Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

મુંબઈ મહાનગરપાલિકાએ શહેરના નાગરિકોમાં સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવા આદરેલી ‘ખુલ્લામાં શૌચ-મુક્ત ઝુંબેશ’ના સમર્થનમાં બોલીવૂડ એક્ટર સલમાન ખાન પણ જોડાયો છે અને તે મુંબઈના મ્યુનિસિપલ કમિશનર અજૉય મહેતાની સાથે ગોરેગામ (ઈસ્ટ)સ્થિત આરે કોલોની ખાતે ગયો હતો જ્યાંની એક ઝૂંપડપટ્ટીનાં રહેવાસીઓ માટે જાહેર શૌચાલયોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ ઝુંબેશ મહાનગરપાલિકા ઉપરાંત આઈ લવ મુંબઈ ફાઉન્ડેશન, સાહિબ રિયાલ્ટી અને સચ ઈશાન દ્વારા સંયુક્તપણે યોજવામાં આવી છે. સલમાન ખાન મહાનગરપાલિકાની આ ઝુંબેશનો બ્રાન્ડ એમ્બેસેડર નિમાયો છે.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS