા. 16/06/2019)

મેષ 40_2આજના દિવસમાં તમને થોડો ઉત્સાહ જોવા મળી શકે છે, વાર્તાલાપમાં સારો સમય પસાર થાય, જૂની ઓળખાણ તાજી થાય તેમાં તમને આનંદ,ખુશીની લાગણીનો અનુભવ થાય, આજે આરામ કરવાની અને થોડેક અંશે આળસવૃતિ પણ જોવા મળી શકે, ધાર્મિકસ્થાનની મુલાકાત પણ થઈ શકે છે.

——————————————————————-

વૃષભ 40આજે સગાસ્નેહી,જુનાપરિચિત સાથે મિલનમુલાકાતકે કોઈ તેમની સાથેના અગત્યના કામકાજના યોગ છે, આરોગ્યબાબત કામકાજકે ઈતરપ્રવૃત્તિના કારણે થોડા બેદરકાર પણ બનો, કોઈ વ્યવહારુઅભિગમ અપનાવા જાવતો તમે ક્યાંક કોઈના થોડા રોષના પણ ભોગ બની શકો છે માટે આજે શાંતિ રાખવી સારી કહી શકાય.

———————————————————————-

મિથુન 40_1આજે તમારા માટે કોઇપણ પ્રકારના કામકાજ હેતુ નાનીકે મોટીમુસાફરીના યોગ બની રહ્યા છે, મુસાફરી દરમિયાન નવીનઓળખાણ પણ થઈ શકે છે, તમારાકે અન્યમાટેના શુભપ્રસંગઅંગે ચર્ચા વિચારણા થઈ શકે છે, વડીલવર્ગ સાથે અતિઉત્સાહમાં વિવેકનો અતિરેકના થાય તેનું ધ્યાન રાખ્વવું


કર્ક 40આજે તમને થોડો માનસિકથાકકે કારણવગરનો ઉશ્કેરાટની લાગણીનો અનુભવ થાય, વર્તણુકમાં થોડા લાગણીશીલ બની શકો છો, આકસ્મિકખર્ચા પણ કોઈ કારણસર થઈ શકે છે. શરદી,ખાંસી,તાવ જેવી નાનીનાની તકલીફથી તમે થોડી બેચીની વધુ અનુભવો. એકંદરે દિવસ શાંતિથી પસાર કરવો.

.——————————————–

સિંહ 40_4આજના દિવસે તમને કંઇકને કંઇક કરવાની જીજ્ઞાસા વધુ જોવા મળે અને કામકાજ કરવામાં થોડી ઉતાવળ કરવાની વૃતિ પણ જોવા મળે, કોઈ જુનાઅટકેલા કામ પુરાકરવા માટેકે તમારા લગ્ન અથવા કોઈના લગ્નની વાત ગોઠવવા માટે પ્રયત્ન કરવો સારો કહી શક્ય, પ્રિયજન સાથે દિવસ સારી રીતે પસાર થાય.

——————————————-

કન્યા 40આજે કુટુંબના સભ્યો સાથે મિલનમુલાકાત થાયકે કોઈ સામાજિકકે ધાર્મિકપ્રસંગમાં હાજરી આપવાના યોગ બને છે અને તેમાં તમારું વર્ચસ્વ અને મોભો જળવાય તેવું પણ બની શકે છે, તમને કોઈની મજાક-મશ્કરી કરવાની વૃતિ જાગે પરંતુ તેમાં કોઈની લાગણીના દુભાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે

..——————————————

તુલા 40_2આજ દિવસમાં આત્મવિશ્વાસ વધુ જોવા મળે, કઈક નવીનકાર્ય કરવાની ઈચ્છા પ્રબળ થાય, લગ્નયોગ ધરાવતા યુવાવર્ગ માટે વાર્તાલાપકે મિલનમુલાકાત સારી રહી શકે. નાનાઅંતરની મુસાફરી થઈ શકે છે. તમે આજે કોઈના કામકાજમાં ક્યાંક સહભાગી બનો તેવું પણ બની શકે છે.

.——————————————–

વૃશ્ચિક 40આજે થોડી માનસિકચિંતાકે અશાંતિ જેવું લાગે કારણકે કોઈકને કોઈક વિચાર બાબતે તમને અસ્વસ્થ કરી શકે છે. ઘરમાં વડીલવર્ગ સાથે વિચારમતભેદના થાય તેનું ધ્યાન રાખવું. બ્લડપ્રેશર, છાતીનાદર્દ હોય તેવા લોકો માટે આજે પરેજી પાળવામાં ચોકસાઈ રાખવી જરૂરી છે. દિવસ શાંતિથી પસાર કરવો.

——————————————–

ધન 40આજે મિત્રો સાથે સારોસમય પસાર થાય, તમે કોઈને કોઈકામમાં સહભાગી બનો તેવી લાગણી તમારામાં જોવા મળે, ધાર્મિકઆસ્થા થોડી વધુ જોવા મળી શકે. જુનાસંબંધ અચાનક યાદ આવે તેવું પણ બની શકે છે. કોઈના લગ્નબાબત વાતચીતકે મિલનમુલાકાત કરવાથી સારો પ્રતિભાવ જોવા મળે તેવું બની શકે છે.

——————————————–

મકર 40આજે થોડીક માનસિકવિચારોથી તમે અશાંતિ અનુભવો, મનમાંને મનમાં કોઈક વાતનો અજંપો રહે, વાર્તાલાપ દરમિયાન ક્યાય ગેરસમજના થાય તેનું ધ્યાન રાખવું, શક્ય એટલું ઓછુ બોલવું સારું, .કમર, હાડકા,પગમાં દુખાવાની તકલીફ વાળાએ આરોગ્યબાબતમાં ધ્યાન વધુ આપવું ઇચ્છનીય છે.

——————————————–

કુંભ 40_1આજે કોઈ ધાર્મિકસ્થળકે સામાજિકપ્રસંગ માટેની મુલાકાત થઈ શકે છે, જાહેરજીવનમાં તમારો મોભો સારો વર્તાય આજે તમારું વર્ચસ્વ તમાર કામ અને આવડત પર સારું જોવા મળે. યુવાવર્ગને પોતાની પસંદગીની કોઈવાત સંભાળવા મળે કે જાણવા મળે અને ઉત્સાહિત થવાય તેવું બની શકે છે

——————————————-

મીન 40_1આજે એકલા હાથે ઘણા કામકરવાના આવે તેવું બની શકે છે તેમાં તમને અન્યનો સાથ ઓછો જોવા મળે તેના કારણે તમે કામ ટાળવાની વૃતિ જાગે અને આરામ કરવાનું મન વધુ થાય.ક્યાંક આકામિકનાણાકીય ખર્ચ આવી શકે છે, મિલનમુલાકાતકે હરવાફરવામાં ઉમંગનો અભાવ જોવા મળી શકે છે.

(તા. 17/06/2019 થી 23/06/2019) સોમવારથી રવિવાર સુધી

meshયાત્રાકે જાત્રા થઈ શકે છે અને તેમાં ધાર્યા કરતા વધુ ખર્ચા થાય, અધ્યાત્મિક પ્રવચનો સંભાળવાના યોગ વધુ છે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે સમય અનુકુળ છે, જમીન,મકાન, વાહન, સંબંધિત કોઈ અટકેલા કામ પુરા થઈ શકે, વાહન ધીમે ચલાવવું તેમજ મુસાફરીમાં તકેદારી રાખવી. વેપારમાં કામકાજ કરતી વખતે કામમાં ધ્યાન કેન્દ્રિત ઓછું થવાથી ક્યાંક ઉતાવળિયા નિર્ણય લેવાયાની લાગણીનો અનુભવ થયા કરે, લોન લેવામાંકે ચૂકવામાં સરળતાનો માર્ગ મળી શકે છે, લગ્નબાબતની વાતચીતકે મિલનમુલાકાતમાં સફળતાકે વાત આગળ ચાલવાના યોગ બની રહ્યા છે,

