રત્નો-ઉપરત્નોની શક્તિઓનું રહસ્ય બતાવતો પ્રયોગ

નુષ્યના જીવનની શરૂઆત નાભિમાં પ્રાણ આવવાથી થાય છે. તેનું શરીર પાંચ મહાભૂતનું બનેલું છે. પરંતુ શરીરને માત્ર આ વાયુ, આકાશ, પૃથ્વી, અગ્નિ અને જળ જ ચલાવે છે તેવું નથી. ખરેખર તો પાંચ મહાભૂત બાકીના અદ્રશ્ય કારણોને ચલાવવાનું માધ્યમ છે. ખરી દુનિયા તો આપાંચ મહાભૂતની પાછળ ચાલ્યા કરે છે. બ્રહ્માંડીય શરીર, ભાવનાત્મક શરીર, માનસિક શરીર, આધ્યાત્મિક શરીર પણ આ શરીર સાથે જોડાયેલા રહે છે. મનુષ્યના મન, આત્મા અને શરીરને અદ્રશ્ય ઊર્જાઓ ચલાવતી રહે છે. તેનું ભાવનાત્મક શરીર પણ વધારો ઘટાડો અનુભવે છે, તે સાથે આધ્યાત્મિક શરીર એટલે કે આધ્યાત્મિક દુનિયાની તેની ઓળખ પણ વધતી ઘટતી રહે છે. માનસિક અને ભાવનાત્મક શરીરને લીધે તો મનુષ્ય રોગમાંથી બચી શકે છે અથવા રોગોથી મુકત પણ થાય છે.

આ અદ્રશ્ય શારીરિક ઊર્જા તેના ભૌતિક શરીરનું ભવિષ્ય નિર્માણ કરે છે. ખૂબી એ છે કે માનસિક અને ભાવનાત્મક શરીર ક્યારેક ભૌતિક શરીરની પણ ઉપર હોય છે, એટલે કે ભૌતિક શરીર કરતા માનસિક આવેગ અને લાગણીઓ મનુષ્યને વધુ અસર કરે છે. આ બધી ઊર્જાઓ અને મનુષ્યના શરીરના આ પરિમાણસૂર્ય અથવા તો ઉન્નત વૈશ્વિક ઊર્જા સાથે સીધા સંબંધમાં છે. જ્યોતિષમાંજેમ સ્ટોન્સના જે સુચન થયા છે, તે જેમસ્ટોન્સ બિલકુલ આ ઊર્જાઓ સાથે તાલમેલ કરીને મનુષ્યનાબ્રહ્માંડીય શરીર, ભાવનાત્મક શરીર, માનસિક શરીર, આધ્યાત્મિક શરીર અને ચેતનામાં પણ ફેરફાર કરી શકે છે. હાલમાં હું એક સંશોધન વાંચી રહ્યો હતો, જેમાં સ્પષ્ટ લખ્યું હતું કે પૂર્વના એક દેશમાં રેલવે સ્ટેશન પર હવે વાદળી રંગનો પ્રકાશ બધી લાઈટ્સમાં મુકવામાં આવ્યો છે, ત્યાં રેલ્વે સ્ટેશન પર આ વાદળી રંગનો પ્રકાશ કરવાથી લોકોના મન અને શરીરને આરામનો અનુભવ થવા લાગ્યો છે. મુસાફરોને માનસિક તાણ અને થાકથી આ વાદળી પ્રકાશ રાહત આપે છે.

જેમ કે, કેટલાક સેમી-પ્રેશિયસ જેમસ્ટોન્સ, પણ જીવનમાં કમાલની અસરો કરે છે. રોસ ક્વાર્ટ્ઝ તમારામાં પ્રેમની ઊર્જા વધારે છે. લાપીસ લાઝુલી તમારામાં કૌશલ્ય અને બુદ્ધિનો વિકાસ કરે છે. ટાઈગર આઈનો સ્ટોન તમને શક્તિ અને લડત કરવા માટે ઉત્સાહ આપે છે. પેરીડોટ તમારા શરીરમાં આરામ અને શારીરિક ઊર્જામાં વધારો કરે છે, વધુ કાર્યક્ષમતા આવે છે. સીટ્રાઈન સફળતા અને વ્યવસાયિક સાહસની પ્રેરણા આપે છે. તકલીફોથી ત્રસ્ત અને આશા ગુમાવેલ લોકોના જીવનમાં ગાર્નેટનો સ્ટોન મહત્વનો છે. ગાર્નેટ જીવનમાં આશા અને પ્રાણ ફૂંકે છે, જે લોકો સામાજિક અને આર્થિક બાબતોથી પણ તંગ આવી ગયા હોય છે, તેમને ગાર્નેટ પહેરવાથી આશા અને ધીરજ આવી જજાય છે. ભાગ્યવર્ધક એવો નાનો પણ જવલ્લે મળતો કાર્નેલીયન, જીવનમાંતમને વધુ વિશ્વાસ આપે છે. આસ્ટોન્સ માટે તમારે કોઈ વધુ જ્ઞાનની જરૂર નથી. થોડી જાણકારી સાથે પણ આ સ્ટોન્સ અને જેમ્સ તમે પહેરી શકો છો. જાણકારોએ સદીઓથી આ જ્ઞાનનો ઉપયોગ કર્યો છે. આજે આ વિદ્યા દુર્લભ થવા લાગી છે.

તમે જેમસ્ટોન્સની ઊર્જામાં વધારો પણ કરી શકો છો. બધા સ્ટોન્સ અને જેમ્સની ઊર્જાનો અખંડ સ્રોત સૂર્ય છે. પ્રીઝમ સૂર્યના પ્રકાશને સાત અલગ વર્ણમાં વહેંચે છે. તમારે આ સૂર્ય પ્રકાશને સવારના સમયે જયારે સૂર્યના કિરણો બિલકુલ ત્રાંસા હોય ત્યારે પ્રીઝમની મદદથી તેનો એક વર્ણપટ કરવાનો છે. સાત વર્ણોને એક લાકડાના પાત્ર પર ઝીલવાના છે. આ વર્ણપટમાં તમારે તમારા જેમસ્ટોનનો જે રંગ હોય તે જ રંગના વર્ણમાં તે જેમસ્ટોનને મુકવાનો છે. આમ રોજે આ જેમસ્ટોનને તેના જ રંગની ઊર્જા સૂર્યમાંથી આપવાથી તેમાં અનેકગણો વાઈબ્રંસ અને પ્રાણિક શક્તિનો સંચાર થાય છે. તેજેમસ્ટોનની ઊર્જા કાળક્રમે ખૂબ જ વધી જાય છે. આ પ્રયોગ આજ સુધી ખૂબ જ ગુપ્ત રહ્યો છે, પરંતુ તમે આ પ્રયોગથી કોસ્મિક ઊર્જાનો સીધો અનુભવ તમારા જીવનમાં કરી શકશો. આ અનુભવની વાત છે, અનુભવે જ તમે જાણી શકો. તમારા આ બાબતે અનુભવ મને મોકલવાનું ભૂલતા નહીં.