naval
naval
naval
naval
Home All Bollywood કરિશ્મા ફિલ્મોમાં પાછી ફરવા હમણાં વિચારતી નથીઃ કરીના

મુંબઈ – અભિનેત્રી કરીના કપૂર-ખાનનું કહેવું છે કે તેની મોટી બહેન અને અભિનેત્રી કરિશ્મા કપૂર નજીકના ભવિષ્યમાં બોલીવૂડમાં કમબેક કરવાની નથી.

કલાકાર દંપતી રણધીર કપૂર અને બબીતાની પુત્રી કરિશ્માએ અનાડી, રાજા બાબુ, કૂલી નંબર-1, સાજન ચલે સસુરાલ, જીત, રાજા હિન્દુસ્તાની, બીવી નંબર-1, દિલ તો પાગલ હૈ જેવી ફિલ્મોમાં કેટલાક યાદગાર અભિનય કર્યો હતો.

કરીનાએ કહ્યું છે કે હાલ કરિશ્મા ઘણી નિરાંતની જિંદગી જીવી રહી છે. એ ફિલ્મોમાં ફરી કામ કરવા તૈયાર થાય એ વિશે મને શંકા છે. તે અત્યારે એવું કંઈ વિચારતી પણ નથી.

રાષ્ટ્રીય એવોર્ડવિજેતા કરિશ્માએ ૨૦૦૩માં દિલ્હીના ઉદ્યોગપતિ સંજય કપૂર સાથે લગ્ન કર્યા હતા. તેમને બે સંતાન છે – પુત્રી સમાઈરા અને પુત્ર કિયાન રાજ. પરંતુ તેમના લગ્નજીવનમાં ભંગાણ પડ્યું છે અને તેમણે પરસ્પર સંમતિથી છૂટાછેડાની અરજી નોંધાવી છે.
કરિશ્માએ ૨૦૧૨માં ‘ડેન્જરસ ઈશ્ક’ ફિલ્મ દ્વારા બોલીવૂડમાં કમબેક કરવાનો પ્રયાસ કર્યો હતો, પણ તે ફિલ્મ બોક્સ ઓફિસ પર પીટાઈ ગઈ હતી.

"Type in Gujarati language (Press Ctrl+g to toggle between Gujarati and English)”
Type in Gujarati language (Press Ctrl+g to toggle between Gujarati and English)