———————————————————————————————————————-

vrushabhસામાજિક, ધાર્મિકપ્રસંગમાં તમારી હાજરી પ્રભાવશાળી બની શકે છે. વેપારના કામકાજમાં ઉત્સાહ થોડો ઓછો  જોવા મળે તેવું બની શકે છે. જુનામતભેદ ભૂલવાની તક મળી શકે છે. નવીનોકરી કે ફેરબદલી કરવામાટે ધીરજ રાખવી, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે કોઈ વસ્તુ શીખવી હોય તો આ સમયમાં પ્રયત્ન કરવો સારો છે. કાયદાકીય બાબતના પ્રશ્નોમાં સલાહ સુચન બાદ આગળ વધવું, મનપસંદ ખરીદી થઈ શકે છે, પ્રિયજન સાથે સુખદ સમય પસાર થાય, પરિવારકે મિત્રો સાથે મનોરંજન અને ઈતરપ્રવૃત્તિમા મન વધુ લગાવો તેવું બની શકે છે, જૂનીયાદથી ઘણા લાગણીશીલ બનો,

———————————————————————————————————————–

mithunકોઈપણ કામકાજ દરમિયાન થોડી ધીરજ રાખવી જરૂરી છે ઉતાવળીયે કામકાજમા ગેરસમજ થઈ શકે છે. કોઈજગ્યાએ આકસ્મિકખર્ચ થાય તેવું પણ બની શકે છે. આરોગ્યબાબત પરેજી પાળવી વધુ જરૂરી બને છે. વેપારના કામકાજમાં ધીરજ અને અનુભવથી કામકાજ કરવું અન્યની વાતમા દોરવાઈના જવાય તે માટે ધીરજ જરૂરી છે. નોકરીકે વ્યવસાયમા સમયનો દુરુપયોગ અને કારણવગરની કામકાજમા સમસ્યાના થાય તેનું ધ્યાન રાખવું, જરૂરપુરતોજ વ્યવહાર યોગ્ય કહી શકાય, પ્રેમસંબંધમા થોડાક ઉતર–ચઢાવ થઈ શકે છે માટે ધ્યાન રાખવું જરૂરી કહી શકાય, વાહન ધીમે ચલાવવું ઇચ્છનીય છે.

———————————————————————————————————————–

karakતમારા કામની કદર થોડી ઓછી થાય, ક્યાંક નવીનઓળખાણ થઇ શકે છે તેમાં લાભની વાત આપ-લે થઇ શકે છે. કુટુંબમાંકે આસપાસના કોઈ જાહેરકાર્યક્રમમાં જવાના યોગ છે તેમાં તમે થાકની લાગણી વધુ અનુભવો, વેપારના કામકાજમાં તમને ઉત્સાહ ઓછો અને કાર્યમાં આળસ કરવાની વૃતિ જાગે, યુવાવર્ગને તેમના મિત્રવર્તુળમાંથી સારી જાણકારીકે વાત સંભાળવા મળે પરંતુ તેમાં તેમનો સહયોગ ઓછો પ્રાપ્ત થઇ શકે છે, નજીકના સગાસ્નેહીના સ્વસ્થની ચિંતા થાય તેવા યોગ પણ ઉભા થઇ શકે છે પરંતુ તેમાં મોટી કોઈ વિટંબણા ઉભીના થવાથી થોડી રાહત અનુભવી શકો છો, કાનૂની વાદ-વિવાદમાં તકેદારી રાખવી.

———————————————————————————————————————–

leoઆ સપ્તાહ દરમિયાન થોડો માનસિકઉદ્ગ્વેગ જોવા મળી શકે છે ક્યાંક અશાંતિ રહ્યા કરે. વેપારના કામકાજમા ધીરજનો અને અનુભવનો અભાવ વર્તાય અને તેની અસર પણ કામકાજમાં દેખાઈ આવે, આરોગ્યની નાનીનાની તકલીફથી પણ પરેશાની રહે, ભાગીદારીમા કે દામ્પત્યજીવનમા તમારી લાગણી દુભાતી હોય તેવું તમને માનસિક રીતે વધુ લાગે પણ જો શાંતિ જાળવી પ્રભુભક્તિમા ધ્યાન અને મન પરોવી રાખો તો ઘણી માનસિકશાંતિનો અનુભવ કરી શકો છે. ધીરજ અને આત્મવિશ્વાસ રાખશો તો કામ સરળતાવાળું બની રહશે, મુસાફરી થોડી કંટાળાજનક બની શકે છે.

———————————————————————————————————————–

kanyaઅશાંતિ અને દ્વિધા હોયતો તેનું નિરાકરણ આવી શકે છે, સામાજિકકે ધાર્મિકકાર્યમા કોઇપ્રવૃત્તિ કરવાનું મન થાય, વેપારના કામકાજમા સમાચાર તમારા વિચારો અને  દ્વિધામા વધારો કરી શકે છે, નોકરિયાતવર્ગને પોતાના ઉપરી સાથે માનસિકતનાવથી બચવું, ઘણી જૂનીઓળખાણ તાજી થાય અને તેમા તમારું મન આનંદની લાગણીશીલ બની જાય. વિદ્યાર્થીવર્ગકે યુવાવર્ગ જે કોઈ નોકરીકે વ્યવસાયમા નવીનતા ઇચ્છતું હોય તેમના માટે કોઈ સારીતક દેખાય, પરંતુ તેમાં હાલ કોઈ ઉતાવળના કરવી અને યોગ્યવ્યક્તિની સલાહ લેવી, ઘરની જવાબદારીમા ધ્યાન વધુ આપવું પડે તેવા સંજોગો ઉભા થઈ શકે છે.

———————————————————————————————————————–

tulaaઆર્થિકબાબતની ચિંતા હળવી થાય, નવાઆયોજન બાબતમા અન્યનો સાથ-સહકાર મળી શકે છે તેમજ મિલકત અંગેના કોઈપ્રશ્નમા રુકાવટ હોયતો તે દુર થવાની તક મળી શકે છે, યુવાવર્ગ માટે પણ આસપ્તાહ દરમિયાન સારાસંજોગ ઉભા થઈ શકે,  જૂનીવાતકે કામના ઉકેલમા અન્યનો સહયોગ પણ મળી શકે છે. વેપારના કામકાજમા ગણતરી અને આયોજનપૂર્વકના કામકાજ કરવા યોગ્ય છે.,મુસાફરીકે પ્રવાસના યોગ પણ બની રહ્યા છે, માર્કેટિંગક્ષેત્રમા તમારે ધીરજ રાખવી પડે અને ક્યાંક સમયનો વધુ દુરવ્યય થયાની વ્યથા પણ જોવા મળી શકે છે, લગ્નબાબતની વાતચીતકે મિલમુલાકાત ફળદાયી બની શકે છે.

———————————————————————————————————————–

wrussikકામકાજમા અચાનક વધારો થઈ જાય અને તમે થોડા માનસિકરીતે અસ્વસ્થ બનો પરંતુ તેમા તમારાથી કોઈની લાગણીના દુભાયકે કોઈની ઉશ્કેરાટના ભોગના બનાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે. ઘરમાં કે નજીક ના સગા-સ્નેહીમા કોઈ અણબનાવકે મનદુઃખ થયું હોયતો તેવા સંબંધને સુધારવાની કોશિશ કરતા તેમાંપણ સફળતા દેખાઈ શકે છે. વેપારના કામકાજમા તમને યોગ્યપ્રતિસાદ મળી શકે છે. તમારો મોભો,પ્રતિષ્ઠા તમે કરેલા કોઇકામમા સારીઉપસી આવે, નવીનકાર્ય કરવામાં તમને અન્યનો સાથસહકારકે માર્ગદર્શન સારું મળી શકે છે, વ્યવસાયિક કામકાજ માટેની યાત્રા લાભદાયી બની શકે છે.

———————————————————————————————————————–

dhanઆત્મવિશ્વાસ સારો જોવા મળે અને પ્રભાવશાળી વ્યક્તિત્વ બને, મહત્વના કામ કરવા માટેના પ્રયત્નમા સફળતા મળે, રાજકીયકે સરકારીકામકાજમા ધાર્યું થવાથી ઉત્સાહમા વધારો થાય, મન થોડું મોજશોખ પાછળ દોરવાય અને ક્યાંક તેની પાછળ ખર્ચા પણ થાય, કોઈ કાર્યમા ધીરજ અને અનુભવ તમને સૌથી વધુ મદદગર બની શકે છે, નવીઓળખાણ લાભદાયી બની શકે છે, કોઇપણ પ્રકારની મુસાફરી થાય, સ્પર્ધાત્મકપરીક્ષા આપનારવર્ગ માટે સમય અનુકુળ છે, માર્કેટિંગક્ષત્રમા આયોજન કરી કામકાજ કરતા સારા પરિણામ મેળવી શકાય, લગ્નબાબતની વાર્તાલાપકે મિલનમુલાકાત લાભપ્રદ બની શકે છે.

———————————————————————————————————————–

makarમિત્રોકે પરિવાર સથે કોઈ કાર્યક્રમમા જવાના યોગ છે તેમા તમને સારી ખુશી અનુભવાય, આર્થિકબાબત પરના આયોજન સારા થઈ શકે છે, વેપારના કામકાજમા લાભની કોઈવાત થઈ શકે છે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે કોઈ વિષય શીખવામાં વધુ મહેનત કરવાથી સારાફળની પ્રાપ્તિ થઇ શકે છે, કોઈ અગત્યની વાતચીતકે મિલનમુલાકાતમા કોઈનો સહયોગ લેવો વધુ ફાયદાકારક બની શકે છે. વિદેશજવા ઈચ્છા રાખનારવર્ગ આસપ્તાહ દરમિયાન કોઈપણ પ્રકારની કાર્યવાહી કરેતો તેમાં પણ યોગ્યપ્રતિસાદ મળી શકે, ધીરજથી કામકરવામા સફળતા મેળવવી સરળ બનશે, યાત્રાકે જાત્રા માટેનું આયોજન થઈ શકે છે.

——————————————————————————————————————————————

kumbhકામકાજમા વ્યસ્તતા,માનસિકથાક વધુ લાગે, કોઈનો સહયોગ થોડો ઓછો જોવા મળે પણ ધીરજ અને પોતાના આત્મવિશ્વાસથી કામમા રચ્યાપચ્યા રહેવું વધુ યોગ્ય છે, ઘરમા વડીલવર્ગકે ઓફીસમા ઉપરી અધિકારી સાથે વાર્તાલાપ દરમિયાન વિચારમતભેદ થાય પણ તેમા પણ પરિસ્થિતિ સુધરી જાય, આવક વધારવા વધુ પ્રયત્ન કરવો પડે, પસંદગીની વ્યક્તિ તરફથી સારું વલણ જોવા મળે અને તેમાં તમને સારી લાગણીનો અનુભવ થાય, પ્રભુભક્તિ તરફ મન વધુ પરોવાઈ શકે છે તેમજ કોઈ ધાર્મિકસ્થળની મુલાકાત  થવાના યોગ પણ છે, યુવાવર્ગ માટે મશ્કરી જેવી બાબતથી થોડા દુર રહેવું સલાહભર્યું કહી શકાય.

———————————————————————————————————————–

minઘરકે પરિવારમા શુભસમાચાર સંભાળવાથી ખુશીનું માહોલ જોવા મળે, લાભની વાત આપ-લે થઇ શકે છે, વેપારના કામકાજમા પણ તમને ઉત્સાહ જોવા મળી શકે છે. વાર્તાલાપ દરમિયાન શબ્દપ્રયોગ પર ધ્યાન આપવું જેથી ગેરસમજ ટાળી શકાય, મુસાફરીકે પ્રવાસનું આયોજન થઈ શકે છે, પેટ,અપચાની તકલીફથી સાચવવું, વડીલવર્ગને જુનાસંભારણા વધુ તાજા થાય, કામકાજમા સફળતા મળે તવું બની શકે છે, કામનો ભાર રહે પરંતુ તેમાં અન્યનો સહયોગ પણ જોવા મળે, કામકાજ માટેની મુસાફરી નવીન અનુભવ કરાવે, કોઈ ખરીદી કે ફરવા જવાના યોગ પણ છે જેમાં તમને સારી ખુશી થાય.

(તા.16/06/2019 થી 30/06/2019 સુધી)

અંક સ્વામી: સૂર્ય (જન્મતારીખ ૧, ૧૦, ૧૯ અથવા ૨૮)

પાક્ષિક સારું છે, મહત્વના કામ પ્રત્યે વધુ ધ્યાન દાખવશો તો ધારી સફળતા મળી શકે, મનમાં થોડું અધીરા પણું રહશે ,સ્વાસ્થ્ય પર થોડું ધ્યાન રાખવું જરૂરી છે, મિત્રો,પરિચિત લોકો સાથે ક્યાંક વિચાર મતભેદ જોવા મળી શકે પરંતુ તેની કોઈ નકારાત્મક અસર થશે નહિ, કાર્યક્ષેત્રમાં મહેનત વધુ થાય પરંતુ કામકાજ પણ સારી રીતે થઇ શકે, વેપારમાં કામકાજમાં અધીરા બની ઉતાવળિયા નિર્ણયના લેવાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે. લાગણી, પ્રેમ જેવી બાબતમાં જીદ્દીના બનાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે જેથી કોઈની સાથે મનદુઃખ થવાની વાતના બને,  સામાજિક/જાહેર જીવનમાં તમે થોડી રૂચી ઓછીલો તેવું બની શકે.

—————————————————————————————————————————————

mudank 02અંક સ્વામી: ચંદ્ર (જન્મતારીખ ૨, ૧૧, ૨૦ અથવા ૨૯)

લાભ અને પ્રગતિની તક દેખાય તવું બની શકે, જુનાઅટકેલા કામ ધીમે ધીમે આગળ વધે તેવું બની શકે, તમે રચનાત્મક અને સહયોગી ભાવનાવાળા બનો તેવા સંજોગો બને છે, જૂનાપ્રસંગકે ઓળખાણ બહુ યાદ આવે અને તેના કારણે તમે થોડા લાગણીશીલ પણ બની જાવ, સ્વાસ્થ્યબાબત તમે થોડા ચોકસાઈવાળા બનો. ધાર્મિકકે સામાજિકપ્રસંગમાં જવાના યોગ પણ બની રહ્યા છે. આર્થિકક્ષેત્રમાં ફાયદાજનક વાત બની શકે.  ક્યાંક સંબંધમા મતભેદ થયા હોય તેને સુધારવાની તક મળે તેવું બની શકે છે, લગ્નબાબતની વાતચીતમાં પ્રગતિના યોગ તમને ઘણા ઉત્સાહી અને રોમાંચિત બનાવી શકે છે.

————————————————————————————————————————————-

અંક સ્વામી: ગુરુ (જન્મતારીખ ૩, ૧૨, ૨૧ અથવા ૩૦)

તમારામા આત્મવિશ્વાસ સારો જોવા મળે અને તમારા કાર્યક્ષેત્રમા ધાર્યા કામ વધુ થઇ શકે, સ્પર્ધાત્મક પરીક્ષા આપનાર માટે સારાસમયનું આયોજન પણ આ પખવાડિયા દરમિયાન બની શકે છે. વેપારમા તમારા આયોજન મુજબના કામ થઇ શકે છે. સ્વાસ્થ્યબાબત થોડા બેદરકાર બની શકો છો પણ કઈ તકલીફ થાય તેવી બાબત ઓછી રહેલી છે. ક્યાંકથી તમારા કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય. કાર્યક્ષેત્રમા તમને અન્યનો સાથસહકાર સારો મળે. સામાજિકપ્રસંગમા તમને સારો પ્રતિસાદ મળે. પ્રિયજન સાથે ક્યાંક મુસાફરી થાયકે ગમતી ચીજવસ્તુની ખરીદી કરવાના સંજોગો ઉભા થઈ શકે છે.

,

————————————————————————————————————————————–

અંક સ્વામી: રાહુ (જન્મતારીખ ૪, ૧૩, ૨૨ અથવા ૩૧)

તમારું ધાર્યું વધુ થાય તેવું વલણ અપનાવો જેના કારણે તમે થોડા જીદ્દી હોવ તેવું સાબિત થઈ શકે છે. સ્વસ્થબાબત થોડી કાળજી રાખવી ઇચ્છનીય છે. ઘરમા વડીલવર્ગકે કાર્યક્ષેત્રમા ઉપલીકે સાથીકર્મચારી સાથે ઉગ્રતા,સંઘર્ષ ના થાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે. વાર્તાલાપ દરમિયાન ક્યાય વાણીવિલાસ ના થાય તેની તકેદારી રાખવી જરૂરી છે. વાહનચલાવવામા કે મુસાફરી દરમિયાન કાળજી રાખવી. ખોટાખર્ચ કે  બિનજરૂરી ચીજની ખરીદીમા નાણાવ્યય થઈ શકે છે, લગ્નબાબતની મિલનમુલાકાત દરમિયાન વાર્તાલાપમા ધીરજ રાખવી, વધુ ઉત્સાહ ક્યાંક તમારી પ્રતિભામાં ગેરસમજના કરે તેનું ધ્યાન રાખવું

————————————————————————————————————————————–

અંક સ્વામી: બુધ (જન્મતારીખ ૫, ૧૪ અથવા ૨૩)

તમારા ધાર્યા કામ વધુ થઇ શકે છે, તમારી માનપ્રતિષ્ઠામા વધારો થાય તેવા સંજોગ બને છે. વેપારના કામકાજમા તમારા અનુભવ મુજબ કામ કરોતો લાભ થઈ શકે છે, જાહેરજીવનમા તમે ભૂતકાળના કોઈ કામ કર્યા  હોયતો તેની કદર પ્રશંશા સંભાળવા મળી જાય. સ્વાસ્થ્યબાબતમા તમારી ચોકસાઈ વધી શકે તેવા સંજોગ બની શકે છે, કોઈ ધાર્મિકકે સામાજિકપ્રસંગમા જવાના યોગ બને. નવીનોકરીકે ફેરબદલીની ઈચ્છા ધરાવનાર માટે સારી તક મળી શકે છે, કોઈપણ જગ્યાએ ઓળખાણથી કામ માટે પ્રયત્ન કરતા હોવતો તેમાં પણ સારી સફળતા મળી શકે છે, પ્રિયજન તરફથી કઈક લાભકારી વાત પણ બની શકે છે.

————————————————————————————————————————————

અંક સ્વામી: શુક્ર (જન્મતારીખ ૬, ૧૫ અથવા ૨૪)

વ્યવસાયમાકે વ્યવહારમા કોઈપણ પ્રકારની ગણતરીથી કામકાજ કરવામાં આવેતો ધારી સફળતા મળી શકે. મિત્રવર્તુળમા સારી લાભની વાત સંભાળવા મળે, નવીનકાર્ય કરવામા તમને અન્યનો સાથસહકાર સારો મળે, આરોગ્યબાબતમા સ્થિતિ સારી રહે, મુસાફરીના યોગ છે તેમજ સગાસ્નેહી સાથે મિલનમુલાકાતકે સારી વાર્તાલાપ થઈ શકે છે. વેપારના કામકાજમા તમારા અનુભવ મુજબ કામકાજ કરવાથી કામ કરવાનો સારો સંતોષ મળે, યુવાવર્ગને પોતાના મનની વાત ક્યાંક રજુ કરવાની તક પણ મળી રહે અને તેમાં સારો પ્રતિભાવ જોવા મળે તેવા સંજોગો ઉપસ્થિત થાય તેવું પણ બનવા જોગ છે.

————————————————————————————————————————————–

mudank 07અંક સ્વામી: કેતુ (જન્મતારીખ ૭, ૧૬ અથવા ૨૫)

તમારા મનમા કઇક વાતનો ઉદ્વેગ રહ્યા કરે, નાનીનાની વાતમા ગુસ્સો આવે, કામકાજમા ધીરજનો અભાવ વર્તાય, ડાયાબીટીસ,લોહી,ત્વચા,લીવર,એલર્જી, જેવી બાબતની આરોગ્યલક્ષી તકલીફ હોયતો તેમા થોડી તકેદારી રાખવી જરૂરી છે. વેપારના કામકાજમા ઉતાવળિયો નિર્ણયના લેવાય તેની કાળજી રાખવી જરૂરી છે. મુસાફરીમા નાણાકીયખર્ચ અને કંટાળાજનક પરિસ્થિતિ ઉભી થઈ શકે છે. પોતાના વર્તન અને વાર્તાલાપથી ક્યાય ગેરસમજના થાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે. સ્ત્રીવર્ગને ખટપટથી દુર રહેવાની સલાહ છે. કોઈને વણમાગી સલાહના આપવી,વાર્તાલાપમા ક્યાય ગેરસમજના થાય તેનું ધ્યાન રાખવું ઇચ્છનીય છે

———————————————————————————

૮.: અંકસ્વામીઃ શનિ (8,17 અથવા 26 )

તમારા વિચારને કાબુમાં રાખવા જરૂરી છે. ઘરમા વડીલવર્ગ અને ઓફીસમા અધિકારી સાથે ક્યાય મતભેદકે વાર્તાલાપમાં ઉગ્રતા ના આવે તેનું ધ્યાન રાખવું જરૂરી છે. વેપારમા કામકાજ દરમિયાન તકેદારી રાખવી જરૂરી છે, હાડકા,સાંધા,સ્નાયુ,કમર જેવી તકલીફ ધરાવતા લોકોએ આરોગ્યબાબત કાળજી રાખવી. જાહેરકાર્યક્રમમા કે પ્રસંગમા ક્યાય નાનીવાત મોટોવિવાદ ના કરે તેનું ધ્યાન રાખવું જરૂરી છે. કોઈને સલાહસુચન આપતા તકેદારી રાખવી ક્યાક તમે કોઇની મજાકનાપાત્ર ના બનો તેનું ધ્યાન રાખવું જરૂરી છે. નવીનોકરીકે વ્યવસાયકરનારને ધીરજ અને કુનેહપૂર્વક કામકાજ કરવાની સલાહ છે.

—————————————————————————–

૯. અંકસ્વામી મંગળ (9,18 અથવા 27  )

કોઈપણ વાતની આતુરતા વધતીજ જાય અને સ્વભાવમા થોડી ઉગ્રતાકે ધીરજનો અભાવ જણાય, પાડવા, વાગવા,દાઝવા,કરંટ લાગવાની બાબતથી તકેદારી રાખવી જરૂરી છે, જેમને બ્લડપ્રેશર,હાડકા,આંખનીકે લોહીની તકલીફ હોયતો તકેદારી રાખવી જરૂરી છે, કોઈપણ અટકેલા કામકાજને કોઈઓળખાણથી કે પોતાની મહેનતથી પુરાકરવામાં આવેતો તેમાં પણ સારોપ્રતિસાદ મળે, વેપારના કામકાજમા ગણતરી અને હિમતથી કામ કરવામા આવેતો સફળતા મળે. સરકારીકામકાજમા તમને સારો ઉત્સાહ જોવા મળે, પ્રિયજન સાથે કોઇપણ પ્રકારના વિવાદ ના થાય તેની કાળજી રાખવી હિતાવહ છે.